SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારે વાળ કપાવવા અમારા ઘર પાસે આવેલી હેરકટિંગ સલુનમાં જવાનું થયું. યુ.પી. બાજુના એ પરિચિત હજામ પાસે અમે વર્ષોથી હેરકટિંગ કરાવતા. ઉર્દુભાષી હજામે વાળ કાપતાં મને પૂછયું, “આજકલ ક્યા પઢાઈ હો રહી હૈ ?” મેં જવાબ આપ્યો કે હું આકર્યોલૉજીમાં એમ.એ. કરી રહ્યો છું. “યેહ કર્યોલૉજી કૌનસી બલા હૈ ?” હવે સમજાવવા માટે ફીફાં ખાંડવાનો વારો આવ્યો. છેવટે મોહેં જો ડેરો અને હરપ્પાનો ઉલ્લેખ કરી મેં એને ગંભીર મુખમુદ્રા રાખી વ્યર્થ કસરતની લાગણી સાથે, સમજાવવાનો પ્રયત્ન કર્યો. તરત જ જાણે ઝબકારો થયો હોય તેમ 1 હજામસાહેબે કહ્યું. “અરે ભઈ યુ કહીએ ન આપ આસારે કદીમા કી પઢાઈ રહે છે “આસારે કદીમાં આ ઉર્દૂ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો હતો. અકર્યોલૉજી માટે આનાથી વધારે સુંદર શબ્દ બીજો કયો હોઈ શકે ? “આસાર” એટલે ચિહ્ન કે અવશેષો. “કદીમ” એટલે પ્રાચીન. કલકત્તાના ઈંડિયન મ્યુઝિમયમાં પડેલું મમી ભલે કોઈ મિસરના રાજા કે “ફેરો”નું નથી, પણ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે. આપણી સામાન્ય માન્યતા એવી રહી છે કે ફક્ત રાજાઓનાં શરીરને જ મિસરમાં પિરામિડમાં સાચવીને રાખતાં. હકીકત કોઈ પણ આર્થિક કે સામાજિક મોભો ધરાવતી વ્યક્તિના મૃતદેહોને સાચવીને દાટવાની પ્રથા મિસરમાં હતી. આવાં હજારો “મમી”ને અત્યાર સુધી ખોદી કઢાયાં છે, જેમાંનાં અનેકનો ૧૯મી સદીમાં લૂંટારાઓ દ્વારા નાશ કરાયો હતો. મમી સાથે કીમતી ઝવેરાત દાટવાની પ્રથા મમીના નાશ માટેનું નિમિત્ત બની. બેલઝોની નામનો એક કહેવાતો વિદ્વાન લૂંટારો તો હાથમાં કોશ અને હથોડો લઈ મમીઓનો ભુક્કો બોલાવી તેમાંથી કીમતી વસ્તુઓ લઈ લેતો. મમી ભાંગતાં ઊડતી ધૂળ અને રજકણોનો સ્વાદ કેવો હોય તેનું તેણે વર્ણન કર્યું છે. તદુપરાંત મમીના શારીરિક ભાગોનો પણ મધ્યપૂર્વમાં એક સમય ધીકતો વેપાર ચાલતો. તેનું વૈદક મૂલ્ય ચું હોવાથી છેક ભારત સુધી તેની નિકાસ થતી. આ અંગેનો પ્રત્યક્ષ અનુભવ મને થયેલો છે. મારી ઉંમર આશરે દસેક વર્ષની હતી. થોડા સમય માટે અમારું કુટુંબ કલક્તાથી ધોરાજી રહેવા આવેલું. જે મકાનમાં નોંયતળિયે અમે રહેતા તેનો ઉપલો માળ ખખડી ગયેલો. એક દિવસે મકાનના ડેલા પાસે કોઈ મિત્ર જોડે હું વાત કરી રહ્યો હતો, ત્યાં અચાનક ઉપલા માળે કોઈએ બારી ખોલી અને બારીનું એક બારણું મારા માથા પર આવી પડ્યું. લોહીલુહાણ હાલતમાં મને દવાખાને લઈ જવાયો. પાંચ ટાંકા અને મમી જેવા બેજ થયેલા માથા સાથે હું પરત ઘેર આવ્યો. માંડ બચ્યાની લાગણી સાથે સૌ કોઈએ રાહત અનુભવી પણ માથામાં પીડા અસહ્ય હતી. બાજુમાં રહેતાં એક ગરીબ કુટુંબના બહેને સલાહ આપી- “છોકરાને મેમાઈ આપો ઠીક થઈ જશે." આનો તત્કાળ અમલ થયો અને કેટલાક ઝાડની છાલ જેવા નાના ટુકડા શીરામાં ભેળવી મને ખવડાવવામાં આવ્યા. મેમાઈ એ મૃત માનવીના શરીરના અંશો હોય છે તેવી છાની ગપસપ ઘરમાં થતી સાંભળી હું ભયભીત થયો, પણ પછી આ વાત પર પડદો પડી ગયો અને બધું ભુલાઈ ગયું. પણ કલકત્તા યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમ દરમિયાન ઇજિપ્ત વિશે મેં ખાસું વાચન કર્યું. આરબો મમીને મેમાઈ કહે છે તે વાંચી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. તપાસ કરતાં જણાયું, મને ખરેખર મમીના આંશિક ભાગો શીરા સાથે ખવડાવવામાં આવ્યા હતા અને આજની તારીખે પણ મમાઈ ધોરાજીમાં ઉપલબ્ધ છે. કદાચ આ સપ્લાયમાં ઓટ આવે તેમ નથી, કારણ કે મિસરની ધરતીમાં લગભગ 30,000 જેટલાં મમી હજુ ધરબાયેલા પડ્યાં છે ! પૂનાની ડેક્કન કૉલેજ જોડે મારે અતૂટ નાતો રહ્યો છે. તેના ભૂતપૂર્વ ડિરેકટરો ડૉ. એચ.ડી. સાંકળિયા અને ડૉ. ધવળીકર જોડે રહી કામ કરવાની અમૂલ્ય તકો મને મળી છે. ડૉ. ધવનીકર જોડે રાજકોટ જિલ્લાના કુંતાસી ગામે અમે ખોદકામ કરેલું. આ કેમ્પ દરમિયાન ડૉ. ધવળી કરે કરેલી કેટલીક વાતોમાં ભાગલા પહેલાંના પુનાસ્થિત પુરાતત્ત્વવિદ એમ.મુનિર વિશેની વાત અત્યંત રમુજી છે. તે સમયે પૂના કર્યોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પશ્ચિમ વર્તુળનું વડું મથક હતું. જેમાં આજનાં મહારાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત સિંધનો પણ સમાવેશ કરવામાં આવતો. મોહેં જો ડેરીનું ખોદકામ પણ પૂના ખાતેથી કરવામાં આવ્યું હતું. તે સાથે પૂના ઑફિસમાં વડા હતા મોહમ્મદ મુનિર જેમણે મોહેં જો ડેરોના એક ભાગ પર ખોદકામ કર્યું પથિક • દીપોત્સવાંક - ઓકટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૩ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy