________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગેની જરૂરી માહિતી પૂરી પાડવામાં તેઓ મદદરૂપ બન્યા હતા, તો બીજી બાજુ ભાઉદાજી, ભગવાનલાલ ઇંદ્રજી, ઘનશ્યામ ભટ્ટ અને મણિશંકર કીકાણી જેવા તત્કાલીન વિદ્વાનો પાસેથી તેમણે પોતાનાં સંશોધન કાર્ય અંગેની પ્રેરણા અને પ્રોત્સાહન મેળવ્યાં હતાં.
વલ્લભજી હ. આચાર્ય સંસ્કૃત અને ગુજરાતી ભાષાના લેખક, અનુવાદક, શિક્ષક, પ્રવાસી, પુરાવિદ, પ્રાચીન લિપિ નિષ્ણાત, સિક્કાશાસ્ત્રી રબિંગ કળાના નિષ્ણાત, સંશોધક, ક્યૂરેટર અને ઇતિહાસકાર તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. અસંખ્ય શિલાલેખો તથા તામ્રપત્રોના રબીંગ “વલ્લભવિલાસ' નામનો કાવ્યસંગ્રહ, વૉટ્સન-વિયોગ નામનું કરુણાસભર વૉટ્સનનું જીવનચરિત્ર, હસ્તલિખિત ડાયરી, કાઠિયાવાડ સર્વસંગ્રહની રચનામાં વોટ્સનને કરેલી મદદ, અશોકના શિલાલેખની વાચનાની ર૭મી પંક્તિનું શુદ્ધિકરણ, ગુંદાની વાવ, ગંગાવાવ અને રાણીવાવના લેખો, સુદર્શન તળાવના સ્થળનું સંશોધન અને બોરિયા સ્તૂપનું ઉત્પન્ન તથા ‘ઝરબે જૂનાગઢ સિક્કાઓ અંગેની માહિતી વગેરે તેમનાં ધ્યાનાકર્ષક પ્રદાન ગણાવી શકાય. તેમની બહુમુખી પ્રતિભાનો વારસો તેમણે પોતાના પુત્ર ગિરજાશંકર આચાર્યને આપ્યો હતો, જે તેમણે બરાબર જાળવી પિતાની ઇતિહાસ સંશોધન પ્રવૃત્તિને આગળ ધપાવી હતી. આમ ઇતિહાસકારોની નવી પેઢી ઊભી કરવાની ઇતિહાસકારની ફરજ વલ્લભજીએ બરાબર નિભાવી હતી એમ કહી શકાય. ઈતિહાસકાર તરીકે તેમનામાં ઉદ્યમપરાયણતા, ધૈર્ય, ખંત, સત્ય માટેનો આગ્રહ, વિશ્લેષણાત્મક તથા વૈજ્ઞાનિક પદ્ધતિ, વિવિધ પ્રકારના સાધનોનું એકત્રીકરણ અને તેની પૂરેપૂરી ચકાસણી અને પ્રજાને સરળતાથી સમજાઈ જાય તેવી સરળ શૈલીમાં આલેખન જેવા ગુણો હતા. ઓગણીસમી સદીમાં જયારે ગુજરાતમાં ઇતિહાસ સંશોધન તથા આલેખન અંગે ઘણી નિરસતા પ્રવર્તતી હતી, ત્યારે તેમણે આ ક્ષેત્રે બજાવેલી કામગીરી અને પ્રદાન અજોડ, અનુપમ અને અનુકરણીય હતું એમ કહી શકાય.
સંદર્ભો ૧. “ગુજરાતી”, મુંબઈ, ૨૨-૧-૧૯૧૧, પૃ.૧૩પ ૨. દેસાઈ, શાહ, ‘જૂનાગઢ અને ગિરનાર', જૂનાગઢ, ૧૯૭૫, પૃ. ૧૭૭ : 3. Junagadh District Gazetteer, Ahmedabad, 1975, p. 718
Ibid, p. 718
ગુજરાતી”, પૂર્વોકત, પૃ. ૧૩પ ૬. “આચાર્ય વલ્લભજી હરિદત્તની હસ્તલિખિત ડાયરી', પૃ. ૧૬૫. ૭. “ગુજરાતી”, પૂર્વોક્ત, પૃ. ૧૩૫ ૮. આચાર્ય વલ્લભજી હરિદત્ત, “વોટ્સન વિયોગ', વઢવાણ, ૧૮૯૬, ટાઇટલ પેજ.
આચાર્ય વાહ ની ડાયરી, પૂર્વોક્ત, પૃ. ૬
જોશીપુરા, જાપુ, “મણિશંકર કીકાણી', વડોદરા, ૧૯૨૦, પૃ. ૩૨ ૧૧. દેસાઈ, શંહ , “જૂનાગઢ અને ગિરનાર', પૂર્વોક્તગ્રંથ, પૃ. ૧૭૪ ૧૨. “ગુજરાતી”, પૂર્વોક્ત, પૃ. ૧૩૫ ૧૩. આચાર્ય વાહીની ડાયરી, પૂર્વોક્ત, પૃ. ૩૫ ૧૪. દેસાઈ, શ... જૂનાગઢ અને ગિરનાર', પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૭૬ ૧૫. “ગુજરાતી”, પૂર્વોક્ત, પૃ. ૧૩૫ ૧૬. કિકાણી એ.એમ., જૂનાગઢ રાજયનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', અપ્રકાશિત પીએચ.ડી.નો
મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૧૯૯૦, પૃ. ૪૫૦.
૧૦.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૫
For Private and Personal Use Only