SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંડલ ઇતિહાસના ઓજસમાં ડો. હર્ષદકુમાર બ્રહ્મભટ્ટ ગતિશીલ સમયને કોણ રોકી શકે ? આજ ગઈકાલ થવાની જ છે. દરેક વર્તમાન અતીતના આંગણે જઈને બેસે છે. વીતેલી વાત, વીતેલો સમય, માણસ માત્રને વાગોળવો ગમે છે. જે અતીત માણસે જોયો નથી કે અનુભવ્યો નથી તે પણ સાંભળી-સાંભળીને, સંભારી-સંભારીને માણસ માણે છે. પરંતુ આખે-આખો અતીત ક્યારેય પ્રત્યક્ષ થતો નથી. છતાંય ઈતિહાસમાં ડોકિયું કરવા માણસનું મન લલચાય છે. અહીં મારી જન્મભૂમિ (માદરેવતન) માંડલના ઇતિહાસમાં નજર કરવાનો, ડોકિયું કરવાનો, અતીતને તાજો કરવાનો ખ્યાલ છે. એમાં ઐતિહાસિક ઘટનાઓનો વિનિયોગ કર્યો છે. તો પ્રજામાં પ્રચલિત દંતકથાઓમાંનું સત્ય તારવીને તથ્ય શોધવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકા પછી વસ્તી, વ્યાપાર અને ઉદ્યોગની દૃષ્ટિએ અગત્યનું સ્થાન ધરાવતું માંડલ (હાલ માંડલ તાલુકો છે.) અમદાવાદથી ઉત્તરે પર (બાવન) માઈલ દૂર અક્ષાંશ ૨૩.૧૦ અને પશ્ચિમ રેખાંશ ૭૧.૫૮ સ્થાને આવેલું એક પ્રાચીન નગર છે. વઢિયાર, ચુંવાળ, ખારોપાટ, સૌરાષ્ટ્ર ગુજરાતના સીમાડાઓ એટલે કે આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જેવા જિલ્લાઓ ત્રિભેટે અહીં મળતા હોઈ માંડલ વ્યાપાર અને વ્યવહારની દૃષ્ટિએ પણ મહત્ત્વનું મથક બન્યું છે. માંડલ ગામની પુરાતનતા સૂચવતા વેરવિખેર હાલતમાં પથરાયેલા અનેક અવશેષો સાક્ષી પૂરે છે. આસપાસ પુરાણો કિલ્લો કંઈક અંશે ટકી રહ્યો છે. વેરાન પ્રદેશ વચ્ચે બહુ ઊંચાણ ભાગમાં આવેલું છે. એક તરફ ખંભલાય સરોવર અને બીજી તરફ અંધારિયા વનની વૃક્ષ ઘટાઓ વચ્ચે આવેલું ખૂબ રમ્ય સ્થળ બન્યું છે. તેવું જ રૂના વ્યાપારનું કેન્દ્ર પણ છે. મોસમ ટાણે રોટલો રળી લેવા વઢિયાર, વાગડ, ચુંવાળ અને ઝાલાવાડ સૌરાષ્ટ્રમાંથી ઊતરી આવેલા હજારો શ્રમજીવીઓથી જયારે એ ઊભરાઈ ઊઠે છે ત્યારે અજબ થનગનાટ અનુભવે છે. લોકોમાં ભરપૂર પ્રાણશક્તિ છે, એક પ્રકારની મસ્તી છે, છતાં સૌજન્ય-વિવેક અને આતિથ્ય ભાવના એની આગવી ખાસિયત છે.' વૈદિક સાહિત્યમાં ગુજરાતના કોઈ વિભાગનો ઉલ્લેખ જોવા મળતો નથી. એથી જણાય છે કે વૈદિક આર્યોને ગુજરાતની માહિતી જ નહોતી; કારણ કે ત્યાં સુધી અહીં આદિવાસી અનાર્યો કે સિંધુ સંસ્કૃતિવાળી પ્રજાનો વસવાટ હતો. વૈદિક સમયના અંતપર્યત આર્યો ગુજરાતમાં હજુ આવ્યા નહોતા. કદાચ આજ કારણથી સૂત્રકાળમાં સૌરાષ્ટ્રમાં જનાર આર્યોને ફરી સંસ્કાર કરવા યોગ્ય ગણવામાં આવતા. પણ પછીથી ગુજરાત તરફ વળવા લાગ્યા હતા. ૨ મહાભારતમાં તથા પુરાણોમાં સૌથી પ્રથમ મનુના પુત્ર શર્યાતિનો પુત્ર આનર્ત આ તરફ આવ્યાની કથા મળે છે, જેના નામ પરથી ઉત્તર ગુજરાતનું નામ “આનર્ત પડેલું. પણ પાછળથી તેનો પુત્ર રૈવત જેના નામ પરથી ગિરનારનું નામ રૈવતગિરિ પ્રચલિત થયું છે તેનું રાજય કુશસ્થલીમાં હોવાનું પુરાણો કહે છે. પછી ભગવાન શ્રીકૃષ્ણના દોરવ્યા યાદવો દ્વારકા આવ્યાની કથા મહાભારત વગેરે ગ્રંથોમાં મળે છે. પણ વાયુપુરાણ જણાવે છે કે પુણ્યજન નામના રાક્ષસોએ કુશસ્થલીનો નાશ કર્યો હતો. તેમજ મહર્ષિ વેદવ્યાસ પણ મહાભારતમાં જણાવે છે કે શક-હૂણો કૃષ્ણના દેહત્યાગ પછી દ્વારકા લૂંટી યાદવોની સ્ત્રીઓ તથા સંપત્તિ ઉપાડી ગયા હતા. એ બતાવે છે કે ત્યાં સુધી આર્યોનો વસવાટ અહીં સફળ થયો ન હતો. જો કે ત્યારે થોડા આર્યોએ ગિરનાર-દ્વારકા * શેઠ પી.ટી.આર્ટ્સ કૉલેજ, ગોધરા-૩૮૯૦૦૧, જિ. પંચમહાલ પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૭ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy