________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૂવાનાં વેર' તરીકે જાણીતો છે. આમ જેતસિંહ પછી માંડલથી કૂવા અને ત્યારબાદ હળવદ તેમ રાજધાનીઓનું સ્થળાંતર થતું રહ્યું. પણ માંડલ પર ઝાલાઓની જગ્યાએ મુસ્લિમ બાદશાહનું આધિપત્ય સ્થપાયેલું જોવા મળે
ઝાલાઓએ માંડલમાંથી સ્થળાંતર કર્યા બાદ લગભગ ૨૦૦ વર્ષ સુધી મુસ્લિમ-મુઘલ બાદશાહોનો અમલ રહ્યો હતો. પણ ઈ.સ. ૧૭૪૦માં મરાઠા સરદાર રંગોજીએ વીરમગામની જાગીર પાટીદાર ભાવસિંહજી પાસેથી પડાવી લઈને તેના કરાર પ્રમાણે પાટડીની જાગીર અને તેની આજુબાજુનાં ૨૦ ગામો આપ્યાં હતાં. માંડલ-વીરમગામનો ઇતિહાસ જોતાં માલૂમ પડે છે કે મહમૂદ બેગડા પાસેથી વીરમગામની જાગીર મળી ત્યારે ઝાલાઓ પાસે માંડલ- વીરમગામ અને પાટડી જેવાં ગામો હતાં. તેથી પાટડીની સાથે તાબામાં મળેલું માંડલ ગામ હોઈ શકે. આથી ભાવસિંહજીના ભાઈ વેણીદાસને માંડલ જાગીર તરીકે આપ્યું હતું. તેમને માંડલની જાગીર સાથે વરમોર, વીંઝુવાડા તથા વનપરડી એમ ૩ ગામો પણ તેમને મળ્યાં હતાં. તેમાં માંડલની જાગીર સંભાળ્યા બાદ તેમણે માંડલનો કિલ્લો જે અનેક આક્રમણોને કારણે જર્જરિત થયેલો હતો તે પુનઃ સમરાવ્યો હતો. ઈ.સ. ૧૭૪૭માં નવો કિલ્લો પરાના દરવાજાથી શરૂ કરીને હાલના ગામ ફરતો બંધાવવાનો શરૂ કર્યો હતો. પણ કોઈ કારણોસર પૂરો થઈ શક્યો નહોતો. એ કિલ્લાની યોજના પ્રમાણે વાટાવાસ, ભરવાડવાસ અને હરિજન મહોલ્લા બહારથી એને લંબાવવાની યોજના હતી તેમજ છનિયારી ભાગોળે દરવાજો મૂકવાની યોજના હતી. તેનું નામ “લાલીનો દરવાજો” આપવામાં આવેલું. આ કિલ્લો ત્યાંથી લંબાવીને વાઘરીવાસ પાછળના તળાવના કાંઠે કાંઠે આગળ વધારીને આજની સરકારી શાળાની દીવાલ સુધી લંબાવવાનો હશે. ગમે તે કારણોસર તે પૂરો કરી શક્યો નહોતો.
ઈ.સ. ૧૭૫૦માં વેણીદાસ તેમના ભાઈ ભાવસિંહજી પાસેથી ૬ હજારની ફોજ લઈને કાઠિયાવાડની મુલ્કગીરી ઉઘરાવવા ગયા હતા. તેમાં ઝિંઝુવાડાના તાલુકદારે સલામી આપવાની આનાકાની કરતાં તેમના તાબાનાં સુરેલી અને ઘામા જેવાં ગામો લૂંટાયાં અને સલામી વસૂલ કરી હતી."
આ ઉપરાંત તેમના પિતાનું દગાથી ખૂન કરનાર અલીટાકે લૂંટારાની ટોળકી જમાવી હતી. એણે આ સમયે વીસાવડી ગામ લૂંટ્યું હતું. તેણે દસાડા ગામે મુકામ રાખ્યો હતો. તેની જાણ વેણીદાસને થતાં તેમના મોટાભાઈ ભાવસિંહજી સાથે મળીને દસાડા પર ચડાઈ કરીને પિતાના ખૂનીને મારી નાખ્યો હતો. પણ તે સમયે અલીટાંકનું વેર લેવા માટે અમદાવાદના સૂબા શેર બુલંદખાનના પુત્ર કમાલુદીન બાબીએ માંડલ પર ૭ હજારની ફોજ લઈને આક્રમણ કર્યું. તેમાં બાબીની સખત હાર થઈ; જો કે આ સંગ્રામમાં દેસાઈ ભાવસિંહજીનું મૃત્યુ થયું હતું. પણ માંડલનો કિલ્લો બચાવી લીધો હતો. થોડાં વર્ષ સુધી વેણીદાસે માંડલમાં રાજય ભોગવ્યું હતું અને પછી મૃત્યુ થયું હતું.
વેણીદાસના મૃત્યુ બાદ તેમના પિતરાઈ ભાઈ જેઠાભાઈ પટેલ માંડલની ગાદીએ આવ્યા હતા. તે પરાક્રમી અને બળવાન હતા. કાઠિયાવાડમાં તેમની ધાક હતી. પેશ્વાઓના તે માનતા હતા. આથી પેશ્વાઓની સૌરાષ્ટ્રમાં મુલ્કગીરી ઉઘરાવવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. આથી તે જ્યારે મુલ્કગીરી ઉઘરાવવા નીકળતા ત્યારે રાજાઓ અને તાલુકાદારો તેમને આવતા જોઈને નમી પડતા અને મુલ્કગીરી આપી દેતાં. આવા તે બહાદુર હોવાથી એક સમયે હળવદના મહારાજા ગજસિંહ પાસે ચડી ગયેલા રૂ. બે લાખની ખંડણી વસૂલ કરવા તેઓ સૈન્ય વિના લેવા ગયા પરંતુ તે સમયે મહારાજા મૃત્યુ પામેલા હોઈ એમની વિધવા રાણી જીજીબાઈ રાજય ચલાવતાં, કારણ કે નવા મહારાજ જશવંતસિંહ હજુ નાના હતા. આમ, છતાં જેઠાભાઈએ તેમને ધમકી આપી કે ગમે તેમ કરી ખંડણી ભરી જવી. તે સમયે જીજીબાઈએ તેમ પણ કહેલું કે વઢવાણના ઠાકોરે મારું રાજ્ય પાયમાલ કર્યું છે તેથી થોડો સમય આપો. પણ જેઠાભાઈ તો પોતાના વચનનું પાલન થાય તેમાં માનતા હતા.
પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૨૩
For Private and Personal Use Only