________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબાલાલ રણછોડદાસ સુરા - મ્યુઝિયમ (આર્ટ્સ કૉલેજ- મોડાસા સંચાલિત)
ડૉ. વિનોદ ઓ. પુરાણી *
માનવીય પ્રગતિનાં બે સોપાન સભ્યતા અને સંસ્કૃતિ, સભ્યતા માનવીય વ્યવહારની પરમોચ્ચ સ્થિતિ બતાવે છે. સંસ્કૃતિ માનવીય વિકાસનું ઉદ્િભજ તત્ત્વ છે. સંસ્કૃતિ સંસ્કાર છે, સભ્યતા વ્યવહાર છે. મ્યુઝિયમો સંસ્કૃતિમંદિરો છે. સંસ્કૃતિનાં અભ્યાસ-કેન્દ્રો છે. આવું જ એક મ્યુઝિયમ મોડાસાના વિદ્યાસંકુલમાં, મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ દ્વારા સંસ્થાપિત આર્ટ્સ કૉલેજ- મોડાસા દ્વારા સંચાલિત છે. જેનું નામ અંબાલાલ રણછોડદાસ સુરામ્યુઝિયમ છે. જેની સ્થાપના સને ૧૯૬૫ના વર્ષમાં થઈ, એનું ઉદ્દઘાટન તે સમયના નિયોજન પ્રધાન શ્રી ગુલજારીલાલ નંદાજીના હાથે થયેલું. આ મ્યુઝિયમની સ્થાપનામાં તે સમયના આચાર્યશ્રી ડો. ધીરુભાઈ ઠાકર સાહેબની પ્રેરણા અને પ્રોત્સાહન મહત્ત્વનાં હતાં.
. ના મહાવિદ્યાલયો સાથે સંકળાયેલા હોય તેવાં મ્યુઝિયમો આંગળીના વેઢે ગણાય તેટલાં છે. તેમાંય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયની સાથે સંકળાયેલું « આ એક માત્ર મ્યુઝિયમ છે. એ વિદ્યાર્થીઓની ઇતિહાસ, પરંપરા, વારસો-વાતાવરણ અને અભ્યાસની જિજ્ઞાસાને પોષે છે. સંસ્કૃતિ અને ઇતિહાસના ગૌરવ વગરની પ્રજા વિકાસની પરમોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકતી નથી.
આ મ્યુઝિયમ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ છે. એમાં ૪થી સદીથી ૧૭મી સદી સુધીના શિલ્પાવશેષો સંગ્રહાયેલા છે. આ શિલ્પો મોડાસાનગર અને મોડાસા પ્રદેશની ધરોહર છે.
અમઓજારો :
અહીં માઝુમ નદીની ખીણમાં આદિમાનવ નિવાસ કરતો હતો. લાખ વર્ષ પહેલાં માનવી સંસ્કૃતિના ઉદયનું પહેલું કિરણ અહીંયાં પ્રકટ થયું હતું. તે દર્શાવતાં પાષાણયુગનાં અશ્મઓજારો પુરાતત્ત્વવિદ્ સ્વ. શ્રી હસમુખ સાંકળિયા સાહેબ દ્વારા સ્વહસ્તે પ્રાપ્ત થયેલ- તે અહીં સંગ્રહાયેલ છે. સૂર્ય શિલ્પો : પછીથી વિકાસની પરિપાટીની વાત કરીએ તો, પ્રકૃતિનાં તત્ત્વોની ઉપાસના કરનાર માનવીઓને સર્વ પ્રથમ સૂર્ય દેખાયો, જગતનું ચક્ષુ સૂર્ય- લોકોએ તેને સર્વ પ્રથમ દેવ તરીકે સ્વીકાર્યો, તેને સાત અશ્વોના રથ ઉપર બેસાડી હૃદયારૂઢ કર્યો. અહીં સાત અશ્વોના સ્થ ઉપર બેઠેલા સૂર્યનારાયણની રેતિયા પથ્થરની ભગ્નમૂર્તિ છે, તો સફેદ આરસ પહાણમાંથી નિર્મિત સૂર્યનારાયણની હોલબુટ સાથેની મૂર્તિ પણ સંગ્રહાયેલી છે, મંડોવરના ભાગમાં રહેલ રેતિયા પથ્થરનું સૂર્યશિલ્પ પણ અહીં પ્રાપ્ત છે. કાળા અડદિયા પથ્થરમાંથી નિર્મિત સૂર્ય શિલ્પાવશેષ પણ અહીં જોવા મળે છે. માટીનાં પાત્રો :
વિકાસની આ યાત્રાને કહી જતાં, અને માનવી ઘર બાંધીને કુટુંબ સાથે રહેવા લાગ્યો, તેના સાક્ષીરૂપ માટીનાં પાત્રો છે, માટીની ઈંટો છે. એના દ્વારા દેવળો અને સ્તૂપો બંધાતા, મોડાસાના ભૂતળમાંથી લગભગ ૩૦ ફૂટ નીચેથી મળી આવેલ આ પાત્રો મોડાસાના ઇતિહાસની, પટ્ટણ સો દટ્ટણની ગવાહી આપે છે, દેવની મોરીમાંથી મળી આવેલ સુપની ઈંટો ઈ.સ. ૪ સદીની પણ અહીં સંગ્રહાયેલી છે, મોડાસામાંથી મળી આવેલી આવી જ પાટલા ઈંટો અહીં જોવા મળે છે.
* આર્ટ્સ કૉલેજ, મોડાસા
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૭
For Private and Personal Use Only