________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપુરાતત્વીય ઉત્નનનના શ્રી ગણેશ
શ્રી છે. મ. અત્ર
ભાવનગર જિલ્લામાં ગઢડા તાલુકાના ચિરોડા ગામને પાદર દશેક તંબુઓ નાખીને પડેલા એકાદ ડઝન જેટલા પુરાવિદો એરિયા નામના હરપ્પીય ટિંબાનું વૈજ્ઞાનિક ઢબે પુરાતત્વીય ઉખનન હાથ ધરવા કટિબદ્ધ બન્યા છે.
રાજ્યના પુરાતત્વ નિયામક શ્રી અત્રિની રાહબરી હેઠળ દેશી-વિદેશી પુરાવિદોના આ જૂથમાં પહેલી જ વાર અમેરિકાના વિદ્વાનો સમાવેશ થાય છે, જેમાં બે સ્ત્રીઓ પણ છે.
વારાણસીમાં અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટી એક સંસ્થા ચલાવે છે. એનું નામ છે ભારતીય અભ્યાસ માટેની અમેરિકી સંસ્થા.” એ સંસ્થા અંતર્ગત “ કલા અને પુરાતત્વ કેન્દ્ર ” ચાલે છે. એ કેન્દ્ર તરફથી યુનિવર્સિટી મ્યુઝિયમના ક્યુરેટર છે. પહેલની આ કામ માટે વરણી કરવામાં આવી છે.
સને ૧૯૪૧ માં જન્મેલા છે. પરહેલ માનવજીવન વિજ્ઞાનમાં એમ. એ. અને પીએચ.ડી. થયેલા છે. એક વર્ષ સુધી એમણે અમેરિકી લશ્કરમાં ફરજ બજાવી છે. સને ૧૯૭૨ થી તેઓ માનવજીવન વિજ્ઞાન અને દક્ષિણ એશિયાના પુરાતત્વમાં પ્રાધ્યાપકી કરી રહ્યા છે. સન ૧૯૭૧-૭ર માં, સોમનાથ પાસે નગર ટિંબાના ઊત્પનનમાં તેઓ આવેલા. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ફરીને એમણે ક્ષેત્રાષણ કરેલું. સિધુ સભ્યતા અંગેનાં એમનાં ચારક પુસ્તક પ્રસિદ્ધ થયાં છે. માનવજીવન વિજ્ઞાન અને પુરાતત્વ વિજ્ઞાનના સુમેળથી બનતા નવપુરાતત્ત્વ વિજ્ઞાનના તેઓ હિમાયતી છે. માનવજીવન વિજ્ઞાનની દષ્ટિએ આપણી પ્રાચીન સંસ્કૃતિને સમજવા મથતા છતાં થરવાર ખેદકામમાં પણ તેઓ આગ્રહી છે.
રાજ્ય પુરાતત્વખાતાના ચારેય અધીક્ષક પુરાતત્વવિદો આ કામમાં ફાળો આપી રહ્યા છે તેમ છતાં ખાતાના પશ્ચિમ વર્તુળને વડા શ્રી યુ.. ચિતલવાલાને સંપૂર્ણ સંશોધન કાર્યક્રમને લગતી ખાસ કામગીરી સોંપાઈ છે.
અમેરિકી સંસ્થા તરફથી ડે. પિસ્ટહેલની સાથે આવેલ વિદ્વાનમાં શ્રી પાઉલ રિસમન ઉક્ત યુનિ. વર્સિટીમાં માનવજીવન વિજ્ઞાનમાં પીએચ.ડી. કરી રહ્યા છે. તેમણે આ અગાઉ અમેરિકા અને ઈરાનમાં પુરાતત્તવય ઉખનનની અને ગુજરાતમાં પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણની કામગીરી કરી છે અને અનુભવ મેળવ્યું છે; કુ. વેગનર પુરાતત્વમાં એમ. એ. થયેલાં છે અને પીએચ.ડી. કરી રહ્યાં છે. દામમાંથી નીકળતી મારીને તારણ પદ્ધતિથી ધોઈને તેમાંથી વનસ્પતિ, અનાજ વગેરેનાં સૂક્ષ્મ અવશેષો શોધી કાઢકાની કળાનાં તેઓ નિષ્ણુત છે. અને કુ. નેન્સી માનવજીવન વિજ્ઞાનમાં એમ. એ. થયા બાદ પીએચ.ડી.ની તૈયારીના
એ ભાગ રૂપે ગુજરાતમાં વહાણ-નિર્માણની પારંપરિક પદ્ધતિઓને અભ્યાસ કરી રહ્યાં છે. જ્યારે કે હૈ, પહેલે અમેરિકા, પાકિસ્તાન, ઈજિપ્ત અને પશ્ચિમ ભારત (મહારાષ્ટ્ર અને ગુજરાત)માં લગભગ ૧૪ જેટલાં સંશોધન-કાર્યોમાં ભાગ લઈને વીસે લેખ લખ્યા છે.
ગુજરાતમાં સિધુ સભ્યતાના અવશેષો ધરાવતા લગભગ ૨૮૫ જેટલા ટિંબા છે. એમાંથી અત્યાર સુધીમાં ૨૦ જગ્યાએ ખેદકામ થઈ ચૂકેલ છે. આ ૨૧-મા ટિંબાની પસંદગી વિશિષ્ટ કારણોસર કરવામાં આવી છે.
સિધુ સભ્યતા માત્ર સિધુ નદીના તટ પ્રદેશ પૂરતી મર્યાદિત નહોતી કે તે હવે સિદ્ધ થઈ ચૂકેલી બાબત છે. માત્ર રાજકેટ જિલ્લામાં આ સભ્યતાના લગભગ ૫૩ જેટલાં, બીજા કોઈ પણ જિલ્લા કરતાં
-
For Private and Personal Use Only