SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામિનારાયણ સંપ્રદાયનો એક વિશિષ્ટ કેસ શ્રી હસમુખ વ્યાસ ગુજરાતના ધાર્મિક સામાજિક જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થાન તેમ પ્રદાન છે. આના સંસ્થાપક અને પ્રવર્તક પ્રસારક શ્રીજી મહારાજ બહુ નજીકના (ઈ.સ. ૧૭૮૧ થી ૧૮૩૦) ભૂતકાળમાં થયેલા હોવા છતાં નિજ સંપ્રદાયમાં “ભગવાન” તરીકે પણ પૂજાય છે એ હકીક્ત છે. - સામાન્ય જનસમાજમાં “સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે ઓળખાતા આ સંપ્રદાયનું મૂળ નામ તે ઉદ્ધવ સંપ્રદાય કહ્યું છે. જ્યારે આ પ્રચાર અને પ્રસાર થવાની શરૂઆત થઈ ત્યારે શ્રીસહજાનંદ સ્વામીએ સં. ૧૮૮૨(ઈ.૧૮૨૬)માં સમગ્ર સંપ્રદાયની વ્યવસ્થા માટે ગુજરાતના ઉત્તર અને દક્ષિણ એમ બે વિભાગ પાડયા તથા ઉત્તરનું વડું મથક અમદાવાદ અને દક્ષિણનું મુખ્ય મથક વડતાલ(જિ. ખેડા) નક્કી કર્યું, એટલું જ નહિ, આ બંને મથકની તે તે ગાદીના આચાર્ય તરીકે પિતાના બે ભત્રીજાઓને સ્થાપિત કર્યા: પિતાના મોટા ભાઈ રામપ્રતાપના પુત્ર અયોધ્યાપ્રસાદને અમદાવાદની અને નાના ભાઈ ઈચ્છારામના પુત્ર રઘુવીરજીને વડતાલની ગાદીના આચાર્ય ની". બંને આચાર્યો ગૃહસ્થી હોય એમ પણ ઠરાવ્યું. આ અંગે એઓશ્રીએ એક ખરીતે પણ લખેલ છે, જેમાં એમણે ગાદીના આચાર્યોના વ્યવથાનિયમ નક્કી કરી આપેલ છે. ઉપર્યુક્ત વ્યવસ્થાથી છેડે સમય તે બધું વ્યવસ્થિત ચાલ્યું, પણ ધીમે ધીમે આમાં પણ અસંતોષ અને અવ્યવસ્થા સજાવા લાગ્યાં, જે સંપ્રદાયને અદાલત સુધી લઈ ગથી! આ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ નામના એક પ્રમુખ સ્વામી હતા. આમ તે એ બીએ અન્ય કોઈ શાસ્ત્રનું જ્ઞાન લીધેલ ન હતું, પણ નિજ સંપ્રદાયનાં એમને ઊંડું જ્ઞાન અને સમજ હતાં. જૂનાગઢ મદિરના એઓ વહીવટકર્તા હતા. સ્વભાવથી એ અતિ તેજ અને સંપ્રદાયની પ્રાચીન પ્રથા અને પ્રણાલિકાથી થોડા ભિન્ન વિચારો ધરાવતા હતા. એઓ શ્રી હજાનંદ સ્વામીને “ઈશ્વરસ્વરૂપ તે માનતા, પણ કૃષ્ણને માનતા ન હતા. વળી, સ્ત્રીવર્ગ પ્રત્યે પણ લગભગ અરુચિની ભાવના–વૃત્તિ ધરાવતા અને દર્શાવતા. શ્રીકૃષ્ણને રાધાલમીને સંગ હોવાના કારણે ન માનતા. આ ઉપરાંત ભગા અને જગા નામના બે નિમ્ન વર્ગ ના અનુયાયીઓ હતા, જેઓનું પણ વર્તન થોડું ભિન્ન હતું - વીસમી સદીના પ્રારંભે એક તેજરવી જુવાને આ સંપ્રદાયમાં દીક્ષા લઈ યજ્ઞપુરુષદાસ” નામ ધારણ કર્યું. સામાન્ય રીતે એઓ “શાસ્ત્રીજી મહારાજ' તરીકે ઓળખાતા. એઓ શ્રી પણ સંપ્રદાયના પ્રણાલિત્રત વિચારોથી ચેડાં ભિન્ન વિચારે મંતવ્ય અને વર્તન ધરાવતા હોઈ ટૂંક સમયમાં સંપ્રદાયના આરૂઢ સાધુસમુદાયથી ચેડા અલગ થઈ પડથા, આથી ઈ. સ. ૧૯૦૬ માં એમને સંપ્રદાયમાંથી અળગા કરાયા, પણ આનાથી એઓ વિચલિત થયા નહિ, ઊલટાનું પિતાને અલગ શિષ્ય સમુદાય એકઠો કરી બોચાસણ(જિ.ખેડા)માં જુદું જ મથક સ્થાપ્યું ! શાસ્ત્રીજી મહારાજના શિષ્યો સાધુએ વડતાલ વિભાગનાં ગામનાં હરિમંદિરોમાં ઊતરતા. પરિણામવરૂપ એક જ હરિમંદિરમાં પરસ્પર ભિન્ન પ્રચાર-પ્રસાર થવા લાગ્યો ! છેવટે સન ૧૯૩૬ માં વડતાલ વિભાગના આચાર્યશ્રીએ પિતાના વિભાગનાં હરિમ દિરમાં આવીને શ્રીયશપુરુષદાસજી અને એમના અનુયાયી સાધુઓને એમના સિદ્ધાંતે વિચારોને પ્રચાર કરતા અટકાવવા બોરસદની સબજિજ-અદાલતમાં દા માંડ્યો. પથા-દીપસવાંક]. ૧૯૮૯ ઓકટે.-નવે. [ ૮૧ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy