SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રો. કામિસારિયતની ઇતિહાસ સંશોધન અને લેખન માટેની પ્રેરણા, પ્રોત્સાહન અને પદ્ધતિ વિશે જોતાં પહેલાં તેમનાં સંશોધન અને લેખનકામ વિશે જોઈએ. સંશોધન, લેખનકામ, પ્રકાશન : પ્રો. કૅમિસારિયેતે વધુ સંખ્યામાં પ્રકાશનો કર્યાં નથી. પણ જે કાંઈ કર્યાં છે તે નોંધપાત્ર છે. પ્રો. કામિસારિયેતે તેમની અધ્યાપક તરીકેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઇતિહાસ, રાજકીય અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયોનું અધ્યયન અને અધ્યાપન કરાવતાં કરાવતાં ગુજરાતમાં વાઘેલા વંશના પતન પછી સલ્તનત, મુઘલ અને મરાઠા સમયને લગતા ઇતિહાસનું સંશોધન કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એ ક્ષેત્રોને લગતા ઊંડા અભ્યાસ અને સંશોધનના પરિણામે તેમણે જે ઇતિહાસલેખન પ્રવૃત્તિ કરી તે નીચે મુજબ છે : 1. Mandelslo's Travels in Western India, Oxford University Press, London. 1931. આ પ્રવાસ પુસ્તકમાં મૅન્ડેલ્લો નામનો એક જર્મન યુવાન પ્રવાસી જે દરિયાઈ માર્ગે ઈ.સ. ૧૯૩૮ના એપ્રિલમાં સુરત આવ્યો, રહ્યો અને આઠ મહિના સુધી ગુજરાતનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધી. તેણે સુરત, ખંભાત અને અમદાવાદ વિશે લખેલાં વર્ણનોનો અહેવાલ આપવામાં આવ્યો છે. એ પ્રવાસી ૧૬૩૯ના જાન્યુઆરીમાં સુરત થઈને સ્વદેશ પાછો ફર્યો હતો. 2. Studies in the History of Gujarat, Longman's Green & Co., London, 1935 પ્રો. કોમિસારિયેતને મુંબઈ યુનિવર્સિટી તરફથી નિયંત્રણ મળતાં ૧૯૩૦-૩૧માં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનશ્રેણી’ની યોજના હેઠળ સ્ટડીઝ ઇન ધ હિસ્ટરી ઑફ ગુજરાત” નામે વ્યાખ્યાન આપ્યાં. આ વ્યાખ્યાનો મુંબઈ યુનિવર્સિટીએ ૧૯૩૫માં પુસ્તકરૂપે પ્રગટ કર્યાં. આ વ્યાખ્યાનોમાં ગુજરાતના મધ્યકાલીન સમયને લગતો વિષય નિરૂપ્યો છે. તેમાં જે મુદ્દાઓને આવરી લીધા તેમાં ભારતના પશ્ચિમ કાંઠાના વિસ્તારમાં ગુજરાતના મુસ્લિમ શાસકો અને પોર્ટુગીઝો વચ્ચેનો સંબંધો, અમદાવાદના અગ્રગણ્ય જૈન દાનેશ્વરી અને પ્રથમ નાગરિક એવા શાંતિદાસ ઝવેરીની વિવિધ પ્રવૃતિઓ તથા તેમના મુઘલ સમ્રાટો સાથેના સંબંધો, ૧૬૬૬માં ગુજરાતના પ્રવાસે આવેલા ફ્રેંચ પ્રવાસી જીન દ થિવનોટનાં સંસ્મરણો તથા સમ્રાટ ઔરંગઝેબના શાસનકાળમાં ગુજરાતમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનાં વર્ણનો અને અહેવાલો છે. 3. History of Gujarat (with a Survey of its Monuments and Inscriptions) Vol. I : The Muslim period : A.D. 1296-1573 A.D. Longman's Green & Co., Bombay. 1938. પોતાના મૌલિક અને વિસ્તૃત સંશોધન પર આધારિત આ ગ્રંથ ગુજરાતના સલ્તનતકાલીન ઇતિહાસ માટે શિરમોરસમો બની રહ્યો. કારણ કે ૧૩મી સદી પછી ગુજરાતના ઇતિહાસ માટે ઊંડા અભ્યાસવાળી અને વિવેચનાત્મક રૂપની ઇતિહાસકૃતિનો એ સમયમાં અભાવ હતો, તેની ખોટ આ ગ્રંથથી પુરાઈ. આ ગ્રંથમાં જે મુદ્દાઓ આવરી લેવાયા તેમાં પ્રાસ્તવિક રૂપે મૌર્ય સમયથી વાઘેલા વંશના પતન સુધી (૧૨૯૮), દિલ્હીના સુલતાનો તરફથી મોકલાયેલા સેનાપતિઓએ ગુજરાત જીતી લીધા બાદ ત્યાં સ્થાપિત કરાયેલા સૂબાઓનો વહીવટ, ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના અને તેના સુલતાનોની કારકિર્દી અને તેમનું શાસન, એમના પોર્ટુગીઝો સાથેના સંબંધો, પોર્ટુગીઝોનો ગુજરાતમાં પ્રવેશ અને પગપેસારો, મુઘલ સમ્રાટ હુમાયુ અને સુલતાન બહાદુરશાહ વચ્ચેનો સંધર્ષ, સમ્રાટ અકબરે ગુજરાત જીતી લીધા બાદ ગુજરાતનો પ્રાંત તરીકે મુઘલ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૩ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy