SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમીર નગરીને ફકીર નેતા [ ઇદુલાલ યાજ્ઞિકને જન્મ શતાબ્દી પ્રસંગે અંજલિ ] છે. જિતેં નાનાલાલ અંતાણી મહેનતકસ જનતાના આજીવન સેવક, પૈસા માટેની વકીલાત છોડી જેણે રાષ્ટ્ર અને પછાતની વકીલાત લીધી, જે ગાંધીજીના “નવજીવનના આદ્ય સ્થાપક, જેનું દિલ બાળક જેટલું નિર્દોષ, ક્રિયાશીલ છતાં જેના કાર્યમાં લશ્કરી શિરત વર્તાતી, ગુજરાતનું ગૌરવ જેને એ વસેલું, જેના અંતરના ઊંડાણમાં દીન-દુખિયાને ઉહાર અને રાષ્ટ્રસેવા આદિ શબદ કોતરાયેલા તેવા એક જતન તા. ૨૨-૨-૧૮૯૨ ના રોજ નડિયાદમાં જન્મ થશે. નામ પડયું ઇદુલાલ યાજ્ઞિક કુલના આ સપૂતને ગુજરાતે જાણ્યા “ઇદુચાચા' તરીકે, ઈદુચાચાએ લેકજાગૃતિ અર્થે ઈ.સ. ૧૯૧૫ના જુલાઈથી “નવજીવન' માસિક શરૂ કર્યું હતું, ચાર-પાંચ વર્ષમાં સારી પ્રગતિ થઈ. આ ગ્રેજી ધગ ઈન્ડિયા' ગાંધીજી ચલાવતા. “નવજીવનને સાપ્તાહિક તરીકે ચલાવવા ગાંધીજીએ ઈચ્છા પ્રદર્શિત કરી. ૧૯૧૯માં ઈદુચાચાએ એ ગાંધીજીને સેપ્યું. વારિક એના ઉપતંત્રી થયા. ૧૯૨૨ માં યુગધર્મ' માસિક અને બીજાં કેટલાંક પુસ્તકેનું પ્રકાશન. મુંબઈથી પ્રસિદ્ધ થતા દૈનિક હિંદુસ્તાનના પણ તંત્રી રહ્યા. એમણે "કુમારનાં સ્ત્રીરને વાર્તાસંગ્રહ પણ બહાર પાડવો. સિનેમા માટે પણ વાર્તા લખી. ચિત્ર-નિમતા પણ બનતા. બર્લિનમાં રહી સ્વાતંત્ર્યલડતની પત્રિકાઓ કાઢી. ૧૯૩૩ થી કિસાનની પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા. એમણે આત્મકથા” પણ લખી. મુંબઈ સરકારે એને પારિતોષિક આપ્યું. એમણે નાટકે પણ લખ્યાં છે. શ્યામજી કૃષ્ણવર્મા પર પણ એક પુસ્તક લખ્યું છે. જયાં જયાં જરૂર પડે ત્યાં ત્યારે ઈદુચાચા વિના વિલંબે પહોંચી જાય. એઓ કહેતાઃ “હું ઝૂંપડાને માનવી છું, પગથી પર જીવતે આદમી છું, ત્રીજા વર્ગની જનતાને માણસ છું.” મહાદેવભાઈ દેસાઈએ એમને “સૈનિકોના સરદાર' કહ્યા છે. એમની ડાયરી (પુસ્તક ૬, પાન ક૭)માં એઓ લખે છેઃ “સૈનિકના સરદાર ઈદુલાલભાઈ આવ્યા. તેમની ચાલમાં અને સોનામાં તો સૈનિકપણું પહેલાંના જેટલું જ છે. જે ઉંપર પણ પિતે પોતાની માનીતી સાઈકલને મંગાવી હતી, અને આશ્રમ આગળથી સાઈકલ પર બેસીને જ અમદાવાદ આવેલા. સિપાઈ કૂચ કરતાં ક ખાઈ લે તેમ જેલમાંથી કૂચ કરતાં તેમણે આખરને નાસ્તો પણ ઠીક ઠીક કરી લીધેલ. તેમનું સ્વાગત કરવાને માટે પણ સાઈકલ ઉપર આરૂઢ થયેલા સૈનિકોનું જ લશ્કર હતું, પણ તેમનું શરીર નંખાઈ ગયેલું લાગ્યું.” સન ૧૯૨૩ માં ગુજરાતના પ્રસિદ્ધ વિવેચક શ્રી રામનારાયણ પાઠકે ઇંદુભાઈ વિશે આ વચને ઉચ્ચાર્યા હતાં. “ઈદુ ભાઇ એટલે? ગુજરાતની જુવાની અને મરદાની, ઉદારતા અને સરળતા. ગુજરાતના જુવાનના હદયમાં અત્યારે શું ચાલે છે. એ જાણવું હોય તે ઈદુલાલને જોવા જોઈએ. એ ગુજરાતી છતાં એમનામાં ગુજરાતનું ગણતરિયાપણું નથી અને અત્યારના જનમાં પણ એ ઘણું ઓછું છે. ગુજરાતને જુવાન વર્ગ ભાનપૂર્વક પરીક્ષા કર્યા વિના, ઈદુલાલની રહસ્યમય અને રહે વિનાની સર્વ રીતભાતેનું અનુકરણ કાર્ય કરે છે, એટલા બધા એ જુવાન વર્ગને મેહક છે.” પથિક સપ્ટેમ્બર/૧૯ના For Private and Personal Use Only
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy