SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatir.. Acharya Shri Kailassagarsuri Gyanmandir માં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે પુરુષ જાયાને પ્રાપ્ત કર્યા પછી જ પૂર્ણ બને છે. બૃ. ઉપ.(૧-૪-૧૭)માં સૃષ્ટિના સર્જન અર્થ બ્રહ્મને પણ જાયની કામના કરનાર તરીકે દર્શાવીને ઉપનિવકારે જાયાના પદની ધન્યતા જ સૂચવી છે. પત્ની માટે પ્રયુક્ત ભાર્યા’ શબ્દની ગણના છાં. ઉપ.(૭-૨૪-૨)માં તત્કાલીન મહિમાદ્યોતક તરોમાં થયેલી જોતાં ઉપનિષત્કાલમાં નારીના મહનીય ગૌરવનું અનુમાન થઈ શકે એમ છે. પૃ. ઉપ.(૬-૪-૬,૬)માં સ્ત્રીની લમી સાથે કરવામાં આવેલી તુલના આ સંદર્ભમાં સૂચક છે. ઉપનિષત્કાલમાં છાં. ઉ૫. ૨-૧૩ માં) મૈથુનની વાજપેય યજ્ઞ સાથે કરવામાં આવેલી તુલના અને મૃ. ઉ૫.(૬-૪-૩)માં વામદેવ–કત મૈથુનને કારરૂપ ગણી એની ઉપાસના કરવાનો અપાયેલ આદેશ બતાવે છે કે ઉપનિષત્કાલમાં નારીને ભોગવિલાસનું રમકડું નહિ, પણ ધર્માચરણનું સાધન માનવામાં આવતી હતી. ઉપનિકાલમાં સગર્ભાવસ્થા પ્રસ્તાવસ્થા કે રજસ્વલાવસ્થા જેવા વિશિષ્ટ સંજોગે માં નારીની સ્વતંત્રતા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવતા. આ સિવાયના સંજોગોમાં એ મુક્ત રીતે સમાજમાં વિચરતી જણાય છે. ઠેઠ ઈ. સ. પૂર્વે ૨૦૦ સુધી નારી ધાર્મિક સાહિત્ય ભણવા માટે અને નિયા યો કરવા માટે પૂરેપૂરી અધિકાર થી હેવાનું છે. અતકર પણ નોંધે છે. આ સ્વતંત્રતાના ફલસ્વરૂપે ઉપનિષદકાલીન નારી અધ્યાપિકા (બૃ. ઉપ. ૩-૩-૧), પેશસ્કારી (છી. ઉપ. ૪-૪-૪), શંગારસેવકા (ક. ઉ૫, ૧-૪) અને દાસી (છાં. ઉ૫, ૫-૧૧-૨, પૃ. ઉપ. ૬-૧-૧૦) જેવા વ્યવસાય સ્વીકારી પરિવારની આર્થિક સંઘરતામાં સહભાગિની બનતી જોવા મળે છે, પતિની અનુપસ્થિતિમાં પતિની મિલક્તમાં પત્નીના ઉત્તરાધિકારનાં દર્શને દ(૭–૪–૮)ની જેમ ઉપનિષત્કાલમાં પણ થાય છે. પૃ. ઉપ.(૨-૪ અને ૪-૫)માં પરિવ્રાજકવૃત્તિને સ્વીકાર વખતે ગીશ્વર યાજ્ઞવલ્કય પિતાની સંપત્તિ પિતાની બે ભાઈઓ વચ્ચે વહેંચી આપવાનો પ્રસ્તાવ મૂકે છે એનાથી આ હકીક્તનું સમર્થન થાય છે, અપુત્ર સધવા કે વિધવા ઉપનિષત્કાલમાં પોતાના દિયર કે માન્ય પુરુષ દ્વારા નિગપદ્ધતિથી પુત્રોષણ સંતોષી શક્તી અને પુત્રરૂપી આધાર પ્રાપ્ત કરી શકતી. કોઈક કારણોસર વ્યભિચારના ભાગે વળતી સ્ત્રીને એ માર્ગે જતી અટકાવી એની પછી સંતોષતી આ પદ્ધતિ ઉપનિષદકાલમાં પણ સુપ્રતિષ્ઠિત હોવાનું જણાય છે. ઉપનિષત્કાલમાં આચાર્ય ઉદ્દાલક આરુણિની પનીએ પતિની સંમતિથી પતિના શિષ્ય દ્વારા પુત્ર શ્વેતકેતુને નિગપદ્ધતિથી પ્રાપ્ત કર્યો હોવાનું મહાભારત (શાતિપર્વ ૩૪-૨૨) ઉપનિષહાલમાં જ્યાં જયાં પૂજ્યતાન સંદર્ભમાં માતાપિતા અને આચાર્યને ઉલેખ થયેલ છે ત્યાં ત્યાં માતાને સર્વપ્રથમ અપાયેલા સ્થાન પરથી માતાની પૂજનીયતા અને તત્કાલીન પ્રતિષ્ઠાનું અનુમાન થઈ શકે છે. ટી. ઉપ.(૧-૧૧-૨)માં “રાવો મg' એ વાક્યમાં આ જ ભાવનાને પ્રતિઘોષ સાંભળવા મળે છે. એ કાલમાં આચાર્યપત્નીને પણ માતાની સમકક્ષ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. આચાર્યપત્ની સાથેના વ્યભિચારને છાં. ઉપ.(૫-૧૦૯)માં બ્રહ્મહત્યા-સમાન પાપ ગણવામાં આવ્યું છે. માતાની જેમ જ ઉપનિષત્કાલીન પરિવારમાં સ્વસા અર્થાત્ બહેનનું પણ અત્યંત સંમાનનીય સ્થાન હતું. છો. ઉપ (-૨-૪)માં થયેલા વસૂલેકના ઉલ્લેખને આના સમર્થનમાં ટાંકી શકાય. ઉપનિકાલમાં સામાન્ય જનમાં એકપત્નીત્વ–પ્રથા પ્રચલિત હતી. શ્રીમંત વર્ગમાં બહુપત્નીત્વની પ્રયાનું પ્રચલન હેવાનું બુ. ઉપ.(૪-૫-૧, ૨)માં મળતા યોગીશ્વર યાજ્ઞવલકથની બે પત્નીઓના ઉલ્લેખના આધારે કહી શકાય. અવૈદિક એવી બહુપતિત્વ-પ્રથાને ઉપનિષત્કાલમાં કઈ ઉલ્લેખ મળતો નથી, પથિક-દીપેસવાંક]. ૧૯૮૯ોક -નવે. [ ૬૫ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy