________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈયાર કરનારને જ લેખક' કહી શકાય, જ્યારે હસ્તલિખિત ગ્રંથની પ્રતિલિપિ તૈયાર કરનારને પણ લેખક કહેવાય છે. પ્રતિલિપિ તૈયાર કરવાનું કામ એક વિશિષ્ટ પ્રકારને ધંધે છે, પણ ધંધાકીય પ્રતિલિપિ ઉપરાંત સ્ત્રીઓ, એમાંય ખાસ કરીને જન સ ધી એ સાધુઓ અને સામાન્ય માણસોએ પણ આ જાતનું ધાર્મિક સુકૃત કામ કરવાની તીવ્ર ઈચ્છા રાખીને ભાગ લીધેલ છે. જ
ઉપર કહ્યું તેમ લહિયા માટે સામાન્યતઃ પ્રજાયેલે સૌથી પ્રાચીન શબ્દ લેખક હતો. આ સંદર્ભમાં એ સાદ ગ્રંથકાર નહિ, પણ લિપિકારના અર્થમાં પ્રયોજાયેલ. આને ઉલેખ પૂર્વે જોઈ ગયા તે પ્રમાણે રામાયણ મહાભારત તથા બૌદ્ધ સાહિત્ય અને જાતકોમાં પણ થયા છે. આ પરથી લેખતની કલા અને એને વ્યવસાય અસ્તિત્વમાં આવી ચૂક્યાં હતાં એમ સ્પષ્ટ થાય છે. એમાં ભિક્ષણીઓને ધર્મગ્રંથની નકલ કરવાના ઉપયોગી વ્યવસાય માટે લેખનકલા શીખ ાની છૂટ આપવામાં આવી છે અને કઈ છોકરે લેખનનો વ્યવસાય અપનાવે તે પોતે એનું ગુજરાન શાંતિથી અને નિરાંતથી કરી શકશે એમ જણાવ્યું છે.
રાજતંત્રમાં રાજકીય બાબતોને લગતાં અને દસ્તાવેજ પ્રકારનાં લખાણો મુસદ્દો ઘડવા માટે તેજોની જરૂર પડતી અને તેથી એવા કર્મચારીઓને પણ વિશિષ્ટ વર્ગ વિક. સાહિત્યમાં અને અભિલેખમાં લેખક શબ્દ કેટલીક વાર આ અર્થમાં પણ વપરાય છે, “મહાવચ્ચ અને જાતકે'માં આવા લખાણના ઉલ્લેખ આવે છે. પ્રાચીન અભિલેખમાં લેખક શબ્દ ધંધાદારી વર્ગના અર્થમાં વપરાય છે.
લિપિકર' યા લિબિકર : ઇ. પૂ. ચોથી શતાબ્દીમાં લેખકના અર્થમાં લિપિકર” અથવા “લિબિકર' શબ્દ વપરાયેસ છે. અશેકનાં શાસનમાં આ શબ્દ ઘણી વાર પ્રયોજાયો છે. સંસ્કૃત કેશે “લિપિ કરીને લેખકને સમાનાર્થ ગણાવે છે, પણ અશોકના શિલાલેખમાં આ શબ્દ બે અર્થમાં વપરાયો છેઃ લેખક અને કેતરનાર', કેમકે એમાં લિખ' ધાતુ લખવું અને કોતરવું એમ બંને અર્થ ધરાવે છે. રાજાના લિપિકરને કેટલીક વાર “જલિપકર' કહેતા. સંસ્કૃત સાહિત્યનું અને આભિલેખિક લખાણનું અધ્યયન કરતાં માલૂમ પડે છે કે "લિપિકર' શબ્દ લેખક કરતાં ઘણી ઓછી વાર વપરાય છે અને એ શબ્દ લેખક' કરતાં પ્રતિલિપિકાર” અને કાતરનારના અર્થમાં વધારે વપરાય છે.
દિવિર: દિવિર લેખક માટે વપરાતા બીજે શરદ છે. મધ્યભારતના ઈ.સ. પર૧-પર૨ ના એક અભિલેખમાં એ પહેલી વાર પ્રયે જાય છે. વલભીના ઈ.સ છઠ્ઠી સાતમી અને આઠમી સદીના લેખોમાં સાંધિવિગ્રહક કે જે લખાણનો મુસદ્દો ઘડતા તેને “દિવિરપતિ' અર્થાત “દિવિરોને વડો' કહ્યો છે. “દિવિરપતિ શબ્દ સૂચવે છે કે એના હાથ નીચેના ખાતામાં અનેક દિવિરો કામ કરતા હતા. અહીં “દિવિર” શબ્દ સ્પષ્ટતઃ કારકુને અર્થ ધરાવે છે. દિવિર પતિ ભૂમિદાન વગેરે વિષયોને લગતાં રાજ્ય શાસનેનો મુસદો ઘડતે હતે. ન્યૂલર લખે છે કે “દિવિર’ કે ‘દિવીર’ એ ફારસી ભાષાને “બિર' શબ્દ છે, જે પ્રાયઃ જ્યારે ઈરાન અને ભારતવર્ષ વચ્ચે વેપારી સંબંધે હતા તેવા સાસાની-સમય ઈ.સ. સાતમા-આઠમા સૈકામાં પશ્ચિમ ભારતવર્ષમાં પ્રચલિત થયા. આની વિરુદ્ધ દલીલ કરતા ડે. પાડે જણાવે છે કે ઈ.સ.ની સાતમાં કે આઠમી સદીમાં ભારતવર્ષમાં શક અથવા સાસાની શાસન ન હતું તેમજ ઈરાન અને ભારતવર્ષ વચ્ચે પણ વેપારી અથવા સાંસ્કૃતિક સંબંધ આ સદી દરમ્યાન ને હતા. દેવિર’ શબ્દને અથવા એનાં રૂપાંતરને ઉપગ પહેલી ચાર સદી દરમ્યાન મળતું નથી.“દિવિર” શબ્દને ઉદ્ભવ “દિપિકારનું પ્રાકૃત રૂ૫ “દિવિઅરદિવિર સહેલાઈથી થઈ શકે છે. દિપિકર અને
બિર' બંને શબ્દનું મૂળ એક જ હશે, કેમકે સંસ્કૃત અને ફારસી લાગિનીભાવાઓ છે. ૬૦]
૧૯૮૯ ઓકટે.-નવે. [ પથિક-દીપોત્સવ
For Private and Personal Use Only