SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગણેશ શિલ્પો : માનવી પોતાનાં કાર્યો સુપેરે પાર પાડી શકે તેવી ઇચ્છા રાખતો રહ્યો છે. આ દૃષ્ટિથી વિઘ્નોના નાશક અને વિન-વિનાયક ગણેશની ઉપાસના આવી. સત તત્ત્વોનાં કાર્યોમાં આવતાં વિનોને તે વિધારે છે. ૦ તત્ત્વોનાં કાર્યોમાં તે વિઘ્નો ઊભાં કરે છે. અહીંયાં દુંદાળા ગણેશનું પાર્ષદોની સાથે બેઠેલું વિશાળકાય શિલ્પ છે. એ રેતિયા પથ્થરમાંથી નિર્મિત છે. તેના ભાલે ચંદ્ર છે તેથી ભાલચંદ્ર કે બાલચંદ્ર ગણેશ તરીકે તેમને ઓળખી શકાય. વિશાળ ખંડપીઠ ઉપર પીઠિકા સાથે, ઝીણી આંખોથી સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિને વ્યક્ત કરતો ચતુર્ભુજ હાથમાંના બે ખંડિત હાથવાળો આ ગણેશનો શિલ્પાવશેષ નિહાળવા જેવો છે. તેમના મસ્તકની બન્ને બાજુના છેડેથી લટકતી, મધ્યકાળે શોભતી દામણી, રત્નવલયની પત્રરચના, હારપાંદડી, ગૂંથણી વગેરે કલાકારની અલંકારપ્રિયતા બતાવે છે. ગણપતિની સૂંઢ ડાબી બાજુએ અંકોડાવાળી શોભે છે. ગણેશની આ મૂર્તિનો શિલ્પાવશેષ શ્રેષ્ઠ કલાવિધાનનો નમૂનો છે. અહીં પ્રસન્નગણપતિનો શિલ્પાવશેષ આપણું ધ્યાન ખેંચે છે. સહજ રીતે ત્રિભંગે ઊભેલા પ્રસન્ન ગણપતિ, કમરના ભાગથી ખંડિત છે. આ અવશેષના ઉપરના ભાગથી સ્વાભાવિક રીતે ઊભા ગણપતિનો ખ્યાલ આવે છે. અહીંનાં સર્વ શિલ્પોમાં આ ગણેશશિલ્પ પ્રાચીન છે. લાંબા કાનવાળું આ શિલ્પ લંબોદર ગણેશનું છે. સહજ રીતે ચોથી પાંચમી શતાબ્દીનું આ શિલ્પ લાગે છે. બીજાં પણ ગણેશશિલ્પો અહીં છે, જે સતત મોદકપ્રિયતા ગણેશની વ્યક્ત કરે છે, તો તેમની કુંભોદરતા પણ દેખાઈ આવે છે. શિવપાર્વતીના વિવાહનું કલ્યાણ સુંદરકશિલ્પ: ઝરૂખાની પાટમાં નિમિત થયેલું પ્રકૃતિ અને પુરુષના વિવાહનું કલ્યાણ સુંદરક શિલ્પ અહીં છે. એમાં શિવપાર્વતીનો વિવાહ દર્શાવવામાં આવ્યો છે અને તે નિમિત્તે આનંદ વ્યક્ત કરતા નર્તકો નૃત્ય કરી રહ્યા છે. આ | શિલ્પ લગભગ ૧રમી શતાબ્દીનું છે. શામળાજીમાંથી મળેલું પાર્વતીનું શિલ્પ સઆયુધ અહીં સંગ્રહાયેલું છે. આ શિલ્પાવશેષ ઈ.સ.ની ૪ થી 'શતાબ્દીનો છે. સશક્તિકરણના આજના અભિયાન પહેલાં, આ અભિયાન શતાબ્દીઓ પહેલાં અહીં આરંભાઈ ચૂક્યું હતું તેમ આથી ન કહી શકાય ? મંડોવરમાં આરૂઢ શિવ-ભૈરવનાં શિલ્પો અહીં સંગ્રહાયેલાં જોવા મળ્યાં છે. એમાં કેટલાંકના હાથમાં રૂંડમંડ છે, મંડોવરમાં આરૂઢ ચંદ્રશેખર શિવનું કિરીટયુક્ત શિલ્પ કદાચ બૃહદ્ ગુજરાતમાં અન્ય જગ્યાએ જોવા ન પણ બ્રહ્માનાં શિલ્પ : પોતાના પાર્ષદની સાથે, હંસવાહનયુક્ત બ્રહ્માની સલેખ પ્રતિમા ઘણી જ પ્રાચીન છે. કાળા પથ્થરમાંથી નિર્મિત આ પ્રતિમા પણ ચોથી શતાબ્દી આસપાસની કહી શકાય. આ ઉપરાંત પ્રસન્નદાંપત્યને વ્યક્ત કરતું આકાશમાં ઊડવાની તૈયારી કરતું કિન્નર યુગલ, આભૂષણોની દારપંક્તિથી લદાયેલી ભગ્ન વિષ્ણમૂર્તિ, જૈન તીર્થકરોના શિલ્પાવશેષો, વરાહનારાયણનો ૧૩મી શતાબ્દીનો શિલ્પાવશેષ, સંસ્કૃત, અરબી, ફારસી અને દેવનાગરી શિલાલેખો, દીવાલના કોણના સર્વાલંકારથી સુશોભિત સુંદરીઓવાળાં ૧૨મી eતાબ્દીનાં શિલ્પો, માણસની સહેજ કામાવસ્થાને સૂચવતાં ઇરેટિક શિલ્પો, વગેરે પણ અહીં જોવા મળશે. મોડાસા અને મોડાસા પ્રદેશ ભગ્નમંદિરોનો દેશ છે. તે સૂચવતાં નાનાં-મોટાં અલાતચકો, શિખરના ભાગો અને તેમની ભિન્ન Dલીઓ અભ્યાસકોને આમંત્રે છે. અહીં પાળિયાઓ પણ સંગ્રહાયેલ છે. એમાં કાલંડદે પ્રબંધમાં ઉલ્લેખાયેલ બત્તડનો ળિયો છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૮ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy