SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચે દીપોત્સવ: લેખક-શ્રી વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ બી. એ. રાત્રીનું અવસાન એટલે પ્રભાતને જન્મ. રાત્રિમાં અંધકારને નિદ્રા છે. શોકને વેદના છે. ભયને ચિંતા છે. પ્રભાતમાં શાંતિ છે, સ્કૂતિ છે, નિર્મળતા છે ને જાગ્રતિનું બળ છે. જીવનનું અંધારું આંગણું ઉષાના અજવાળાથી હસી ઉઠે ત્યારે સાચો દીપોત્સવ થાય છે. - ભ૦ બુદ્દે કહ્યું ત્તારમતિ “હું નથી જ” દેહભાવે જાય છે એટલે સૌ કોઈ બેલી ઉડે છે Rાઇમમીતિ. દેહભાવે એટલે રાત્રિ. રાત્મભાવ એટલે પ્રભાત. દેહભાવ છૂટ એટલે મહાવિદેહક્ષેત્ર પ્રાપ્ત થયું જ. આમભાવ મળે તો કોઈ ઈશુ ખ્રિસ્તની જેમ બોલી ઉઠે છે “ My father and I am one.” હું ને મારા પિતા એક છીએ. આનું નામ આત્મભાવ-તત્વસાક્ષાત્કાર. જીવનનું . પ્રભાત ત્યારે ઉઘડે છે ને સાચે દીસિવ ઉજવાય છે. જીવનનું પ્રભાત ઊગે છે જ્યારે તત્વજ્ઞાન જીવંત બને છે. ત્યારે જીવંત તત્વજ્ઞાન કેને કહેવાય? ગમે તેવું મહાન તત્વજ્ઞાન હેય પણ જયાં સુધી જીવનના રેજના પ્રસંગોમાંથી તે તત્વજ્ઞાન જડી આવતું નથી ત્યાં સુધી તે તત્વજ્ઞાનની કીમત કેવલ શાસ્ત્રાર્થ ને વાદવિવાદ પૂરતી ભલે હેય પણ વિશેષ તે નથી જ. જીવંત તત્વજ્ઞાન જીવનના રોજના પ્રસગમાંથી શોધવાનું છે અને નહી કે માત્ર તાડપત્રની પેથીમાંથી કે સુવર્ણશાહીથી લખાયેલ પુસ્તકમાંથી. જેમ ભગવાન બુદ્ધે રસ્તા પરના વૃદ્ધ ને રોગીમાંથી પિતાની આસપાસની જીવતી દુનિયામાંથી, મૃત્યુ ને જીવનનું તત્વજ્ઞાન શોધ્યું કે ભર્તુહરિએ વેદી સ્ત્રીની ચાલચલગતમાંથી સાર સંસારનું તત્વજ્ઞાન મેળવ્યું તેમ ઉપનિષદ કે વેદપુરાણના સર્વાત્મભાવનું તત્વજ્ઞાન ગમે તેટલું ચર્ચાએ પણ તેને જીવંત કરવું હોય તે રોજના પ્રસંગમાંથી જ તે તત્વજ્ઞાનને શોધવું જોઈએ. રસ્તા પરના હડકાયા કૂતરાને જોઈને કે પીળા વીંછીને જોઈને પણ જ્યારે વજનમિલાપને આનંદ થાય ત્યારે સમજવું કે એ સર્વવ્યાપી બ્રહ્મની ફિલ્મણી ઉપનિષદમાંથી જીવતી થઈ છવનમાં આવી છે. આ રીતનું જીવંત તત્વજ્ઞાન અંતરમાં દીપોત્સવ કરે છે. સાચે દીપસવ તે જ છે. દેશાંતર કરવું તે તો આજે એક એરડામાંથી બીજા ઓરડામાં જવા જેવું થઈ ગયું છે. શિ. ટનમાં ખાઈ-પીને આરામ ખુરશી પર બેઠેલ એક અમેરિકન આજે પેકિંગમાં રહેતા ચીના સાથે .વિજ્ઞાનબળે નિરાંતે વાતચીત કરી શકે છે અને પાંચ હજાર માઈલનું અંતર ખસી જઈ બને જાણે કે સામા માનવીના ખભા પર હાથ મુકી વાતચીત કરી રહ્યા છે. આ તે છે પ્રયોગશાલાના સ્થલ જ્ઞાનને પ્રકાશ. જીવંત તત્વજ્ઞાનનું તેજ આનાથી સહસ્ત્રટિગણું છે. મૃત્યુતિમિરનેય ઉચ્છેદનાર આ જીવંત તત્વજ્ઞાનની તદીપિકા પ્રકટાવી આપણે સાચે દીપર્વ ઉજવવો જોઇએ. - આ જીવંત તત્વજ્ઞાન પ્રકટે છે ત્યારે નવું મૂલ્યાંકન કરતાં માનવી શીખે છે. વ્યવહારિક જીવનમાં આજે આપણી દષ્ટિ અર્થપ્રધાન છે. દરેક વસ્તુનું મૂલ્ય આપણે તેના ચાંદીના અંકગણિતથી કાઢીએ છીએ. આજે અર્થપ્રધાન દષ્ટિ ગૌણ કરી નિતિક મૂલ્ય વધારવાની જરૂર છે. આથી જ અર્થપ્રધાન દષ્ટિ તેને પૂરે સંતોષ નથી આપી શકતી, તે નવું મૂલ્યાંકન શીખે છે. એવાં નૈતિક મૂલ્યો આવડયાં પછી તે સંદર્યવતી સ્ત્રીને પણ ભર બુદ્ધ જેમ પરમાણુને જથ્થો જ માને છે; ગુરુ ગોવિંદસિંહ જેમ ભેટ આવેલા રનના કડાને પણ બાજુનાં ધરામાં ફેંકી દે છે. પ્રત્યેક જીવનના વિષયને મૃત્યુ વિષે પણ તે નવું મુલ્યાંકન કરે છે. બનેડ શૉ જેમ જીવનને ઘટતી જતી મીણબતીને સદા વધુ તેજસ્વી મશાલરૂપે જુવે છે. આ છે નૈતિક દષ્ટિતા નવા મૂલ્યાંકનો. જીવન સુખી કરવાને આ એક જ ઉપાય છે કે આપણે અર્થપ્રધાન દષ્ટિ કરી નિતિક મૂલ્યો શીખીએ. એવું નવું મુલ્યાંકન કરતાં આવડે તેજ જીવંત તત્વજ્ઞાન છે. એવું જીવંત તત્વજ્ઞાન પ્રકટે એટલે જીવનનું મંગલ પ્રભાત ઊગ્યું કહેવાય અને એ જ સાચે દીપોત્સવ કહેવાય. For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy