SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાઠિયાવાડ રાજકીય પરિષદની કામગીરી : પરિષદનુ... પ્રથમ અધિવેશન (૧૯૨૧, રાજકાટ) : ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું પ્રથમ અધિવેશન ૨૭ થી ૩૦ માર્ચ ૧૯૨૧ દરમ્યાન રાજકોટમાં એ સમયના રાષ્ટ્રિય નેતા વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે થયું હતું. પરિષદના સ્વાગત-માપ ઉપર “સિદ્ધ ભૂમિ સૌરાષ્ટ્રના જય” તો મુદ્રાલેખ અંકિત કરવામાં આવ્યા હતા. એમાં ૮ હજાર લોકેા હાજર રહ્યા હતા. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે આવડી મેટી સંખ્યામાં હાજરીને સૌરાષ્ટ્રના રાજકારણ માટે એક વિરલ પ્રસ`ગ ગણાવી શકાય. સૌ પ્રથમ જાણે કે સૌરાષ્ટ્રમાં પ્રજાકીય અસ્મિતાના ઉદય થયા. પ્રમુખસ્થાનેથી વિઠ્ઠલભાઈ પટેલે પ્રેરક સંદેશ આપ્યા અને 'ધારણની મર્યાદામાં રહીને પણ પોતાની માગણીઓ કઈ રીતે રજૂ કરી શકાય એના થયમ પાઠ એમણે પ્રજાને શીખવ્યો. પ્રજાને હૈયાધારણ મળે તેવું પ્રેરણાસભર પ્રવચન એમણે આપ્યું. કાઠિયાવાડના સમસ્ત જીવનને સ્પર્શીતા ૩૦ જેટલા ઠરાવા પણ આ પરિષદમાં થયા. આ પરિષદની સાથે જ આચાય કૃપલાણીજીના પ્રમુખપદે ‘સૌરાષ્ટ્ર વિદ્યાથી પરિષદ' પણ રાજÈાટમાં ભરાઈ હતી અને એમની તેજીલી જુબાને વિદ્યાથી એમાં નવી ચેતનાના સચાર કર્યાં હતા. આ પ્રસ ંગે સૌરાષ્ટ્રનાં હુન્નર ઉદ્યોગ અને કલાકૌશલનુ એક પ્રદર્શીન પણ ચેાજાયું હતું તથા આ પ્રદર્શીનમાં રાજકોટના ઠાકોરસાહેબ લાખાજીરાજે હાજરી આપીને આ પ્રવૃત્તિને પ્રાત્સાહન આપ્યું હતું. આમ, આ પરિષદની શુભ શરૂઆત થઈ અને એના પ્રથમ અધિવેશનના પરિણામે સૌરાષ્ટ્રની હતાશ પ્રજામાં પ્રાણ પુરાયા તથા ગુલામીની ધાર નિદ્રામાં પોઢેલી પ્રજા જાગ્રત થઈ. ૧૫ પરિષતું બીજું અધિવેશન (૧૯૨૨, વઢવાણ) : કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન ધાર્યા કરતાં ખૂબ સફળ રહ્યુ` એનુ એક મહત્ત્વનું કારણ રાજકાટના રાજવી લાખાજીરાજના સાથ-સહકારને ગણાવી શકાય. ઉપરાંત મનસુખભાઈ મહેતા, અમૃતલાલ શેઠ, દેવચંદ પારેખે અને ફૂલચંદભાઈ શાહે એને સફળ બનાવવા ખૂબ મહેનત લીધી હતી. એવામાં સરધાર શિકાર પ્રને રાજકોટમાં સત્યાગ્રહ થયા હતા, જેમાં એક હજાર લેાકેાએ હાજરી આપી હતી. મનુભાઈ મહેતા, મણિભાઈ કાઠારી વગેરેની ધરપકડ થતાં પ્રજામાંથી એની સામે ઉગ્ર વિરાધ થયા હતા. પરિસ્થિતિ પારખીને રાજ્યે એમને છોડી મૂકયા અને પ્રશ્નમતને વિજય થયા.૧૬ સરધાર શિકાર પ્રશ્ન બ્રિટિશ એજન્સીએ જે તુમાખી દાખવેલી અને દરબાર ગેાપાળદાસ જેવા દેશભક્તની ઢસા અને સાયસાંકળીની જાગીર જપ્ત કરી લીધેલી તેથી સૌરાષ્ટ્રની પ્રજા ઊકળી ઊઠી હતી, તેથી બ્રિટિશ સત્તા સામે પડકાર ફેંકવા બ્રિટિશ હદમાં આવેલ વઢવાણ કેમ્પમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ'નુ બીજુ અધિવેશન ૧૧ થી ૧૩ નવેમ્બર ૧૯૨૨ ના દિવસેામાં ગાંધીજીના સાથી અને દેશભક્ત અબ્બાસ તૈયબજીના પ્રમુખપદે ભરવામાં આવ્યુ હતુ. આ અધિવેશનની મુખ્ય જવાબદારી ફૂલચદભાઈ શાહે ઉપાડી લીધી હતી. આ પરિષદમાં પ્રમુખસ્થાનેથી કેટલાક તાત્કાલિક પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી અને પ્રમુખે અબ્રાહ્મ લિન્કના લોકશાહીના સિદ્ધાંતાની સમજણ આપી હતી. કવિ નાનાલાલે આ પ્રસંગે પ્રસંગેાચિત સ્વરચિત એક ગીત ગાયુ હતુ. અને કલિયુગના ભીમ ગણાતા પ્રે!. રામમૂર્તિએ રાષ્ટ્રિય એકતા ઉપર મનનીય પ્રવચન આપ્યુ હતું. બ્રિટિશ એજન્સીને પડકાર આપવાના હેતુથી ત્યાગવીર દરબાર ગાપાળદાસ દેસાઇને અભિનંદન અને માળપત્ર આપવા અ ંગેનો ઠરાવ પસાર કરવામાં આવેલા, અધિવેશનમાં કુલ ૪૨ જેટલા ઠરાવા થયા હતા, જેમાં ગાંધીજીના પથિક ] એપ્રિલ/૧૯૯૩ [ v For Private and Personal Use Only
SR No.535379
Book TitlePathik 1992 Vol 32 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1992
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy