________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નમણિરાવ ભીમરાવ જોટ (૧૮૯૫-૧૯૫૫):ગુજરાતના એક સમર્થ ઇતિહાસકાર
સંજય બ્રહ્મભટ્ટ*
રત્નમણિરાવ ભીમરાવ જોટ ગુજરાતના એક સિદ્ધહસ્ત ઇતિહાસકાર હોવા ઉપરાંત સાહિત્ય અને સંગીતના પણ તજ્ઞ હતા. કોઈપણ ઇતિહાસકાર કે અન્ય વિદ્વાનની કૃતિઓને સમજવામાં તેનું કુટુંબ, જ્ઞાતિ તથા સંદર્ભ વર્તુળ (Reference Group) મહત્ત્વનું છે. આ સિદ્ધાંતના સંદર્ભમાં રત્નમણિરાવની કૌટુંબિક અને જ્ઞાતિ-વિષયક પરંપરાઓની સંક્ષિપ્તમાં માહિતી આપી છે.
રત્નમણિરાવની શાતિ અને કૌટુંબિક પરંપરા ઃ
રત્નમણિરાવ કેળવણી-વિષયક અને વહીવટી પરંપરા ધરાવતી સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મ્યા હતા. મુંબઈ ગૅઝેટિયરે વડનગરા અને સાઠોદરા નાગરો વિશે નોંધ્યું છે કે :
"The Vadnagara and The Shadhodra Nagar's are handsome, Intelligent and pushing"
સાઠોદરા જ્ઞાતિમાં મોતીલાલ લાલભાઈ જેવા કચ્છના દીવાનો અને રણછોડલાલ છોટાલાલ જેવા સાહસિક ઉદ્યોગપતિઓ થઈ ગયા છે પણ આ જ્ઞાતિની ધાર્મિક પરંપરાઓ પણ સમજવા જેવી છે. જાણીતા ઇતિહાસકાર શિવપ્રસાદ રાજગોરે નોધ્યું છે તે પ્રમાણે “નાગરોનો સાઠોદરા વિભાગ પત્ર છ ગામ પરથી થયો છે. વીસલદેવ વાધેલાએ દર્ભાવતીમાં (ડભોઈ) યજ્ઞ કરીને નર્મદા કિનારા પરના નડા, પેંડા, થોઆવી, તેન, સાઠોદ અને કન્યાળી એમ છ ગામો પૈકી મુખ્ય ગામ સાઠોદ હતું તેથી આ છ ગામમાં વસનાર નાગરો સાઠોદરા નાગરો તરીકે ઓળખાય છે.” ગુજરાતના સુવિખ્યાત કવિ દલપતરામના પુત્ર મોહનલાલે સાઠોદરા જ્ઞાતિ સંબંધી રચેલ કાવ્યની કેટલીક પંક્તિઓ નીચે મુજબ છે, અને તે સાઠોદરા જ્ઞાતિના કુળ, ગોત્ર અને વેદ સંબંધી માહિતી આપે છે.
“ગુણી સાઠોદરા શુભ જ્ઞાતિ, સામવેદને શાખા સુહાતી; તે તો કૌથમી નામ કહાવે, શુભ ગોત્ર પરાશર સુહાવે.
જે વેદ શાખા અને ગોત્ર, છે આ લખનારા સર્વત્ર; ઊંચાંમાં ઊંચું કુળ તે કુંચા, રૂડા જન સૌને હૃદયમાં રુચ્યાં.”
',,,
રત્નમણિરાવનો જન્મ કચ્છના ભૂજ નગરમાં એક સંસ્કારી અને વિદ્યાવ્યાસંગી કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ માધવલાલ પોલીસ અધિકારી હોવા છતાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઘણો રસ લેતા હતા. પાછલી અવસ્થામાં તો તેઓ સંન્યાસી થઈ ગયા હતા. આજે પણ સિદ્ધપુરની સરસ્વતી નદીને કિનારે તેમની સમાધિ અસ્તિત્વ ધરાવે છે. માધવનલાલના પુત્ર ભીમરાવ સંગીતપ્રેમી હોવા ઉપરાંત ચિત્રકાર તેમજ નાટકકાર પણ હતા. તેમનાં પત્ની શાન્તાબેન (રત્નમણિરાવનાં માતા) કુટુંબ વાત્સલ્યની ભાવનાને વરેલાં હોવા ઉપરાંત સમાજસેવિકા પણ હતાં. શાન્તાબેનના પિતા તે જ કચ્છના દીવાન મોતીલાલ લાલભાઈ. આમ રત્નમણિરાવને પ્રાપ્ત થયેલ કૌટુંબિક વારસો પણ કિંમતી હતો. રત્નમણિરાવના માતૃપક્ષ અંગે આ સંશોધન દરમ્યાન મને પ્રાપ્ત થયેલ અને વિરલ ગણાય તેવી વંશાવળી (માતૃપક્ષની) નીચે મુજબ છે.
* D-55, ઇલા સોસાયટી, ઇન્ડિયાકોલોની, ઠક્કરબાપાનગર રોડ, અમદાવાદ-૫૦
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૬
For Private and Personal Use Only