SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [અનુસંધાન પા. ૨૪ થી] સ્વાતંત્ર્યને ઠરાવ પણ પસાર કરવામાં આવ્યું હતું અને આ પરિષદમાં હાજર કાર્યકરો અને પ્રજાજને પ્રેરણાનું નવું ભાથું લઈ વધુ જોમથી કામ કરવાના નિર્ધાર સાથે વિખેરાયા. કાઠિયાવાડ રાજકીય પરિષદનું સાતમું અધિવેશન (૧૯૪૬, ધ્રાંગધ્રા) : કાઠિયાવાડ રાજકીય પરિષદનું સાતમું અને છેલ્લું અધિવેશન ૨ અને ૩ નવેમ્બર, ૧૯૪૬ના દિવસોમાં ધ્રાંગધ્રામાં દરબાર ગોપાળદાસ દેસાઈના પ્રમુખપદે વર્ષને લાંબા ગાળા પછી મળ્યું હતું. આ પહેલાં ૧૯૩૧ માં ધ્રાંગધ્રામાં પરિષદનું અધિવેશન કરવા સામે રાજયે મનાઈ હુકમ ફરમાવતાં લડત થયેલી, જેમાં ફૂલચંદભાઈ શાહ, એમનાં વૃદ્ધ માતૃશ્રી, એમનાં પત્ની શારદાબહેન અને બીજા કાર્યકરો ઉપર ખૂબ સિતમ ગુજારવામાં આવ્યો હતો, પરંતુ ૧૫ વર્ષ પછી એ જ રાજ્યના વારસદાર નવજુવાન મહારાજા મયૂરધ્વજસિંહજીએ ધ્રાંગધ્રામાં અધિવેશન કરવાની મંજૂરી આપી તથા શુભેચ્છાને સંદેશ પાઠવીને એમના પિતાએ કરેલી ભૂલ સુધારી લીધી હતી. આ અધિવેશનનું ઉદ્દઘાટન મુંબઈ પ્રાંતના ગૃહપ્રધાન રારજી દેસાઈએ કર્યું હતું. આ જ સમયે ધ્રાંગધ્રામાં કાઠિયાવાડ અસપૃશ્યતાનિવારણના સંમેલન, મજૂર સંમેલન અને ખાદી ગ્રામોદ્યોગ સંમેલન પણ જાયાં હતાં. મેરારજીભાઈએ પોતાના પ્રવચનમાં સૌરાષ્ટ્રના તમામ પ્રશ્નોને સર્વગ્રાહી રીતે આવરી લીધા હતા. રાજકોટની લડત, લીંબડીની લડત અને હિજરત, પ્રજાકીય તંત્રની જરૂરિયાત, રાજાઓના બેફામ ખર્ચા ઉપર નિયંત્રણ વગેરે પ્રશ્નોની છણાવટ કરી કાઠિયાવાડનાં રાજ્યનું એકમ રચવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આ અધિવેશનમાં શ્રી રવિશંકર મહારાજે પણ રચનાત્મક કાર્ય કરવાથી સ્વરાજ્ય મળી શકશે એવું કહ્યું હતું, તે મુંબઈ ધારાસભાના સ્પીકર શ્રી મંગળદાસ પકવાસાએ સૌરાષ્ટ્રનાં રરર રાજ્યનું એકમ રચવાનું સૂચન કર્યું હતું. એના અનુસંધાને શ્રી બળવંતરાય મહેતાએ રજૂ કરેલ સૌરાષ્ટ્રના એકમને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત પ્રમુખસ્થાનેથી અસ્પૃશ્યતાનિવારણ અને રચનાત્મક કાર્યક્રમને ઠરાવ રજૂ થતાં એ સર્વાનુમતે પસાર થયો હતો. વિરમગામની લાઈનદોરી દૂર કરવા તથા સ્ત્રીઓના વિકાસ અંગેનો ઠરાવ પણ પસાર થયું હતું, આના મંત્રી તરીકે શ્રી ઢેબરભાઈ અને શ્રી બળવંતરાય મહેતાની પસંદગી કરવામાં આવી હતી. આમ, આ અધિવેશન એ ખૂબ મહત્વનું પુરવાઈ થયું, કારણ કે હિંદની ક્ષિતિજ ઉપર આઝાદીની ઉષાનાં દર્શન આ સમયે જ કાઠિયાવાડની પ્રજાએ કર્યા અને પિતાની મુક્તિનાં એંધાણ પણ જોયાં.૩૩ - મલ્યાંકન: “કાઠિયાવાડ રાજકીય પરિષદ' એ સમસ્ત કાઠિયાવાડની પ્રજાના પ્રશ્નોને વાચા આપનારી એક મહત્ત્વની સંસ્થા તરીકે બહાર આવી. આપખુદી અને ઈજારાશાહીથી ખદબદતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યની પ્રજામાં પ્રજાકીય જાગૃતિ લાવવાનું કાર્ય ખૂબ કપરું હતું, પણ એમ છતાં ધીમી ગતિએ એ કાર્ય એના કાર્યકરો અને આગેવાનોના સંનિષ્ઠ પ્રયાસેથી પૂરું થઈ શકર્યું હતું અને એ રીતે આ પરિષદે સૌરાષ્ટ્રના પ્રજાજીવનમાં રાષ્ટ્રિય ચેતનાનો સંચાર કરવામાં અત્યંત મહત્વને ભાગ ભજવ્યો હતો. વળી, આ પરિષદને વિઠ્ઠલભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, ગાંધીજી, સરદાર પટેલ ઠક્કરબાપા, દરબાર ગોપાળદાસ જેવા મહાન નેતાઓ પ્રમુખ તરીકે પ્રાપ્ત થયા હતા. પ્રારંભથી જ આ પરિ. ષદને ગાંધીજી અને સરદાર પટેલનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. ગાંધીજી અને સરદાર પટેલે આ પરિષદની કામગીરી અંગે કેટલીક મર્યાદાઓ મુકી હતી, જેમકે રાજ્ય રાજ્યો વચ્ચેના પ્રશ્નોની ચર્ચા પથિક] એપ્રિલ/૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535379
Book TitlePathik 1992 Vol 32 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1992
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy