SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર ૮૫ પવિત્ર શિલ્પકલાનું કેંદ્ર હતું. શ્રવણ બેલગેલાની ૪૭૦' ઊંચી ઇદ્રગિરિ ટેકરીના મથાળા ઉપર પ૮ ઊંચી જગવિખ્યાત મટેર–બાહુલિની પ્રચંડ પ્રતિમા બારસે વર્ષથી જગત પર અમીદ્રષ્ટિ નાખતી ઊભી છે. બારીક રજકણોથી બંધાયેલ પાકા કઠણ કાળમીંઢ પથરની એક જ પૌલખંડની આ વિરાટ મૂતિ ગંગ શિપકલાને કીર્તિ-કલશ છે. મેટું ગોળ મસ્તક, ભરાવદાર ગરદન, પહોળી છાતી, શરીરથી જુદા બંને બાજુ ઝુલતા આજાનુબાહુ, પુરી પર દેઢ રાખેલા બંને પાદ, ડેક પરની વલ્લરેખા, હથેળીની રેખા, હાથ પગનાં આંગળાના નખ, માથા પરના કેશગુર૭, લલાટ પર ફરકતી વાળની લટ, અર્ધખુલાં નેત્ર, મંદ દાયેલું સ્મિત, વગેરે મોટા માપમાં પણ મને હર રૂપમંડિત છે. દિગંબર કેવલી સિદ્ધની ત્યાગવૃત્તિ, ધ્યાનસ્થ વિનમ્ર આત્મનિઝ ભૂતલ ઉપર ઊભેલા મહાસિદ્ધની મહામૂર્તિમાં દેખાય છે. મહાપુરુષનાં સર્વ અંગલક્ષણ અહીં છે. મૌસમયની પથ્થરને ઘસી લીસે કરવાની કલા આ પ્રતિમા ઉપર દેખાય છે. લીપ એપ તે આપે છે, પણ ચળકતી સપાટી આ ખુલ્લામાં ઊભેલ પ્રતિમાને કાળ સામે હવામાનની વિષમતાઓ સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે. લાંબા સમયથી ધ્યાનસ્થ સિદ્ધના પગે વેલ ઊગીને ઊંચે ચડી ગયેલ છે; વેલ વડે પૃથવી જાણે સંતને પગેથી પકડી રાખે છે. ગોમટેશ્વર-બાહુબલિની પ્રતિમા માપ અને રૂપમાં અનન્ય છે. આવી પ્રતિમા બીજે ક્યાંય ભાગ્યેજ છે એમ ફર્ગ્યુસન કહે છે. રાષ્ટ્રટાની શૈલી ગંગાશિપીઓએ પલવશિપના માધ્યમ ‘ગ્રેનાઈટ'માં ઉતારી છે, એલિફન્ટાના ત્રિમૂર્તિ શિવ ને બમિયાનના બુદ્ધની મૂર્તિઓ બહુ વિશાળ છે, પણ એ રેતિયા ને ચૂનાના ખડક પર કરેલ છે, જયારે બેલગેલાના બાહુબલિ મામાલપુરનાં શિલ્પાની જેમ પાકા કઠણ અગ્નિજન્ય પથથર પર કંડારેલ છે. મૈસૂર પાસે મેલકેટ ટેકરી પર ગુફામંદિર, ગુ મંડળને ચામુંડરાયના દસમી સદી સમયનાં તિલ ત્રિતલ જૈન મંદિર વગેરે જૈન શિલ્પપાપત્યનાં સ્થાન છે. ખાસ કરીને આ મંદિરમાં કલામય ભારે સ્તંભો લક્ષ ખેંચે છે. શ્રવણબેલગેલાની ઇદ્રગિરિ ટેકરી પર ચંદ્રગુપ્ત વસતિમાં ઊભા પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે. બેલગોલા મઠમાં અનેક પ્રતિમાઓમાં એક પ્રાચીન ધાતુપ્રતિમા ગોમટેશ્વરની છે, જેના ઉપરથી વિરાટ ગોમટેશ્વર થયા હોય એમ લાગે છે. દસમી સદીની અનેક હિંદુને જૈન મૂર્તિઓ આ પ્રદેશનાં મ્યુઝિયમમાં છે. દક્ષિણ ભારતવર્ષ વિશ્વમાં વિદેશી હૂમલાઓ અને મંદિરોની ભાંગફેડમાંથી બચી ગયેલ હતું અથવા બહુ થોડા પ્રમાણમાં વિનાશક અસર ત્યાં થઈ હતી. ચાલુક્યવંશી પુલકેશીએ સામ્રાજ્ય સ્થાપ્યું. ઈ. સ. ૫૦૦ થી ૭૦૦ ને એ સમયમાં બૌદ્ધ ધર્મ સાથે બ્રાહ્મણધર્મનું ઉત્થાન થયું. નાશિક ધર્મ અને સાહિત્યનું કેંદ્ર બન્યું. પછી સામ્રાજ્યસત્તા રાષ્ટ્રકૂટાના હાથમાં ગઈ. બાદામી એહેલ પટ્ટદકલ અજિંઠા ઈલેરી અને એલિફન્ટાના કલાભંડાર ચાલુક્ય-રાષ્ટ્રના પ્રોસાહનથી ઉદ્દભવ્યા. બાદામીની ત્રણ ગુફા બ્રાહ્મણધર્મની છે અને એક જૈનધર્મની છે. એ ચારે ગુફાઓમાં ચાલુક્ય રાષ્ટ્રકુટની (ઉત્તર-દક્ષિણની) અસર દેખાય છે. એકમાં શેષશાયી વિષ્ણુ છે એ “રિલીફ” ઈ. સ. ૫૭૮ નું છે. સુંદર નટરાજ છે, જેને દસ ભુજ છે. શરૂઆતની ઈલેરા ગુફાઓમાં ચાલુક્ય શૈલીમાં ગુપ્ત-અસર છે. દશાવતાર ગુફા તેમ રામેશ્વર ગુફા વરંડાનું ધટપલવ-શિપ વગેરે ગુપ્તૌલીનાં છે. ઈલેરામાં બૌદ્ધ ગુફાઓ એકાંત અને શાંતિ માટે હતી, શૈવ ગુફાઓ શક્તિ અને નિજાનંદ માટે તથા જૈન ગુફાઓ તપ અને ઇલેક માટે એ યુગમાં થયેલ છે. ઈલેરામાં શિપમાં ઉતારેલ સર્વ પાત્ર સંપૂર્ણ ને સશક્ત છે. ગંગા યમુના દ્વારપાલે નટરાજ શિવ-પાર્વતી દેવી તપસ્વી રાવણ સત–માતા સરસ્વતી વગેરેની શક્તિ દર્શાવતી પ્રતિમાઓ છે. For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy