SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રદ થયેલા ગ્રંથોને બાદ કરતાં લગભગ ત્રીસ હજાર જેટલાં પુસ્તકો-સંદર્ભગ્રંથો છે. જેનો સોળસો જેટલા સભ્યો ઉપયોગ કરે છે. ૨.૨. મહિલા પુસ્તકાલય વાચકોને હળવું છતાં શિષ્ટ સાહિત્ય વાંચવા મળે અને ખાસ કરીને મહિલાઓને તેમની રુચિ મુજબનું સાહિત્ય આસાનીથી ઉપલબ્ધ થાય તે ઉદેશથી મહિલા પુસ્તકાલય નો અલગ વિભાગ અહીં રાખવામાં આવ્યો છે. સાહિત્ય, નવલકથા, ગૃહવિજ્ઞાન, ધર્મ, સમાજશાસ્ત્ર, આરોગ્ય, જીવનચરિત્રો, જેવા મહિલાઓને ઉપયોગી વિષયોને આવરી લેતા લગભગ સાત હજાર ગ્રંથો આ વિભાગમાં છે, જેનો છસો જેટલી મહિલા સભ્યો ઉપયોગ કરે છે. ૨.૩ બાળ પુસ્તકાલય પ્રૌઢ અને બાળ સાહિત્ય વચ્ચેનો ભેદ આજે જરૂરી બનતો જાય છે. બાળ સાહિત્યની રચના અને તેની રજૂઆત ભિન્ન હોવી જોઈએ. એ બાબતને ધ્યાનમાં રાખીને આ ગ્રંથાલયમાં બાળ પુસ્તકાલયનો અલગ વિભાગ રાખવામાં આવ્યો છે. બાળકોનાં ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી બની રહે તેવા ચરિત્રો, સાહસકથાઓ, વાર્તાઓ, ઈતિહાસ, રમૂજ, વિજ્ઞાન, નાટક વગેરે વિષયોને લગતાં ચિત્રો અને મોટા ટાઈપમાં છપાયેલાં લગભગ ચાર હજાર જેટલાં પુસ્તકોનો સંગ્રહ આ પુસ્તકાલયમાં છે. ભાવનગરનાં સાતસો જેટલાં બાળકો તેનો ઉપયોગ કરે છે. ૨.૪. વાંચનાલય ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ગ્રંથાલય પ્રવૃત્તિના એક ભાગ તરીકે વાંચનાલય વિભાગ પણ સક્રિય છે. સવારે નવથી બાર અને સાંજે ત્રણથી છ સુધી ખુલ્લા રહેતા વાંચનાલય વિભાગમાં આઠ વર્તમાનપત્રો નિયમિત આવે છે. એકસો જેટલા સામયિકોથી સમૃદ્ધ આ વાંચનાલયનો લાભ સરેરાશ એકસો જેટલા વાચકો લે છે. સંગ્રહાલય, ગ્રંથાલય કે વાંચનાલયનો ઉપયોગ તેમાં પુસ્તકો, ગ્રંથોનો સંગ્રહ કરવા માત્રથી થવા લાગતો એ માટે કેળવાયેલા ગ્રંથપાલ અને સહ કર્મચારીઓ પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાંધીસ્મૃતિ ગ્રંથાલય એ દષ્ટિએ નસીબદાર છે. ગ્રંથાલયના આરંભે શ્રી જયંતભાઈ ઝવેરચંદ મેઘાણી જેવા આદર્શ ગ્રંથપાલ તેને મળ્યા હતા. તેમણે કરેલાં પુસ્તકોનું વર્ગીકરણ આજે પણ ગ્રંથાલયના સરળ ઉપયોગ માટે આભારી છે. એ પછી શ્રી, નલિનભાઈ સોની, શ્રી લાભશંકર ભટ્ટ અને આજે મદદનીશ ગ્રંથપાલ શ્રી સુધીરભાઈ શાહ અને તેમના સહાયક શ્રી હેમંતભાઈ દવે અને શ્રી અમૃતભાઈ મારુ ગાંધી ગ્રંથાલયના વાચકોને જોઈતું સાહિત્ય ઉપલબ્ધ કરી આપવામાં શક્ય જહેમત લઈ રહ્યા છે. એ મહેનતની કદર રૂપે જ ૧૯૯૧-૯૨માં ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને ગાંધી સ્મૃતિ ગ્રંથાલયને શ્રેષ્ઠ ગ્રંથાલયનો શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક ઍવૉર્ડ મળ્યો છે. સૌરાષ્ટ્રના જે કેટલાક આંગળીને વેઢે ગણાય તેટલા ઉત્તમ સંગ્રહાલયો કે ગ્રંથાલયો આજે છે, તેમાં ગાંધી સ્મૃતિ ગ્રંથાલયનું સ્થાન અગ્ર છે, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૬૦ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy