SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ, ઢાળિયાં ચઢાળિયાં, છઢાળિયાં, બારઢાળિયાં, ચારમાલ, ચોક, બારભાવના (૬) પદ, કવિત, સવૈયા, છપ્પય છપ્પા, કુંડળિયા, એકવીસા, દોહા-દુહા-દોધક-દુગ્ધઘટ. આમાંના મધ્યકાલીન પદ્ય સ્વરૂપોનું નિરૂપણ, ગુજરાતી સાહિત્યમાં સ્વરૂપો તથા મધ્યકાળના સાહિત્ય પ્રકારોમાં નિરૂપણ કરવાની જરૂર છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો ઉપર અનુવાદ રૂપે ગદ્ય સાહિત્ય રચાયું છે તેને એના પ્રકારો મુજબ સ્તબક-સ્તિબુક, ટબો,બાલાવબોધ, બોધ, વાર્તિક, વચનિકા, અવચૂર આદિ નામોથી ઓળખવામાં આવે છે. લેખનની પદ્ધતિને કારણે આપણી હાથપોથીઓ અંગે જે સંકેતો છે તેમજ એની સાથે સંબંધ ધરાવતાં લેખ આદિ સાધનોનાં ઘણાં નામો, સંકેતો અને શબ્દો છે જે આપણા કોઈ કોશમાં મોટે ભાગે નહીં મળે- જેવાં કે શુઢ પંચપાઠ, ત્રિપાઠ, ક્રિપાઠ, રિક્તલિપિચિત્ર, ચિત્રકૃઠિકા, હૂંડી, હાંસિયો, ચોરઅંક, મોરપગલું કે હંસપગલું, ગ્રંથાગ્ર પ્રતિ, આદર્શ, પાઠભેદ-પાઠાન્તર-વાચનાત્તર, ઓપિઉં-ફાંટિ૬, કાઠાં-બ, વતરણાં, જુજવળ, પ્રકાર, કંબિકા, આંકણી ગ્રંથિ, પાટી, પાઠાં, ચાબરચંગી-ચાબખીચંગી, ઝલમલ, વટામણ-રૂમાલ, કલમદાન, સાપડો-ચાપડો ઈત્યાદિ. આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિઓનો વિકાસ કેમ થયો અને એમાંથી ક્રમે ક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપો કેમ સર્જાયાં એ જાણવા માટે આ જ્ઞાનભંડારોમાંથી જુદ જુદા પ્રદેશોના લેખકોને હાથે સૈકાવાર જુદા જુદા મરોડ અને* આકારપ્રકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગ થાય એમ છે. પ્રાચીન જ્ઞાનભંડારોમાં બારમા સૈકાના પ્રારંભથી આજસુધીની સૈકાવાર અને દશકાવાર બખાયેલ થપ્રતો જ વિદ્યમાન છે. પાટણ, ખંભાત, જેસલમેર આદિના ગ્રંથસંગ્રહમાં રહેલી આ બધી પ્રાચીન-અર્વાચીન હસ્તપ્રતિઓ આપણી ભારતીય બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી લિપિ સુધીના ક્રમિક વિકાસના અભ્યાસ માટે ઘણી ? ઉપયોગી છે. પ્રાચીન બહત્કલ્પ ગ્રંથમાં આપણા ભારતની પ્રાદેશિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક આદિ અનેક વિષયોને લગતી માહિતી છે. પ્રાચીન યુગમાં ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ આદિની રચના તેના આકારો અને તેની આસપાસ રક્ષણ માટે કરાતાં પથ્થર, ઈંટ, માટી, ધૂળ, ખપાટિયાં આદિનાં પ્રાકાર, વાડ વગેરે કેવાં હતાં તેની હકીકત પણ આ ગ્રંથમાં મળી આવે છે. પ્રાચીન યુગમાં આપણે ત્યાં કઈ કઈ જાતનાં નાણાં-મુદ્રા-સિક્કાઓનું ચલણ હતું, એન કાકિણી, કેતર, કેવડિય, નલક, દીનાર, દ્રમ્ભ સારિક આદિ નામો, એનું પ્રમાણ અને એ જ્યાં ચાલતાં તે સ્થળોને ઉલ્લેખ પણ આમાં મળે છે. તીર્થસ્થાનો, ઉત્સવો, જમણ આદિ વિશેના ઉલ્લેખો પણ નજરે પડે છે. પણિતશાલા ભાંડશાલા, કર્મશાલા, પચનશાલા, વ્યાકરણ શાલા, આદિ શાલા, કુત્રિકાપણ (વિશ્વવસ્તુ ભંડાર), આપણાં વસ્ત્રન પ્રકારો, મઘના પ્રકારો, વિષના પ્રકારો, યંત્રો આદિ અગણિત વિષયોની માહિતી આમાં છે આ ઉપરાંત મૌર્ય વંશીય અશોક-સંપ્રતિ, શાલિવાહન, મુસંડરાજ આદિ રાજાઓ, આર્યસુહસ્તિ, કાલિકાચાર્ય, લાટાચાર્ય, સિદ્ધસેનસૂરિ, પાદલિપ્ત આદિ આચાર્યોની હકીકત પણ આ ગ્રંથમાં છે. આ ઉપરાંત હસ્તલિખિત ગ્રંથોના અંતમાં રહેલી પ્રશસ્તિઓ અને પુખિકાઓનું મૂલ્ય ઘણું છે. તેમાં મોટા મોટા રાજાઓ, અમાત્ય આદિની તેમજ કેટલાક મોટાં મોટાં ગામ, નગર, દેશ આદિ વિશેની માહિતી અમુક પ્રબંધ ગ્રંથાદિમાંથી મળી રહે છે. કિત, આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયોગી વિશાળ સામગ્રી તો આપણી આ પ્રશસ્તિઓ અને પુપ્પિકાઓમાં જ ભરેલી પડી છે. નાનાં મોટાં ગામ-નગરો-દેશો તથા ત્યાંના રાજાઓ. અમાત્યો તેમની ટંકશાળો, લશ્કરી સામગ્રી, શાહુકારો, કુળો, જ્ઞાતિઓ, કુટુંબો સાથે સંબંધ રાખતી ઘણી ઘણી હકીકતો આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થાય એમ છે. જેમ પ્રશસ્તિલેખો તેમ પુસ્તક લખાવવાનું પણ એક પુણ્યકાર્ય છે તે પણ મંદિરની જેમ ચિરકાલ સ્થાયી છે તેથી તે કીર્તન સ્વરૂપ મનાય છે. જે ભાવુક ગૃહસ્થ પુસ્તકો લખાવવામાં પોતાનું દ્રવ્ય વ્યય કરે છે તે પોતાનાં સુકૃત્ય અને યશને અક્ષરબદ્ધ કરીને ચિરકાલ સ્થાયી રાખી શકે છે. આ પ્રશસ્તિ લેખોથી બે કાર્ય સિદ્ધ થાય છે. એક તો જે ગૃહસ્થ આ પુસ્તકો લખાવે છે તેઓ પુસ્તક સંરક્ષિત રહે ત્યાં સુધી પોતાનું નામ વિદ્યમાન રખાવી શકે તેથી તેને આત્મસંતોષ થાય છે. બીજું આ રીતે કોઈ ગૃહસ્થનું નામ પુસ્તકને કારણે ચિરસ્મૃત પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૭૯ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy