________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંધુ સંસ્કૃતિ એિક મહત્ત્વને પત્ર
ખંભાત, તા. -૮-૨ ચ. ભાઈ યશોધર, અત્ર સર્વ કુશળ છે. તમારા બંને પત્ર પહોંચ્યા છે.
બીજ પત્રમાં ઉલ્લેખ કરેલા Sind Civilisation વાળા લેખે મારું ધ્યાન ખેંચ્યું હતું. તેનું Cutting મારી ફાઈલમાં શિવશંકર પાસે નખાવી રાખ્યું છે. તમારા પત્રમાં લખેલાં કાણેથી હું પણ સિંધુ નદીનું Civilisation જેવું માનવામાં આવે છે તેવું સ્વતંત્ર પુરાતન માની શકું તેમ નથી. એક સંસ્કૃતિ નાશ પામે અને બીજી પ્રવેશ પામે એ સંભાવના ભૂલભરેલી છે. કોઈ પણ સંસ્કૃતિ એકાએક ઉદભવ પામતી નથી, પરંતુ પ્રાચીન થર ઉપર નવા આચારવિચારોની અસર થઈ કંઈક વિશિષ્ટ નવું રૂપ બંધાય છે. જયાં સુધી જૂના થરની સંરક્ષક પ્રજા હેય છે ત્યાં સુધી જૂનું નવું સમજાય છે. જયારે જુના થરવાળી પ્રજાને ક્રમશઃ હાલ થાય છે ત્યારે નવું સંસ્કરણ તરતું રહે છે. આપણી Mythology આ વસ્તુની સારી રીતે સાખ પૂરે છે. અસુરો (Assyrians) અને દેવ બંને એક પ્રજાપતિના પુ માન્યા છે. અસુરો મે ટા ગણે છે એટલે જૂની પ્રજા છે. દેવ નાના એટલે નવી પ્રજા છે. આ દેવે માંથી દેવમનુષ્ય થયા અને ત્યાર પછી માનવી પ્રજ થઈ એવી કલ્પના છે. વેદનાં પુરાતન સુક્તમાં “જારી તરી” વગેરે ન સમજાય તેવા શબ્દ આવે છે અને તેના અર્થે પાણિનિના સમયમાં પણ અસ્પષ્ટ થઈ ગયા હતા. સિધુ નદીની પ્રજા કદાચ સ્થાનિક વતનીઓની હેય એ સંભવિત છે, પરંતુ Ethnically આથી તદ્દન નિરાળો નહિ હૈય, એટલું તો આ માહજો દડો વગેરેના અવશેષથી સાબિત થાય છે કે શિવશક્તિની પૂગ્ય ભાવના ઘણી પુરાણી લાગે છે. અસુરો અને દૈત્યના શિવ પૂજ્ય મનાયા છે એ પૌરાણિક ભાવનાને ટેકે મળે છે અને આ સિંધમાં લય પામેલી જાતિના અવશેષે તે ત્રાજ જાતિના મનુષ્યો હતા એમ મારું માનવું છે. વાના આચાર-વિચાર વૈદિકના કરતાં ઘણા જુદા હતા, પરંતુ તેઓ સંપત્તિવાળા અને વેપારી વર્ગના હતા એમ સ્પષ્ટ સમજાય છે. ત્રત્યે શિવપૂજક હતા.
સિંધ પ્રદેશની પુરાતન સંસ્કૃતિની બાબતમાં સારા યુદ્ધમાં અદ-સૂતોની વિશેષ પરીક્ષા કરી કોઈ જાતનો વધારે પ્રકાશ પાડી શકાય કે કેમ તે વિચારવાનું છે. તેનું સ્થાન, તેમાં ભાગ લેનાર રાજાઓ, તેના દેશ વગેરે તારવા જેવાં છે. મહારાષ્ટ્રીય જ્ઞાનકેશમાં કંઈક પ્રયત્ન થયો છે. આ યુદ્ધમાં સિંધ સેવીરના મુલકના રાજા પ્રજાનાં નામ નિકળે તે સમજાય કે તે પ્રજાનું રૂ૫, આચાર, વિચાર ક્યાં હતાં. અવકાશ હોય તેણે વિચારવાના મુદ્દા ઘણા છે. લિ. નર્મદાશંકરના આશીવાદ
નોંધ: અમારી રગત આત્મીય મિત્ર શ્રી. વગેધર નર્મદાશંકર મહેતાએ અમદાવાદ ૪, તા. ૧૪-૪-૮૮ના દિવસે ઉપરના પત્રની કરેલી નકલના હાંસિયામાં જણાવેલું કે [પ્રિય શ્રી. કે. કા. શાસ્ત્રી,
વિશ્વ હિંદુ સમાચાર'ના એપ્રિલ '૮૯ અંકમાં તમારે વિશદ તંત્રીલેખ વાંચી ગયે. આથી ૫ વર્ષ પહેલાં મારા પિતાશ્રીએ આર્ય સંસ્કૃતિ તથા સિંધુ સંસ્કૃતિ સંબંધમાં મને લખેલા પત્રની નકલ તમને સહ મોકલું છું, જે તમારા વિચારને પુષ્ટિ આપે છે. મારા પિતાશ્રીને આ પત્ર તેમના શતાબ્દી-ગ્રંથમાંથી લીધેલ છે. મજામાં હશો. - લિ. યશોધર મહેતાનાં સ્નેહ] -તંત્રી પથિક-દીપભૂવાંક | ૧૯૮૯ ક-નવે.
For Private and Personal Use Only