________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ભૂમિસમેટિક સોસાયટીની વાર્ષિક પરિષદ કે.પી. જયસ્વાલના પ્રમુખપદે ભરાયેલી તેમાં પણ હાજર રહી ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. અહીં કે.પી.જયસ્વાલ સાથે તેમનો પરિચય વધ્યો હતો. તો મદ્રાસમાં યોજાયેલી ઓરિએન્ટલ કોન્ફરન્સમાં તેમણે “મુંબઈ પ્રેસિડેન્સીના પાળિયાઓ” ઉપર સંશોધન લેખ વાંચ્યો હતો. તેવી જ રીતે ત્રાવણકોર,મૈસૂર અને વડોદરામાં ઓરિએન્ટલ કોન્ફરન્સ ભરાયેલી તેમાં હાજર રહી ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. આમ અખિલ ભારતીય ધોરણે વિવિધ પરિષદોમાં તેમણે ભાગ લઈ પોતે કરેલાં સંશોધનોને જે તે વિષયના વિદ્વજનો ની હાજરીમાં રજૂ કરી સંશોધકોની ચાહના મેળવી હતી.
તેમની વિવિધલક્ષી કામગીરી અને વિદ્વત્તાને ધ્યાનમાં લઈ તેમને ઇતિહાસ સંશોધનની વિવિધ સંસ્થાઓમાં સ્થાન મળ્યું હતું. જેમ કે બૉમ્બ બ્રાંચ ઑફ રૉયલ એશિયાટિક સોસાયટીમાં સભ્યપદ, પછી તેની કારોબારીનું સભ્યપદ અને પછીથી તેનું ઉપપ્રમુખ પદ મળ્યું હતું. તો એન્થ્રોપોલોજિકલ સોસાયટીમાં તેઓ પ્રમુખ નિમાયા હતા. તે ઉપરાંત બોમ્બ હિસ્ટોરિકલ સોસાયટી, બુદ્ધિસ્ટિક સોસાયટી અને ન્યૂમિન્મેટિક સોસાયટીમાં પ્રથમ મદદનીશ મંત્રી અને પછી કોષાધ્યક્ષ નિમાયા હતા. અન્ય કામગીરી :
જેમ. . એસ. સરદેસાઈ પોતે માત્ર બી.એ. હતા અને કે.કા.શાસ્ત્રી માત્ર મેટ્રિક છે છતાં તેઓ એમ.એ. કે સંશોધન નિબંધના પરીક્ષક નિમાતા હતા, તે તેમના જ્ઞાનનું મહત્ત્વ અને તેમના જ્ઞાન પ્રત્યે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો આદર દર્શાવે છે. તે બન્ને મહાનુભાવોની જેમ જ ગિરજાશંકર આચાર્ય પણ ૧૯૩૪ થી ૪૦ દરમ્યાન મુંબઈની મેટ્રિકની પરીક્ષામાં, ૧૯૪૦ થી ૪ર માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં અને ૧૯૪૨-૪૩માં બી.એ.ની પરીક્ષામાં પાલિ વિષયના પરીક્ષક નિમાયા હતા. ઉપરાંત પોતે માત્ર બી.એ. હોવા છતાં એમ.એ. અને પીએચ.ડી.ના મહાનિબંધના પરીક્ષક પણ રહ્યા હતા.૨૫
સપ્ટેમ્બર ૧૯૩૯માં તેઓ વયમર્યાદાને કારણે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમની સેવામાંથી ક્યુરેટર તરીકે નિવૃત્ત થયા અને મુંબઈથી આવીને વતન જૂનાગઢમાં વસ્યા હતા. વતનમાં પણ તેઓ ૧૯૪૭ ની ૧૯૫૮ સુધી જૂનાગઢ હાટકેશ્વર કમિટીમાં પ્રમુખ અને ટ્રસ્ટીફંડમાં ટ્રસ્ટી રહ્યા હતા. તો જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં ચાર વર્ષ સુધી નિયુક્ત સભ્ય રહ્યા હતા. તજજ્ઞ તરીકે :
૧૯૪૮માં નવા રચાયેલા સૌરાષ્ટ્ર રાજયે તેમને ૧૯૪૯-૫૦માં સૌરાષ્ટ્રના પુરાતત્ત્વ ખાતામાં સલાહકારી તજ્જ્ઞ નિમ્યા હતા. તેથી તેઓ જૂનાગઢથી રાજકોટ આવ્યા હતા. તેમના આ કાર્યકાળ દરમ્યાન જૂનાગઢના ઇંટવા સૂપનું ઉત્પનન એ તેમનું મહત્ત્વનું પ્રદાન ગણાવી શકાય. ઇટવા સૂપનું ઉત્પનન :
ગિરજાશંકર આચાર્યના પિતા વલ્લભજી જૂનાગઢ પાસેના બોરિયા સ્તૂપના ઉત્પનન સાથે સંકળાયેલા હતા. બોરિયાના સ્તૂપના સંશોધન પહેલાં એક બીજા સ્તૂપ એવા ઈંટવાના સ્તૂપ તરફ ઈ.સ. ૧૮૮૦ પહેલા ધ્યાન ગયું હતું. પરંતુ ગમે તે કારણે તેનું ઉત્પનન હાથ ધરાયું ન હતું. ત્યાર પછી છેક ૧૯૪૯માં ગિરજાશંકર આચાર્ય આ સૂપનું ઉત્પનન કર્યું હતું.
ઈંટવા સ્થળ જૂનાગઢથી ઈશાન દિશામાં ૪.૮ કિલોમીટર દૂર આવેલું છે. આ વિસ્તારમાંથી પ્રચુર પ્રમાણમાં પાકી ઈંટો મળી આવતી હોવાથી લોકો એ સ્થળને “ઈટવા” કહેતા.૨૮ આ સ્તૂપ ૧૮” x 12" X 3" ની માપની ઈંટોથી બાંધવામાં આવ્યો હતો. તેમાં નૈઋત્ય ખૂણામાં ૨૦’x૩૦ ની લાંબી ફરસ મળી છે. તે
પથિક •àમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૧
For Private and Personal Use Only