SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડ. આર્નોલ્ડ યમ્મી : ધર્મવિચાર અનુ. શ્રી. દેવેશ ભટ્ટ [પ્રખર ઈતિહાસવિદ ડો. આનડ ટયમ્મીના પુસ્તક “એ હિસ્ટરિયન એપ્રોચ ટુરિલિજિયનું પ્રકરણ ૧૮ સાંપ્રત સમયને અત્યંત સંબંધિત છે. “ધી રિલિજિયસ આઉટ બુક ઈન એ દ્રષ્ટીએથી સેમ્યુઅરી વર્ડ"ને સારસંક્ષેપ અહીં ઉપસ્થિત છે. વિશ્વની બે મહાસત્તાઓ અ-શો સીમિત કરી રહી છે. પશ્ચિમ યુરોપે જયારે આર્થિક એકતાના વર્ષોજૂના અનુભવને આગળ વધારી રાજકીય એક્તા ભણી જોવા માંડ્યું છે ત્યારે છે. યમ્બી જેવા આર્ષદ્રષ્ટાનાં વિધાને કેટલાં ચેટ બને છે એ જોવાને આ ભાવાનુવાદને હેતુ છે.] છેલ્લાં બે પ્રકરણમાં આપણે આધુનિક પશ્ચિમ જગતમાં, એમ કહે કે, જુના થઈ ગયેલ ધર્મો અંગેના વિચારોનું જ્ઞાન લઈ રહેલ થોડા ખ્યાલની વૈચારિક પ્રક્રિયાઓની વાત કરી રહ્યા હતા. આમાં પણ ત્રણ ખ્યાલેએ ખાસ કરીને આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું શયિતાને વિચાર, કલ્યાણરાજયને વિચાર તથા ટેકનોલોજી. આપણે એ પણ જોયું કે આમાંના બે વિચારે–ખૂયતા તથા ટેકનોલેજીની ઉપયોગિતાના વિચાર–લગભગ ચરમ સીમાએ પહોંચી ગયા છે, જ્યારે કલ્યારાજયના ભાવિ અંગે વિચારવાને હજુ આશાવાદ ખરે. વૈશ્વિક ક૯યાણજય હાલના સંકુચિત રાજ્યના ખ્યાલ કરતાં જુદુ પડે છે. હાલના રાજ્યને પહેલે અને મુખ્ય ઉદ્દેશ તે એ છે કે અન્ય સંકુચિત રાજ્યથી પિતાને સીમાડા બચાવી, પિતાની પ્રજાનાં હિતે, બીજા હરીફના ભોગે પણ, વધારવાનો પ્રયત્ન કરવાને, પણ જેના કઈ હરીફ છે જ તેવી માન્યતા ઉપર સ્થપાયેલ કલ્યાણરાજ્યને પિતાના અસ્તિત્વને ટકાવવા કરતાં સમગ્ર માનવજાતનું કલ્યાણ કરવાને જ મુખ્ય હેતુ બની રહે ને ? એમ કહે કે સમગ્ર માનવજાતનાં હિતોને સંવર્ધન માટે એ નૈશ્વિક કલ્યાણરાજ્ય સમર્પિત છે, પણ દુનિયાને નિયમ છે કે જે વસ્તુઓની ઉપયોગિતા છે તેને માટે કિંમત પણ ચૂકવવી પડે છે. પાશ્ચાત્ય જગત કે જ્યાં આધુનિક ટેકનોલોજીએ બે સ્થળોના અંતરને ઓછું કરી દીધું છે ત્યાંથી જે આ વૈશ્વિક કયાણરાજયની સ્થાપના થવાની હોય તો નવી રાજકીય સંસ્થા સમસ્ત વિશ્વમાં પથરાયેલ માનવજાતને એવી ઘણી રીતે આશીર્વાદરૂપ થશે. ભૂતકાળમાં કેટલાંક નાનાં કલ્યાણરાયે, જે છેડે ઘણે અંશે મર્યાદિત માત્રામાં લાભ લાવી શક્યાં હતાં તે, હવે ઘણા મોટા ક ઉપર મળી શકશે. આ આશીર્વાદ એ બીજું કાંઈ નહિ, પણ સલામતી અને આ સલામતી માટે ચૂકવવાની હિંમત એ સ્વતંત્રતા. જે આ ભયાનક યુગમાં વિશ્વકક્ષાએ કલ્યાણરાજયના ખ્યાલને સાકાર કર હશે તે સ્વતંત્રતાના ભોગે પણ સલામતીને ખરીદવાની સમગ્ર દુનિયાની જાગૃતિ અને તેયા આવશ્યક થઈ પડશે. - પાશ્ચાત્ય અસરથી પ્રભાવિત આ વિશ્વમાં ૨૦ મી સદીના મધ્યમાં ઓછામાં ઓછાં ત્રણ પરિ. બળે તે જરૂર વતંત્રતાની વિરુદ્ધમાં અને નિયમ તથા અંકુશેની તરફેણમાં કામ કરી રહ્યાં છે. આ પરિબળે અત્યંત જોરદાર તથા સાતત્યશીલ અને વ્યાપક છે. આ પરિબળા, જેને કારણે સ્વતંત્રતા ગૌણ ગણાય છે તે, છે સલામતી માટેની જરૂરિયાત, સામાજિક ન્યાય માટેની માંગ તથા ઉચ્ચતર જીવનધોરણ માટેની ઈચ્છા, ઈ.સ. ૧૯૪૫ થી અણયુગના ઉદય સાથે અણુવિજ્ઞાનના જાણકાર તજજ્ઞોની સ્વતંત્રતા સલામતીના નામે જોખમમાં મુકાઈ એ આપણે આગળ જોઈ ગયા. અલબત્ત, અણુવિજ્ઞાનને તજ, ઠૌરાનિકે અને પ્રાયોગિક સંશોધકે ના વાણી વાતો ઉપર વિવિધ સરકારના અંકુશે અને ખાસ કરીને આ જુલાઈ/૧૯૯૦ For Private and Personal Use Only
SR No.535345
Book TitlePathik 1989 Vol 29 Ank 10
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy