SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિજુભાઈ બધેકા [બાળકેળવણીના પ્રણેતા] શ્રી દીપક જગતાપ, “અંકર” ભારતમાં બાળકેળવણીની શરૂઆત પૂર્વમાં કવિવર રવીન્દ્રનાથ ટાગેરે પ્રકૃતિના શિક્ષણ દ્વારા આમ, તે પશ્ચિમ છેડે ગુજરાતમાં બાળકને સાતંત્ર વ્યક્તિત્વ અપાવનાર, બાળકેળવણીના પ્રણેતા અને બાળકોના ગાંધી” તરીકે પંકાયેલા આપણા પ્યારા ગિજુભાઈ બધેકાની જન્મશતાબ્દી હમણાં જ ઊજવાઈ ગઈ. ૧૫ મી નવેમ્બર, ૧૮૮૫ ના રોજ સૌરાષ્ટ્રના વળા ગામે ઔદીચ્ય બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ગિરજાશંકર ભગવાનજી બધેકાએ ગુજરાતમાં મોટેસરી-પદ્ધતિની બાળકેળવણીનાં બીજ રોપ્યાં. ભાવનગરની શામળદાસ કૈલેજમાં એમણે શિક્ષણ લીધું. ૧૮૦૬ થી ૧૯૧૨ સુધી એઓ આફ્રિકામાં રહ્યા. ૧૯૧૩માં ડિસ્ટ્રિક્ટ કેટ પ્લીડરની પરીક્ષા પસાર કરી વઢવાણ કેમ્પમાં વકીલાત શરૂ કરી. ૧૯૨૦ માં એમણે બાલમંદિરની સ્થાપના કરી. એ પછી ૧૯૨૩ માં બાલ અધ્યાપન મંદિર” સ્થાપ્યું. ૧૯૨૫માં શિક્ષણwત્રકા' માસિક શરૂ કર્યું. ગિજુભાઈએ બાળ સાહિત્ય ઉપર અસંખ્ય પુસ્તક લખ્યાં, જે પૈકી અક્ષરજ્ઞાનયોજનાનાં ૫ પુસ્તક, શિક્ષણશાસ્ત્રના ૩૦ પુસ્તક, બાલસાહિત્યનાં ૧૪૦, એમ ૧૭૫ પુસ્તક લખ્યાં હતાં. બાળસાહિત્યનાં આપણું વિશાળ વાચન અને લેખનકાર્ય કરનારા આપણા ગિજુભાઈ એકમાત્ર બાલસાહિત્યકાર ગણાય છે. ઈ.સ. ૧૯૨૯માં બાલસાહિત્યની સેવા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયે, એમને મને સાહિત્ય એટલે “ભાષા, વસ્તુ અને શૈલી મળીને સાહિત્ય સર્જવું જોઈએ. હદયને ડેલાવે, બુદ્ધિને તેજ કરે, જિજ્ઞાસાને પિવે, આભાને ઉદાર બનાવે તેવું છતાં હસતું રમતું એવું હદયના ઊંડાણમાંથી ઝણઝણીને જીવન શૈધવા માટે બહાર આવી ગયેલું સર્જન એટલે સાહિ૫.” ગિજુભાઈને “શીધ્રપ્રયોગ નાટયપ્રવૃત્તિ ખૂબ ગમતી. એમાં દલો તરવાડી, મિયાં ફૂસકી, સસાભાઈ સાંકળિયા, વગેરે બાલવાર્તાઓના સંવાદ નાટક-રૂપે ભજવાવતા, વળી બાળકને કુદરતી વાતાવરણમાં પ્રકૃતિ દ્વારા શિક્ષણ મળે એ માટે નદીકિનારે કે ડુંગરાળ પ્રદેશમાં લઈ જવાતા, જેથી બાળકે કુદરતને ખોળે મુક્ત વિહાર કરી શકે, એમનું માનવું હતું કે આવા પ્રવાસ બાળકોના માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. વળી ગિજુભાઈ વાલી–સંપર્ક અંગે બહુ સજાગ હતા. એઓનું માનવું હતું કે બાળકાના સંપૂર્ણ વિકાસ માટે બાળક અને વાલીઓ વચ્ચે જીવંત સંપર્ક જરૂરી છે. એ વાલીને મળવા એમને ઘેર જતા, જેથી બાળક કેવા વાતાવરણમાં રહે છે એની માહિતી મળે અને એ ઉપરથી બાળકને માટે જે કરવાનું એ વિચારી શકતા. ગિજુભાઈએ બાલમંદિરમાં બાળનાટકોને સ્થાન આપીને નાચ ક્રાંતિ સર્જી હતી. એમને આગ્રહ હતો કે બાળકો સમક્ષ એમની વય કલાને ધ્યાનમાં રાખીને સહજ સ્વાભાવિક હાવભાવ-સહિત અને જેમપૂર્વક નાટક ભજવાવાં જોઈએ, એમનાં નાટકમાં રંગમંચ ન હોય તે ચાલતું. પડદા માઈક લાઈટ વેશભૂષા મેકઅપ વગેરેની જરૂર નહિ. જે સાધન ઉપલબ્ધ હોય તેનાથી કામ ચલાવીને ઉત્તમ રીતે નાટક ભજવી બતાવતા એ એમનાં નાટકની સફળતાનું પ્રમાણ હતું. બાલનાટ દ્વારા ગિજુભાઈ બાળકની જિજ્ઞાસાને અને કહપનાને પણ આપવા માગતા હતા, એ ઉપરાંત બાળકમાં રહેલે સંકેચ દૂર કરે, વાપટુતા લાવવી, શબ્દભંડોળ વધારી ભાષાવિકાસ વધાર, અનુકરણ અને અભિનવશક્તિને ખીલવવી, એ દ્વારા બાળકોને શિક્ષિત અને સરકારી બનાવવાને એમના મારથ હતા. ગિજુભાઈ કહેતા : “તમે જાણે છે, નાટક દ્વારા હું બાળકને શું ૧૯૮૯ -નવે, [ પથિા-દીપેસવા ૧૮) For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy