________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાઈસ્કૂલ, પશુ-દવાખાનું, ચાર ખાનગી દવાખાનાં, પિસ્ટ અને ટેલિગ્રાફ ઓફિસ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, સહકારી મંડળી, સહકારી બેન્ક, ટેલિફેન એકસચેન્જ, ઓઇલમિલ, બે ખાનગી ટ્રક, સિટી સર્વે ઓફિસ, પ્રવાસ અને માહિતી ખાતાની ઑફિસ તથા જમીન વિકાસ બૅન્ક છે. નિગમ અને વિશ્વ બેન્કની સહાયથી પાસે આવેલા કાગવડ ગામને પાંચ વરસ સુધી દત્તક લીધેલ છે. ગામમાં કુલ ૧૪૮૩ ખરડાં છે. ગામની કુલ સીમજમીન ૬૦૭૮૩૮ એકર છે, જ્યારે ગોચર ૮૭૧/૧૬ એકર છે. ગામમાં ૬૨૯ ખાતેદાર ખેડૂત અને ૩૫૫ સીમાંત ખેડૂત છે. ૨૦૧૦ ઘેટાંબકરાં સાથે કુલ ૨૮૦૦ પશુઓ છે. ખેતીમાં ૯ ટ્રેકટર અને રરપ ઓઈલ એન્જિન વપરાય છે. પંચાયત હસ્તકમાં ૭ કૂવા અને ૮ ડંકીઓ છે. ૫ સબમર્સિબલ પંપ છે અને ગામમાં શોભા વધારતા ૪ સેડિયમ લેમ્પ છે, ૫ દળવાની ઘંટી છે. આમ દરેક રીતે વીરપુર અતિ પ્રગતિશીલ છે. (આ સત્તાવાર માહિતી ગ્રામસેવક જગજીવનભાઈ વઘાસિયા પાસેથી મેળવી છે.)
આગામી ટૂંક સમયમાં નગર પંચાયત મેળવવાના પ્રયત્નો કરવાનો તબક્કો આવી ઊભો છે. રાજકીય દષ્ટિએ સમગ્ર જેતપુર તાલુકામાં વીરપુર મોખરે છે. ગામનું રાજકારણ રંગીલું, અપ્તરંગી, ભલભલાને ડગાવી દે અને ગબડાવી પણ મૂકે તેવું વિલક્ષણ છે. રાજકારણને જિંદગીભર નફરત કરનારા અને રાજકારણને નરકાગાર ગણતા કેટલાક લેકે જ્યારે રાજકારણમાં આવી ચડે અને આવી પડે એ વિશે કંઈ કહી ન શકાય. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના નેતાઓ દર્શન અને ચૂંટણીના નેજા હેઠળ વીરપુર આવતા હોય છે. સ્થળના અભાવે અને દુકાનની બે લાખ રૂપિયાની આસપાસની અતિ ઊંચી પાઘડીને કારણે નાને મધ્યમ માણસ વીરપુરમાં રોજી રળી શકે એવું હવે નથી રહ્યું. ટ્રાફિકને પ્રશ્ન માથાને દુખા થઈ ગયો છે, કારણ કે દરરોજનાં ઓછામાં ઓછા એક હજાર યાત્રાળુઓની અવરજવર રહે છેગેસ્ટ હાઉસવાળામાં એક-બે અપવાદ સિવાય ઊંચા ભાવે લેવાતા હોવાની વાતમાં વજદ છે. યાત્રાધામ સાથે આ બધાં સંકળાયેલાં અનિવાર્ય અનિષ્ટો છે, તે શરવીરતા ભરેલી કેટલીક ઘટનાઓ પણ નોંધપાત્ર છે. દા.ત. બહારવટિયા રામવાળાના છાપા વખતે ગામના ગોકળ જશામત હરિયાએ એવો મક્કમ મુકાબલે કરેલો કે આખો કાફલો સ્તબ્ધ બની ગયેલ. તાજેતરમાં લીબડી તાલુકાના કંડલા ગામની સીમમાં કોઈ ભેજભાઈએ એક જ ઝાટકે ભૂરાટા ચિત્તાની જીભ ખેચી લીધાના સમાચાર હતા. વીરપુરના ઠાકોરે દીપડાને શિકાર કરેલે એ બાબતની ચર્ચા આખા ઈલાકામાં થતી હતી. આ છે વીરપુરની ભાતીગળ ભેમકા !! કોઈ અર્થસંપન માણસ વીરપુરને રોજગારીનું ક્ષેત્ર-કારખાનું ઉદ્યોગ, આર્થિક સંકુલ વગેરે પૂરું પાડી શકે તે જ વીરપુરને આર્થિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ સાથે ક્ય કરી શકશે અને જુવાન પેઢીના શારીરિક તથા બૌદ્ધિક સ્તરને સન્માર્ગે વાળી શકાશે. “મg છે. ૮૮૮, આનંદનગર, રાજકોટ-૩૬૦ ૦૦૨
સંદર્ભ સાહિત્ય-ગ્રંથની સૂચિ (1) The Bhadarkantha Directory, ( Mahi) Vol. I, Complied by Khan Bahadur
Framroz Sorabji Master. (ii) Gazetteer Bombay Presidency, Vol. V. (iii) Administrative Report of Rajkott District, 1960.-67 (iv) “Geography of Towns", A Smailes. (V) Western India State Agency Civil list, 1940
એપ્રિલ ૧૯૩
For Private and Personal Use Only