________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ૯ મે ]
ધમનું ધ્યેય: જીવનની સર્વાંગી શુદ્ધિ,
૧૮૧
સમજાયું છે કે આ વાદળાંઓને ભેદવાના સબળ પ્રયાસ નહિ થાય તે તે દિવસે મેધલી રાત પ્રવશે. વિચારકા અને લેખકે આ વિધ્વંસકારી વિચારને અનેક દૃષ્ટિએ નિહાળી રહ્યા છે અને તેના ઊકલ રજૂ કરી રહ્યા છે.
એ દૃષ્ટિ.
એક દિષ્ટ એવી છે કે આ ભારતવષ ઉપર અંગ્રેજોએ એકચક્ર દોઢ સૈકા સુધી રાજ્ય કર્યું, ત્યારે જે કેળવણીના ક્રમ રજૂ કર્યાં અને જે પ્રમાણે શિક્ષણુ આપ્યુ તેમાં પ્રેટેસ્ટન્ટ વૃત્તિનું પ્રાધાન્ય હતું. આ વૃત્તિ એવી છે કે તેમાં ‘ ભાવના ’તે સ્થાન નથી, પણ ‘ બુદ્ધિ ’તે સ્થાન છે. એટલે કે જે બુદ્ધિની સરાણે ચડી શકે તે જ તત્ત્વ ગ્રહણ કરવું. એક વખત આટલા નિર્દોષ દેખાતા સિદ્ધાંત કબૂલ થયા, એટલે પરિણામ એ આવ્યુ કે મહિષ એ સેંકડ વર્ષ સુધી જે ગાયું હતું કે “ અમારી બુદ્ધિને તે મહાન તત્ત્વ દારા ” તે નિરર્થંક થવા લાગ્યું. અને આ કેળણી પામેલા પુરુષો એમ વિચારતા થયા ઃ—‘ ભાવના ' અવાસ્તવિક છે, જ્યારે ‘ બુદ્ધિ ' સર્વસ્વ છે. આવી સૃષ્ટિ આવી એટલે શિક્ષિત સમાજ ને કે ખ્રિસ્તી થયા નહિ, પણ પ્રોટેસ્ટન્ટ તેા જરૂર થયેા. શિક્ષિત સમાજ સામાજિક અને રાજ્કીય હીલચાલેામાં દુન્યવી સુખને પ્રધાનપદ આપતા થયા અને તે પ્રમાણે સુખલાલસાની નાગચૂડમાં ફસાયા એટલે તેને છૂટવાને આરેા રહ્યો નહિં. આને અથ એ નથી કે પ્રેટેસ્ટન્ટ વૃત્તિવાળા શિક્ષિત વર્ગ કાઇ પણ જાતને ત્યાગ કરી શકતા નથી કે કાઇ પણ જાતનું કષ્ટ સહન કરી શકતા નથી, પરંતુ તે જે ત્યાગ કરે છે અને જે કષ્ટ સહન કરે છે તે ક્ષણિક અને આવેશયુક્ત હેાય છે. હૃદયનાં ઊંડાણમાંથી વસ્તુ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે તે ભાવનાપ્રધાન ડેાય. બીજી તેવા ત્યામ કરવામાં અને કષ્ટ સહન કરવામાં વણુિકત્તિનું પ્રાધાન્ય ડ્રાય છે, એટલે કે ઉત્તરકાલીન લાભની અપેક્ષા હેાય છે.
ખીજી દષ્ટિ એમ કહે છે કે પ્રાચીન સમયમાં જીવનનું આધિપણ ધને સાંપવામાંઆવ્યું હતું, જ્યારે આજે તેનું ઉત્થાપન કરવામાં આવ્યું છે. કુદરતનેા કાયદો છે કે ક્રાઇ જગ્યા ખાલી રહી શકતી નથી. તે નિયમે ‘ ધમ' ગયા એટલે તેની જગ્યાએ
.
* સંસ્કૃતિ ' આવી. ધમનું ધ્યેય જીવનની શુદ્ધિ છે; જ્યારે સંસ્કૃતિનું ધ્યેય જીવનની સમૃદ્ધિ છે. માત્ર જીવનની શુદ્ધિ ઉપર મંડ્યા રહેવાથી સભવ છે કે જીવન નીરસ અને શૂન્ય જણાય, તેમજ માત્ર જીવનની સમૃદ્ધિ ઉપર મંડ્યા રહેવાથી સભવ છે કે જીવત ખાજારૂપ જણુાય. અલબત્ત જીવનની નાની નાની બાબતમાં પશુ જો ધમની પકડ સમજપૂર્વક કરવામાં ન આવે તે માનવતા રહેતી નથી, તેમજ સંસ્કૃતિ પણ સંકુચિત અર્થમાં મણુ કરવામાં આવે અને તેના અર્થ માત્ર ગાવું, બજાવવું, નાચરગ કરવા, સિનેમા જોવા, એવા કરવામાં આવે તે મનુષ્ય એશઆરામને ગુલામ થઇ જાય અને મનુષ્યતા ગુમાવે. ' ધર્માં 'માં જે તેજ અને આશા છે, તે હજી સુધી ‘સંસ્કૃતિ ' મેળવી શકી નથી; માટે જો માનવસમાજનું કલ્યાણુ ચાહતા હોઇએ તેા ધર્મનું તેજ, માનવતાના સંસ્કાર, ચારિત્રવાનાની વીરતા અને શ્રમજીવાતી શ્રમવૃત્તિ, આ સબળના સમન્વય સાધવા જોઇએ.
For Private And Personal Use Only