SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઈના આપણું તીર્થો અને મંદિરના લગતા મનનીય વિચારે. રા. ર. શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈ દુકાળ રાહતના કામ માટે તા. ૩ અને ૪ મે ના રોજ કંડલે આવ્યા હતા. કંડલાના મહાજને તેઓશ્રીનું ભાવભીનું સન્માન કર્યું હતું. તા. ૬ ના સવારે વેલાસર તેઓશ્રી કુંડલાના જૈન સંધના આમંત્રણને માન આપી સંધને મકાને પધાર્યા હતા. સાથે રાહત કમીટીના સભ્યો તથા માનનીય પ્રધાન શ્રી જાદવજીભાઈ મોદી હતા. શ્રી સંધ તરફથી શેઠશ્રીએ જૈન સંઘની જે ઉત્તમ સેવા કરી છે, સંઘના ઘણા કામમાં માર્ગદર્શન કરાયું છે, અને તીર્થોના અનેક જજૂના ઝઘડાઓ કુશળતાથી પતાવ્યા છે તે માટે અભિનંદન આપવામાં આવ્યું હતું. હું પણ હાલમાં હવાફેરે કંડલે રહેતા હોવાથી તે મેળાવડામાં હાજર હતા. શેઠશ્રીએ આ પણ સંધાને ઉદ્દેશી કેટલાક હિતવચને કહ્યા હતા, તે જૈન સમાજે હૈયે રાખવા જેવા હોવાથી તેને સંક્ષિપ્ત સારાંશ અહીં આપવામાં આવે છે. શેઠશ્રીએ કહ્યું હતું કે-હિંદુસ્તાનના અનેક ધર્માનુયાયીઓના મંદિરો મેં જોયા છે, પણ જે સ્વચ્છતા, વિશ્રાલતા અને સ્થાપત્ય-કલારસિકતા જૈન મંદિરમાં જોવામાં આવે છે તે બીજા મંદિરોમાં ભાગ્યે જ જોવામાં આવે છે. આપણા વડીલેએ મુસલમાન રાજય જેવા વિષમકાળમાં પણ વ્યવહારકુશળતાથી આપણા તીર્થો અને મંદિરને સાચવ્યા છે, અને આપણને અપૂર્વ વારસે આપે છે, જે સાચવી રાખવાનું અને તેમાં વૃદ્ધિ કરવાનું આપણું કર્તવ્ય છે. શેઠશ્રીએ આગળ ચાલતાં કહ્યું હતું ક-મને કહેતા દુઃખ થાય છે કે હાલમાં આપણું ભાઈઓમાં એક એવી ઘેલછા થયેલ જોવામાં આવે છે કે મંદિરોના સમારકામ વિગેરેમાં થોડા ઘણા પૈસા ખર્ચે ત્યારે પણ પિતાના નામ અમર કરાવવા તખતીઓ ચડાવવાની ઉગ્ર ભાવના રહે છે, જેને આપણું સંઘના અગ્રેસરે પણ ઉતેજન આપે છે. જે યશાલી છએ હજારો લાખ રૂપિયા ખર્ચા મંદિર બંધાવ્યા છે, ઉદ્ધાર કરાવ્યા છે તેઓએ પિતાના નામ અમર કરવા આવી તખ્તીઓ ચેડાવ્યાનું જોવામાં આવતું નથી. આવી તખ્તીઓ એડવાની, ચેડાવવાની અજ્ઞાન પ્રથા બંધ કરવી જોઈએ. પૂણ્ય કરવાના આશયથી કરેલ કામ સ્વ૮૫ કિંમતે વેચી નાંખવાનું ન જોઈએ. બીછે હકીક્ત શેઠશ્રીએ એ કરી હતી કે-આપણે ત્યાં પટે ચીતરાવી કાર્તિકી પુનમ જેવા દિવસે દીવાલે દર્શન માટે મૂકવાનો જૂનો રિવાજ છે. શ્રી શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, પાવાપૂરી આદિ ભવ્ય તીર્થોના પટો ચીતરવામાં આવે છે. હાલ એક એવી પ્રથા કેટલેક સ્થળે જોવામાં આવે છે કે મંદિરની દીવાલ ઉપર પો ચીતરાવવામાં આવે છે, આ પટમાં કાંઈ કળા કે તીર્થોની કાંઇ સામ્યતા હોતી નથી. અણુઘડ માણસોએ પટે ચીતર્યા જોવામાં આવે છે. જે જોતાં આપણુ ભવ્ય તીર્થોને માટે માન થવાને બદલે ઘણા થાય છે. મંદિરની દીવાલ ઉ૫ર આવા પટે ચીતરાવવાની પ્રથા એકદમ કોમ ૧૭૮ ) For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy