SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખીને બીજા ગૃહસ્થોને પણ પુસ્તક લખાવવાના કાર્યમાં ઉત્સાહ વધે છે. તેનું અનુકરણ કરીને આવી પુસ્તક લખાવવાની પ્રવૃત્તિમાં પોતાના દ્રવ્યનો વ્યય કરે છે. પોતાની પુણ્યપ્રાપ્તિ થશ ઉપરાંત પુસ્તક લખાવનાર વ્યક્તિ પોતાના પૂજય, આપ્તજન, બંધુ, આત્મીયજન અને કુટુંબીજનોના પુણ્યાર્થ માટે પુસ્તકો લખાવે છે અને જ્ઞાનનો પ્રચાર કરે છે. પુસ્તકની પ્રશસ્તિમાં જણાવેલું છે કે આ પુસ્તક અમુક વ્યક્તિએ, પોતાના સ્વર્ગગત પિતા કે બંધુની કે પુત્રની પુણ્યસ્મૃતિ માટે લખાવ્યું છે, તો કે પુત્રની પુણ્યસ્મૃતિ માટે લખાવ્યું છે, તો કોઈમાં જણાવેલું છે કે પોતાની માતા કે ભગિની કે પત્નીની પુણ્યસ્મૃતિ નિમિત્તે લખાવ્યું છે. આ રીતે જ્ઞાનનો ફેલાવો ચાલુ રહે છે, આપણા દેશ, સમાજ અને ધર્મના પ્રાચીન ઇતિહાસની સામગ્રીની દૃષ્ટિએ આ પ્રશસ્તિ મહત્ત્વની અને પ્રમાણભૂત છે જેમ મંદિરો, શિલાલેખો અને રાજાઓનાં દાનપત્ર મહવનાં અને પ્રામાણિક મનાય છે. પ્રશરિતલેખો શિલાલેખોમાં મળે છે, ઉપરાંત તાડપત્ર કે કાગળમાં પણ નોધેલા મળે છે. કોઈ ધર્મશીલ વ્યક્તિ પોતાના દ્રવ્યનો સદુપયોગ કરવાની દૃષ્ટિથી દેવમંદિર આદિ કોઈ ધર્મસ્થાન કે કીર્તન કરાવે છે તો તેના ઉપદેશક અથવા પ્રશંસક વિદ્ધજજન તેના કાર્યની સ્તુતિ રૂપે નાના મોટા પ્રશસ્તિ લેખ શિલામાં ટૂંકાવે છે અને કોઈએક જગામાં ચોડાવે છે. તે જ પ્રમાણે જ્ઞાનપ્રિય વ્યક્તિ પોતાના દ્રવ્યનો વિનિમય પુસ્તકાદિ લેખનમાં કરે છે, તેમાં તેના કાર્યની પ્રશંસા માટે ઉપદેશક વિદ્વાન નાના મોટા પ્રશસ્તિ લેખ રચીને પુસ્તકના અંતમાં લખે છે. આ રીતે પ્રશસ્તિ લેખો અને શિલાલેખોમાં તથ્યની દૃષ્ટિએ કોઈ અંતર નથી. પરિણામે બંને પ્રકારના લેખ ઈતિહાસના અંગભૂત રૂપ સમાન કોટિનાં સાધન છે. પ્રશસ્તિઓ નાની અને મોટી બંને રીતે લખાયેલી હોય છે. બે-ત્રણ શ્લોકની એક પ્રશસ્તિમાં જણાવેલું છે કે કોઈ આશાધર અને અમૃતદેવીનો પુત્ર કુલચંદ્ર નામે હતો તે સર્વજનપ્રિય હોઈને સારા જગતમાં વિખ્યાત થયો, તેને અંબિકા નામ પુત્રી હતી. તે ઘણી વિનયસંપન્ન હતી. ગુરુના ઉપદેશને કારણે તેણે આ પુસ્તક લખાવ્યું. આ પ્રકારની પ્રશસ્તિમાં પ્રારંભમાં પસ્તક લખનારનું સંક્ષેપમાં નામ આપેલું છે. ત્યારપછી પુસ્તિકાની ચિરસ્થિતિ માટેની કામનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે “જયાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહેશે ત્યાં સુધી પૃથ્વીમાં આ પુસ્તિકા વિદ્યમાન રહેશે. આ સંક્ષિપ્ત પ્રશસ્તિમાં જ ઉલ્લેખ આપલો છે. તેમાં સર્વજનપ્રિય અને સારા જગતમાં વિખ્યાત કુલચંદ્ર કયા વંશના હતા, ક્યા ગામના અને કયા સમયમાં થઈ ગયા તેની નોંધ નથી. બીજા એક પ્રશસ્તિમાં નાધેલું છે કે પલ્લીવાલ વંશમાં પુના નામનો ગૃહસ્થ થઈ ગયો. તેનો પુત્ર બોહિત્ય અને તેના પુત્ર ખૂબ ધાર્મિક હતો તે ગણદેવ. તેણે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામનો ગ્રંથનો ત્રીજો ખંડ પુસ્તકમાં લખાવીને સ્તંભનીર્થ (ખંભાત)ની પપધશાલા(ના જ્ઞાનભંડાર)માં સહર્ષ સમર્પણ કર્યો. વળી સક્લ પ્રાણીઓનું હિત કરવાવાળા સર્જનમત-ધર્મ) વિદ્યમાન છે ત્યાં સુધી ડાહ્યા પક્ષો દ્વારા શિખવાડાતું આ પુસ્તક પણ વિદ્યમાન રહેશે. આ પુસ્તકનું નામ, લખાવનારનું નામ, તેના પિતા, પ્રપિતા, વંશ વગેરે મળે છે. ઉપરાંત ખંભાતની પોષધશાલામાં પુસ્તક ભેટ કર્યું છે માટે પુસ્તક લખાવનાર, ખંભાતના રહેવાસી હોય એમ અનુમાન કરી શકાય છે. પરંતુ આ ગ્રંથમાં લખ્યા સંવતનો કોઈ ઉલ્લેખ નથી તેથી તેનો સ્પષ્ટ સમય મળી શકે નહીં, આ પ્રશસ્તિઓ બે-ત્રણ શ્લોકની છે જેને કારણે ખૂબ સંક્ષિપ્ત વર્ણન મળે છે. પરંતુ દસ-વીસ શ્લોકોવાળી મોટી પ્રશસ્તિમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે. જયારે આથી મોટી પ્રશસ્તિ હોય છે ત્યારે તેમાં ઐતિહાસિક વિગતો લખેલી પ્રાપ્ત થાય છે. આવી એક પ્રશસ્તિ આચાર્ય ડેમચન્દ્રના મહાન ગુરુ દેવચન્દ્રસૂરિએ શાન્તિનાથ ચરિત્રના અંતભાગમાં લખેલી ઉપલબ્ધ થઈ છે. આ પુસ્તક પાટણના સંઘવીપાડાના પ્રસિદ્ધ પ્રાચીન તાડપત્રીના ભંડારમાં સુરક્ષિત છે. તેમાં સં. ૧૨૨૭માં પાટણમાં રહેવાવાળા પ્રાગ્વાટવંશના ઘેટી રાહડે લખાવ્યું છે તેવી નોંધ છે. જયારે આ પુસ્તક લખ્યું તે વખતે ત્યાં સુશ્રાવક એવા રાજા કુમારપાલ રાજય કરતા હતા અને ત્યાંના પરમાનન્દ્રાચાર્ય નામના જૈનસૂરિને આ પુસ્તક સમર્પિત કર્યું હતું. આ પ્રશસ્તિમાં પુસ્તક લખાવવાવાળા રાહડના પૂર્વજો વગેરેનો પરિચય આપેલો છે કે પૃથ્વીતલમાં જેટલાં મૂળ અને શાખાઓ ફેલાઈ છે અને ધર્મના હેતુને માટે અનેક પર્વોની પરંપરાથી સમૃદ્ધ બનીને અનેક ગુણોથી પૂર્ણ તેવો પ્રાગ્વાટે નામનો વિશાળ વંશ પૃથ્વીમાં જાણીતો છે. આ વંશમાં જન્મ લેવાવાળા અને તીર્થભૂત જેવા સત્યપુર પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૮૦ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy