SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કાર દર્શન* વાય. એમ. ચીતલવાલા* વિદ્યાર્થીકાળ કલકત્તામાં વિતાવ્યાના કેટલાક ચોક્કસ ફાયદાઓ હતા, તે પ્રતીતિ મને રાજકોટમાં રહી થઈ છે. કલકત્તા એક સમયનું ભારતનું પાટનગર, પશ્ચિમ બંગાળનું મહાનગર અને પ્રમુખ શૈક્ષણિક કેન્દ્ર હોવા ઉપરાંત સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ અનેકવિધ વિશિષ્ટતા અને મૌલિકતાથી સભર છે. સ્કૂલ, કૉલેજનાં વર્ષો દરમિયાન મારો એક નિત્યક્રમ અને તે હતો અઠવાડિયામાં એકબે દિવસ મેટિની શોની ટિકિટ ખરીદી શો પહેલાના એકાદ કલાક માટે કલકત્તા મ્યુઝિયમમાં લટાર મારવી કે પછી લાઈટહાઉસ સિનેમા સામેની બુક શોપ્સની બહાર ઊભા રહી ચોપડીઓ ઉથલાવવી. મને લાગે છે કે પુસ્તકો ખરીદ કરવા કરતાં પુસ્તકોનું વિહંગાવલોકન કરવાની ટેવ મારા જેવા ઘણાને છે. લાઇટહાઉસ સિનેમા સામેની બુકશોપ્સ પાસે ઊભા રહી વાંચનાર ‘સ્ટેડિગ બુક બ્રાઉજર્સની સંખ્યા સારી એવી રહેતી અને નવાઈની વાત તો એ છે કે ચોપડી ખરીદ્યા વિના વાંચવા સામે બુકસ્ટોરવાળા કોઈ વાંધો લેતા નહીં. આવી જ એક બુક ઉથલાવતાં મને જાણવા મળ્યું કે “પુસ્તક' શબ્દ ભારતીય કુળનો નહીં, પણ ગ્રીક છે. કલમ પણ મૂળ ગ્રીક “કલીમુ” પરથી અરબી-ફારસીના માધ્યમથી ભારત આવેલો શબ્દ છે. એ જ રીતે ગુજરાત, મહારાષ્ટ્રમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતો શબ્દ નાણાં મૂળ ગ્રીક-પર્શિયન ધનની દેવી “નાનાપરથી પ્રચલિત થયેલો છે. લાઈટહાઉસ સિનેમાથી ચાલતાં ચોરંગી પર આવેલું કલકત્તા મ્યુઝિયમ બહુ આવું નથી, બંગાળીમાં મ્યુઝિયમને જાદુઘર” કહે છે અને મારે પ્રથમ આઠ-નવ વર્ષની ઉમરે જાદુઘર જોવાનું થયું, ત્યારે ભયમિશ્રિત લાગણી સાથે હેરતભર્યો દેશ્યો જોવાની તૈયારી રાખી હું કલકત્તા મ્યુઝિયમમાં દાખલ થયો. હજારો વર્ષ પહેલાના બાદશાહના મૃતદેહો અકબંધ રીતે સાચવી જાદુઘરમાં રાખવામાં આવ્યા છે તે સાંભળેલું. બાદશાહ એટલે પત્તાન બાદશાહ જેવાને કબાટોમાં સુવડાવી રાખવામાં આવ્યા હશે તેવી કલ્પનાઓએ મારા માનસ પર ઊંડી પકડ જમાવી હતી, પણ પોર્ચમાં દાખલ થતાંની સાથે જ અશોક સ્તંભના ત્રણ સિંહવાળા શિલ્પને જોઈ પ્રાચીનતા સાથે મસ્તિષ્કનો નાતો જોડાઈ ગયાની લાગણી અનુભવી, પછી ભારહતનાં શિલ્પો, ગ્લિટોડોન્ટ (કાચબા જેવું પ્રાણી)ના અશ્મિભૂત અવશેષો, હાથીનું હાડપિંજર અને આખરે જેની ઇંતજારી હતી તે ઇજિપ્તનું મમી જોયું. આશરે ૪૫૦૦ વર્ષ પહેલાંના આ મમીના મુખ પરનું માંસચામડીનું આવરણ યોગ્ય સંભાળને અભાવે નાશ પામ્યું હોઈ નિસ્તેજ ખોપડીએ મારી બાદશાહવાળી કલ્પનાને અપ્રસ્તુત બનાવી દીધી. તે પછી જયારે મારે એ બાજુ જવાનું થતું, ત્યારે મ્યુઝિયમમાં જઈ વસ્તુઓ જોવાની એક આદત પડી ગઈ. મ્યુઝિયમને “જાદુઘર” કે સંગ્રહસ્થાન કહેવું તે કેટલે અંશે યોગ્ય છે, તે વિચાર માગતો પ્રશ્ન છે. આ અંગે ભુજના સ્વ. શ્રી રામસિંહ રાઠોડ જોડે મારે ચર્ચા થયેલી અને તેમણે એકત્રિત કરેલા અનેક પ્રાચીન, અર્વાચીન, સાંસ્કૃતિક નમૂનાઓનું મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરેલું. સંગ્રહસ્થાન સંગ્રહ કરાયેલી વસ્તુઓનો અર્થાત ગોદામનો પર્યાય છે. શ્રી રાઠોડે તેમના મ્યુઝિયમને “સંસ્કાર દર્શન”નું વહેવારુ નામાભિધાન કર્યું, પણ મ્યુઝિયમને ય તેમાં ખોટું શું ? અર્થનો અનર્થ થાય તેના કરતાં મૂળ અંગ્રેજી નામને વળગી રહેવામાં ડહાપણ રહેલું છે, પણ સંગ્રહસ્થાનની જગ્યાએ “સંસ્કાર દર્શન” વધુ યોગ્ય છે, તે પણ સ્વીકારવું રહ્યું. મ્યુઝિયમની મુલાકાતોએ મને પુરાતત્ત્વવિદ બનવાની પ્રેરણા આપી હશે અને હું લકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ આકર્યોલૉજીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં જોડાયો. આકલોજી નામ આર્યો - લાગોસ એમ બે શબ્દોનો બનેલો છે, જેનો અર્થ અંગ્રેજીમાં સાયન્સ ઓફ ધી ઓલ્ડ અથવા પ્રાચીન વસ્તુઓને લગતું વિજ્ઞાન થાય છે. આર્યોલોજી કે પુરાતત્ત્વ શબ્દ બહુ પ્રચલિત ન હોઈ વ્યવસાય અંગેના પ્રશ્નનો જવાબ આપવો કઠિન બને છે, પણ આ અંગે એક અનુભવ સુખદ રહ્યા અંગેની યાદ હજુ પણ તાજી છે. ડિપાર્ટમેન્ટ ઓફ આકર્યોલૉજીમાં જોડાયા પછી * માર્ચ, ૧૯૯૮ના “નવનીત સમર્પણ' સામયિકમાંથી સાદર. પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ • ૮૨ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy