SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગદષ્ટા જયોતિર્ધરનું સ્મૃતિમંદિર (ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા અને તેનો જૈન સાહિત્ય ગ્રંથભંડાર) સં. દુષ્યન્ત કિશોરકાંત શુકલ સૌરાષ્ટ્રના પ્રગતિશીલ શહેર ભાવનગરમાં સંસ્કારિતા, વિદ્યાપ્રેમ, સાહિત્યદષ્ટિ, કલાપ્રિયતા અનેક રીતે ફૂલ્યાફાલ્યાં છે. શિક્ષણ ક્ષેત્રનાં નવપ્રસ્થાનો માટે ભાવનગર આગવું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રની સંસ્કારિતા અહ દષ્ટિગોચર થાય છે. શિક્ષણ ક્ષેત્રે અવનવાં પ્રસ્થાનોમાં ભાવનગરના શિક્ષણશાસ્ત્રી ગિજુભાઈ બધેકા, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મનુભાઈ પંચોળી, અમર શહીદ શ્રી બળવંતરાય મહેતા, અખંડ સેવાધારી શ્રી અમૃતલાલ ઠક્કર, નગર આયોજનના શિલ્પી અને દીર્ધદા સ્વ. વીરેન્દ્રરાય સી. મહેતા જેવા નામી-અનામી શિક્ષણશાસ્ત્રીઓએ વિશ્વના ફલ ઉપર ભાવનગરની શિક્ષણ-પ્રવૃત્તિ અને સંસ્કારિતા પ્રદર્શિત કરવામાં પોતાનો અવર્ણનીય ફાળો આપ્યો છે. આ શહેરની પુણ્યભૂમિમાં ભવ્ય ઉદાત્ત પ્રેરણાના પીયૂષ પડેલા છે. એટલું જ નહિ પણ ઉદાર દિલન શિક્ષણપ્રેમી રાજવીઓ મહૂમ સર તખ્તસિંહજી, ત્યાગમૂર્તિ કૃષ્ણકુમારસિંહજી, મહૂમ ભાવસિંહજી બીજા અને ત્રીજા મહુમ ડૉ. વીરભદ્રસિંહજી અને રાજમાતા બ્રિજરાજનંદિનીદેવી, મ.કુમાર શિવભદ્રસિંહજી વગેરેનો શિક્ષણક્ષેત્રે ઉદાર ફાળો છે. તેમ જ ભાવનગરની અસ્મિતા સમા દિવાને આઝમ ગૌરીશંકર ઓઝા, સ્વ. શામળદાસ પરમાણંદદાર મહેતા, સ્વ. પ્રભાશંકર પટ્ટણી જેવા બુદ્ધિશાળી રાજનીતિજ્ઞ અમાત્યો અને શિક્ષણ ક્ષેત્રે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવ ફિલોસોફર કિંગ જેમને ભારતના પ્રખર મેક્સમૂલર તરીકે નવાજયા હતા તેવા ડૉ. પ્રતાપરાય મો. મોદી. ૨ રમણલાલ યાજ્ઞિક, ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે કવિવર નાનાલાલ કવિએ જેમને ભીષ્મપિતામહ તરીકે મૂલવ્યા હતા તેવા સ્વ. રવિશંકર જોષી, સ્વ. રતિલાલ જે.જાની, સ્વ, કિશોરકાંત શુકલ, સ્વ. નર્મદાશંકર ત્રિવેદી, જયેન્દ્ર ત્રિવેદી પ્રિ.ખીમચંદ શાહ જેવા શિક્ષણશાસ્ત્રીઓ છે. ઉદાર હાથે શિક્ષણક્ષેત્રનો વ્યાપ ફૂલ્યોફાલ્યો થાય તે માટે લક્ષ્મીનો છૂટ દોર આપનાર શ્રેષ્ઠીઓ અને દાનવીરોના સોનેરી સ્વપ્રને સાકાર કરવા અને શિક્ષણની ગંગા અવિરત વહેતી રહે તેવા મંત્રસંજાતા સરસ્વતીના સદન સમા ગુણદેષ્ટા જયોતિર્ધર તત્ત્વજ્ઞાનનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરિ આત્મારામ મહારાજની સ્મૃતિ યાવતુચન્દ્ર દિવાકરૌ જળવાઈ રહે તેવા આજ્ઞાર્થ અને ઉદ્દેશ્ય સાથે એમનું સ્મૃતિ કરવાનો પ્રયત્ન કર્યો, જે આજે જૈન આત્માનંદ સભાના સ્વરૂપે સાક્ષાત્ ગ્રંથભંડારના આપણને દર્શન કરાવે છે. - શ્રી જૈન આત્માનંદ સભા જ્ઞાન પ્રદીપનું એક નાનું સરખું વિદ્યામંદિર છે. આપણા અમૂલ્ય જ્ઞાન નિધિમાંથી ઉત્તમ ગ્રંથરત્નોને પ્રગટ કરવાં એ એનું જીવન વ્રત છે. એ વ્રતનું પાલન કરવા એ સાત સાત દશકાઓથી અદમ પુરુષાર્થ કરી રહેલ છે. અત્યાર સુધીમાં અનેક પ્રાચીન ગ્રંથો આ સંસ્થા દ્વારા પ્રગટ થઈ ચૂકેલ છે. આવા પ્રકાશન પ્રગટ કરીને જૈન શાસનનું ગૌરવ વધારવાનો પણ પ્રયાસ કર્યો છે. શ્રી જૈન આત્માનંદ સભાની યશોજ્જવલ ગૌરવશાળી અને ભાવનાભરી કાર્યવાહીની રૂપરેખા અને માહિતીનો અભ્યાસ કરવાનો અત્રે વિનમ્ર પ્રયાસ છે. ભાવનગરનું જૈન જાહેર જીવન આગળ પડતું રહ્યું છે. આજથી લગભગ પંચોતેર વર્ષ પહેલાંના સમયમાં જૈન સોશિયલ કલબ, જૈન ધર્મ પ્રબોધ સભા, જૈન ધર્મ પ્રચારક સભા, જૈન હિતેચ્છુ સભા, વગેરેએ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે મહત્ત્વની કામગીરી શરૂ કરેલ, જેના પરિણામે ભાવનગરમાં જૈન શિક્ષણનો વ્યાપ ફેલાવો થયો હતો. આ ઉપરાંત વૃદ્ધિચન્દ્રજી જૈન પ્રાકૃત સંસ્કૃત પાઠશાળા પણ શરૂ કરવામાં આવેલ. જૈન આત્માનંદ સભાની સ્થાપના અને તેનો ઇતિહાસ પણ જૈન જગતના ક્ષેત્રે ઉજજવળ, પ્રેરણાત્મક અને ભવ્ય છે. તેના પ્રેરક એક મહાન પુણ્ય પ્રભાવક જ્યોતિર્ધર છે એ ધર્મવીર, કાન્તિવીર અને કર્મવીરની યશોગાથ * દેસાઈ શેરી, ભગાતળાવ વોર્ડ, ભાવનગર પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૬૧ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy