SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનની મનમાં જ રહી ગઈ ! અને ભારતીય પુરાતત્ત્વવિદ્યાના વિષયમાં જે જ્ઞાન મેળવવા પોતે ભારે પરિશ્રમ કરેલો તે જ્ઞાન પોતાની સાથે નષ્ટ થશે એ ભગવાનલાલ જાણી ગયા હતા. છતાં પોતે થોડું પણ પુરાતત્ત્વવિદ્યાનું ઋણ ચૂકવી જાય છે એવું આશ્વાસન લેવાનો પ્રયત્ન ઝવેરીલાલને એમણે કહેલા શબ્દોમાં દેખાય છે. આગળ ચાલતાં એ જ પત્રમાં કૅમ્પબેલ લખે છે કે પોતે તમને જોવા આવેલા તેની તથા તમારી કીમતી મિલકતની તમે જે સુંદર વ્યવસ્થા કરી છે તેની વાત ભીમજીભાઈએ મને કરી છે.મિલકતની આ સુંદર વ્યવસ્થાની વિગતો ઝવેરીલાલે આપી છે. એ લખે છે કે હું બીજીવાર ગયો ત્યારે ભગવાનલાલે પહેલું તો પોતે કરેલા વિલમાં મને સાક્ષી કરવાનું કહ્યું. વિલ લખેલું તૈયાર હતું. અને મારા દેખતાં ભગવાનલાલે સહી કરી અને મેં સાક્ષી કરી. ઝવેરીલાલ કહે છે કે (૧) વિલ કરવામાં આવેલી મિલકતની બાબતમાં (૨) જે વ્યક્તિઓ કે સંસ્થાઓને મિલકત આપવાની છે તેની બાબતમાં અને (૩) મિલકતની વ્યવસ્થાની જ નહિ પણ મરણ પછી જે વિધિ કરવાનો તેની પણ સૂચના વિલમાં આપવામાં આવી છે; એ બાબતમાં આ વિલ આ દેશના લોકોનાં સુધારેલાં વિલોથી જુદું પડે છે. અને એ વિશેષતાના કારણથી એમાં વિદ્વાનને, પુરાતત્ત્વવિદોને તથા સમાજશાસ્ત્રીને રસ પડે એવું તત્ત્વ છે. છવીશ વર્ષના સાહિત્યજીવન દરમિયાન ભગવાનલાલે ભારતના ઘણા ભાગોમાં જ્ઞાન મેળવવા અર્થે ફરીને સિક્કાઓ, થાય તો પોતે જ તીર્થસ્થાનમાંથી આણેલી માટીથી લીંપેલી જમીન ઉપર જ્યારે મરણને વાર નથી એમ લાગે ત્યારે એમના શરીરને પથારીમાંથી ઊંચકી લુવારવું. અને આખા શરીર ઉપર મોડા સુધી પોતે બનાવેલું પવિત્ર કપડું ઓઢાડી દેવું અને કાનમાં ઈશ્વરનું નામ ઉચ્ચારવું. જ્યારે પ્રાણ છૂટવા લાગ્યો છે એમ દેખાય ત્યારે પોતે જ આણેલું ગંગાજળ શરીર ઉપર છાંટવું અને મોઢામાં પણ ગંગાજળનાં ટીપાં નાખવાં.અમારા સંબંધીઓ અથવા મિત્રોએ મારા શરીરને સ્મશાને રામનામ લેતાં લેતાં લઈ જવું, પણ કોઈએ રોવું નહિ. પોતાની જ્ઞાતિનાં કોઈ પુરુષ કે સ્ત્રીએ બિલકુલ રોવું નહિ. સ્ત્રીઓએ તો હાજર જ ન રહેવું. બધું પૂરું થઈ જાય ત્યારે સ્મશાને ગયેલા લોકોએ પોતાને ઘેર આવી ઠીક પડે તો જરા બેસી પોતપોતાને ઘેર જવું. પોતાના મરણના ખબર જૂનાગઢ લખવા અને લખવું કે પુરુષો કોઈ વે નહિ અને સ્ત્રીઓ છાતી કૂટે નહિ.' દુઃખદ અવસાન ઃ (તા. ૧૬-૩-૧૮૮૮). જે શરીર પછી તો પરતંત્ર શબ છે તેના પહેલાંના માલિકની ઇચ્છાની વિરુદ્ધ વર્તન કરવું એ કેવું પાપ છે ? એનો વિચાર કરવાની મારા મિત્રોને તથા સગાઓને હું અત્યંત નમ્રતાથી વિનંતિ કરું છું. ઝવેરીલાલે વિલમાં સાક્ષી કરી, તે દિવસે જોયેલી તબિયતમાં દિવસે દિવસે બગાડ થતો ગયો અને છેવટે ઈ.સ. ૧૮૮૮ના માર્ચની ૧૬મીએ ભગવાનલાલનો દેહ પડી ગયો. અને ઝવેરીલાલ કહે છે કે એમણે કરેલી સૂચનાઓ બરાબર પાળવામાં આવી હતી. વ્યક્તિનું મૂલ્યાંકન : આવું વિચિત્ર વિલ કરનાર ભગવાનલાલની રહેણીકરણી અતિશય સાદી હતી. પાઘડી એ વખતના પ્રશ્નોરા બ્રાહ્મણ બાંધતા તે તેરહની તેઓ પણ બાંધતા. પાસાબંધી અંગરખું ઝીણી કસોવાળું અને ધોતી પછેડીનો તેઓ સાદો જ પોશાક પહેરતા. જયકૃષ્ણભાઈ લખે છે કે, યુનિવર્સિટીના કોન્વોકેશનમાં તેને બીજે મોટે પ્રસંગે સ્ટૉકિંગ પહેરવાં પડતાં ત્યારે તેઓ જરા કંટાળતા અને ઘણીવાર કહેતા કે આ પરાણે કોથળિયો પહેરવી પડે છે. ભોજનાદિના આચારમાં પણ ભગવાનલાલ પ્રશ્નોરા બ્રાહ્મણ હતા. પ્રશ્નોરા સિવાય કોઈની રસોઈ પહેલાં તો ખાતા નહિ. જયકૃષ્ણભાઈ પાસેથી સાંભળ્યું હતું કે મુસાફરીમાં જોઈએ ત્યારે દૂધનું ભાતું તૈયાર કરી લેતા. મતલબ કે ભગવાનલાલભાઈ અને જયકૃષ્ણભાઈ એક બીજાનું ખાતા નહિ. ૧૮દરમાં પહેલીવાર અજન્તા ગયા ત્યારે પથિક માસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૦૬ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy