________________
Shri Mahavir Jain Aradhana Kendra
મગનલાલ દલપતરામ ખખ્ખર
મગનલાલ દલપતરામ ખખ્ખર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ અંતાણી*
કચ્છના ઇતિહાસ-પુરાતત્ત્વને ઉજાગર કરવામાં કેટલાય દેશીવિદેશી નામી અને અનામી ઇતિહાસકારો- એ પોતાનું યોગદાન આપ્યું છે. આવા જ, એક ઇતિહાસકાર મગનલાલ દલપતરામ ખખ્ખરનો જન્મ રાજકોટમાં દેવકોરબાઈની કૂખે ૧૧મી નવેમ્બર ૧૮૭૦ના રોજ થયો હતો. એમના પિતા સ્વ. દલપતરામ પ્રાણજીવન ખખ્ખરનું પણ કચ્છના શિક્ષણ નિરીક્ષક તરીકે અને કચ્છના પુરાતત્ત્વી સર્વેક્ષણમાં મોટું યોગદાન હતું.
મગનલાલ ખખ્ખરનું બાળપણ ભુજમાં વીત્યું. ભુજની શાળામાં ગુજરાતી અને અંગ્રેજીનું શિક્ષણ મેળવ્યા પછી ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. ૧૮૮૮ માં શાળાંતની પરીક્ષા પસાર કર્યા પછી કાયદા અને એકાઉન્ટના વિષયોનો પણ અભ્યાસ કર્યો.
નાણાકીય બાબતોના નિષ્ણાત હોવાથી એમના વ્યવસાયનો આરંભ પણ મુંબઈની ફોર્ટ પ્રેસ નામની પેઢીમાં થયો. એ પછી અનેક પેઢીઓનું કુશળતાપૂર્વક વ્યવસ્થાનું કાર્ય એમણે સંભાળેલ હતું.
કાયદાના સ્નાતક હોઈ ઈ.સ. ૧૮૯૭માં ન્યાયમંડળમાં દાખલ થયા. ઈ.સ. ૧૯૦૧માં મુંબઈના ન્યાયાધીશ પદે પણ આરૂઢ થયા.
વ્યવસાય અને કાયદાની આંટીઘૂંટી વચ્ચે પણ એમણે પોતાના પિતાનો સાચો વારસો પણ જાળવી રાખ્યો હતો. કચ્છના ઇતિહાસ અને પુરાતત્ત્વ-ક્ષેત્રે એમનું લેખન-કાર્ય અવિરત ચાલુ રહ્યું હતું.
:
એમનું સર્વપ્રથમ પુસ્તક એક અનુવાદનાં રૂપમાં મળે છે ઃ સર્વાનન્દસૂરિ એ રચેલ “જગડ઼ ચરિતનો અનુવાદ એમણે ઈ.સ. ૧૮૯૬માં કર્યો અને પછી એમની લેખનયાત્રા અવિરત ચાલી છે એમની કલમ કચ્છની ઐતિહાસિક ઘટનાઓ પરથી ઐતિહાસિક નવલકથાઓ લખવા પર વધારે પ્રમાણમાં ચાલી છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં ખાસ કરીને “સુંદર સોદાગર”, ‘જામ અબડો અને સિંધની સુમટીઓ” “સિંધનો જામ લાખો ધુધારો”, “કચ્છના રાવ શ્રી ખેંગારજી પહેલા”, “આજી અને પુનરોજી”, “ભેરીયો-ગારૂડી”, “લાખો ફુલાણી - જસમા ઓડણ”, “જામ પુંઅરો - રાણી રાજૈ”, “જામ વેણ અને જામ રાયધણ” “રાવશ્રી ભારમલજી', “રાવશ્રી દેશળજી”, વગેરે એમની જાણીતી નવલકથાઓ ઉપરાંત એમણે કચ્છના રાજવીઓનાં ચરિત્રવર્ણનો, કચ્છના ઇતિહાસ-પુરાતત્ત્વ ને સંદર્ભિત લેખો, પ્રવાસવર્ણનો, વગેરે ક્ષેત્રે એમની કલમ ચલાવી છે.
એમના લેખો “કચ્છી જૈનિમત્ર” “ગુજરાતી”, “ગુજરાતી પંચ”, “બુદ્ધિપ્રકાશ” “દેશી રાજ્ય” વગેરે જેવાં એ સમયનાં જાણીતાં સામયિકોમાં સત્યમિત્ર, મુંબઈ સમાચાર' ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પણ પ્રસિદ્ધ થતા હતાં ‘ગુજરાતી”માં તો એમની નવલકથાઓ ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થતી. કેટલીય નવલકથાઓ એમણે જાતે પણ પ્રકાશિત કરી છે, તો કેટલીક નવલકથાઓ જાણીતી પ્રકાશક સંસ્થા મે. એન. એલ. કંપની, મુંબઈ એ પણ પ્રકાશિત કરી છે.
* ૨૨, બી - શિવમપાર્ક, નાનાયક્ષ પાસે, માધાપર, ભૂજ - (કચ્છ)
પથિક ૰ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૪
For Private and Personal Use Only