________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪.
શ્રી રન ધર્મ પ્રકાર
[ અશોક
વિચારોને જીવનમાં ઉતારવાને સતત પ્રયાસ કરીશું તે મને ખાતરી છે કે આજની આપણી વિષમાવસ્થાનો સરવર નાશ થશે.
ધર્મવિકાસની ચાર ભૂમિકાઓ. ધાર્મિક જીવનને ક્રમશઃ વિકાસ થાય તે માટે જિનશાસનમાં માગનુસારીપણું કે વ્યવહારશુદ્ધિ, સમ્યકત્વધર્મ કે સત્યાસત્યનો વિવેક, દેશવિરતિ કે શ્રાવકધર્મ અને સર્વવિરતિ કે સાધુધ એ ચાર ભૂમિકાઓ બતાવેલી છે. આ ભૂમિકાઓ ઉત્તરોત્તર શુ છે, એટલે પ્રાકૃત જીવન કરતાં માર્ગાનુસારીપણું ચડિયાતું છે, માર્ગાનુસારીપણું કરતાં સમ્યકત્વધર્મ ચડિયાત છે, સમ્યક્ત્વધર્મ કરતાં દેશવિરતિપણું ચડિયાતું છે અને દેશવિરતિ કરતાં સર્વવિરતિપણું ચડિયાતું છે. બીજા શબ્દોમાં કહીએ તે સાધુજીવનને યોગ્ય થવા માટે દેશવિરતિનું પૂણું પાલન જરૂરી છે અને દેશવિરતિને યોગ્ય થવા માટે ન્યાયથી દ્રવ્ય મેળવવું આદિ ૩૫ ગુણો કેળવવા અગત્યના છે. આ વિકાસક્રમને લક્ષમાં લેતાં આપણે ધાર્મિક જીવનની કઈ ભૂમિકા ઉપર ઊભા છીએ, તે પારખવું મુશ્કેલ નથી.
ભારત જેવા ધમપ્રધાન દેશમાં લડાઈ પછી જે નૈતિક પતન થયું છે, તેને વહેલી તકે સુધારવાની જરૂર છે અને તે માટે “સર્વોદય-સમાજ,” “ વ્યવહારશુદ્ધિ મંડળ કે “અણુવ્રતી સંઘ' જેવી જે યોજનાઓ અમલમાં આવી છે, તેને આપણા સંઘે લક્ષમાં લેવા જેવી છે. * માર્ગને અનુસરનાર મનુષ્યનાં હદયમાં જ્યારે સત્યની જિજ્ઞાસા, સત્યને પ્રેમ અને સત્યને આગ્રહ પ્રકટે ત્યારે તેને સમ્યફવની સ્પર્શન થાય છે અને તે દેવ, ગુરુ અને ધર્મનાં સ્વરૂપનું ચિંતન કરવા લાગે છે. તેમાં જે દેવ, જે ગુરુ અને જે ધર્મ દેષરહિત લાગે તેને તે સ્વીકાર કરે છે. આપણું તત્વજ્ઞાનીઓના અભિપ્રાય મુજબ “ અહંત” એ શુદ્ધ દેવ છે, “નિગ્રંથ મુનિએ શુદ્ધ ગુરુ છે અને સર્વજ્ઞોએ સમજાવેલું તત્વ એ શદ્ધ ધર્મ છે. આ દેવ, ગુરુ અને ધર્મની અનન્ય મને ઉપાસના કરવાથી સમ્યકત્વમાં સ્થિરતા આવે છે અને દેશવિરતિ કે શ્રાવકધર્મના પાલનની એગ્યતા પ્રકટે છે. - દેશવિરતિ ધર્મમાં ગૃહસ્થને આદર્શ નાગરિક બનાવવાની જે પેજના રહેલી છે. તે વધુ વિશદ રીતે બહાર લાવવાની જરૂર છે અને તેના પ્રચાર માટે પૂરતે પરિશ્રમ લેવાની આવશ્યકતા છે. ખેતર સારી રીતે ખેડાયેલું હોય તે તેમાં વાવેલું બીજ સારી રીતે ઊગે છે, તેમ ગૃહાથજીવને ઉત્તમ પ્રકારનું હોય તે તેમાંથી થતાં સાધુઓ ઉત્તમ કોટિના થાય એ દેખીતું છે.
. સર્વવિરતિ ધમ એક પ્રકારની ઉત્કૃષ્ટ યોગસાધના છે કે જેને આશ્રય લઇને અસંખ્ય–અનંત આત્માઓએ મુક્તિ મેળવવાનું પિતાનું ધ્યેય સિદ્ધ કર્યું છે. વૈભવ અને વિલાસના આ જમાનામાં આવી ઉત્કૃષ્ટ યોગસાધનાને સ્વીકાર કરવો એ નાનીસૂની વાત નથી, એટલે જે આત્માઓ આ મસાધનાને સ્વીકાર કરીને તેનું પાલન કરી રહ્યા છે, તેમને હું વિનય, ભક્તિ અને બહુમાનપૂર્વક વંદના કરું છું.
For Private And Personal Use Only