________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું એ હાર ટોડલા ગળી ગયા ?
સતી દમયંતીના સત્યની અગ્નિ પરીક્ષા
લેખકઃ—શ્રી મગનલાલ મેાતીચંદ્ર શાહુ, સાહિત્યપ્રેમી-સુરેન્દ્રનગર.
(હપ્તા ૮ :: પૃ. ૭૦થી શરૂ }
રાજમાતાની આજ્ઞા મુજબના આજને દિવસ મહેાત્સવમાં પસાર થયા પછી દમયંતીએ માસીબાને કહ્યું કે-હવે મારા પિતાને ત્યાં જલદી મોકલી આપે।. ઇંદુમતી, સુનંદા વગેરે સાએ બહેનને હવે જલદી વિદાય આપવાની વિનતિ કરી. રાજા સુબાહુએ તમામ પ્રકારની તૈયારી તેને માટે કરી રાખી છે, ગાડી ઘેાડા રથ મેના પાલખી વસ્ત્ર ખારાક અને બીજી તમામ પ્રકારની સગવડ કરવામાં આવી છે, મુસાફરી લાંબી હાવાથી દમયંતીને ક્રાઇ જાતની તકલીફ ન પડે એ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, દમયંતી પેાતાના પિતાને ત્યાં જવાને ભારે ઉત્સુક છે, અને વિપ્ર સુદેવ પણ ઘણી જ ઉતાવળ કરે છે એટલે આવતી ક્રાલે પ્રભાતમાં દમયંતીને મેાકલવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી સામે પ્રભાતમાં તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. નગરીમાં પણુ સાને ખબર પડી જવાથી, આજે આખુ ગામ મહાસતીનાં દર્શનાર્થે આવી રહ્યું છે. રાજમાતા, ઈંદુમતી અને સુન'દાદમયંતીથી પળવાર પણ જૂદાં પડતાં નથી. આવતી કાલે જૂદા પડવાનાં એ વિચારે તેમને સાથે ઘેરી લીધા છે.
રાજમાતાનું હૃદય મૂળથી જ અત્યંત સસ્કારી છે, તેમને અનુભવ બહેાળા છે, સુખ દુઃખના પડછાયા તેમણે જોયા છે, એટલે દમયંતીના સત્સંગ તેમને અતિપ્રિય લાગતા. તે સત્સંગ આવતી કાલથી બંધ થશે, એ વિચારમાં રાજમાતાનું મન કાંઇક ઉદ્વેગ અનુભવે છે, ઈંદુમતી અને સુનંદા પણ અતિ ચિ ંતાતુર જણાય છે. રાજમાતાને જાણે કાઈ પૂ ભવને સબંધ યાદ આવતા હાય એવા ભાવે પ્રગટી નીકળ્યા છે. દમયંતીની ચંચળતા, વાણીની મીઠાશ, સત્યથી પી રહેલું શરીર, અસાધારણ ધૈય તથા બુદ્ધિ આ બધું રાજમાતાને વારંવાર યાદ આવે છે. વિશેષ હૃદયસ્પર્શી બનાવા તા એ છે કે-કાઇ અસાધારણ યોગે તેનુ' અહીં આવી પહેાંચવું, દાસી તરીકે રહેવુ, ચેરીનુ' આળ ચડાવવુ અને તેનું સતીત્વ પ્રગટ થવું-આ બધુ કાઇ ઇશ્વરી મહાન ઘટનાનું કારણ છે, માવજીવન કાઈથી ભૂલાય તેમ નથી. આમ વિચારમાં તે વિચારમાં રાજમાતાએ આખી રાત્રિ પસાર કરી. પ્રભાત થતાં સવ સામગ્રી તૈયાર થઇને આવી ગઇ. વિત્ર સુદેવ પણું તૈયાર થન્ન ગયા હતા. રાજા સુબાહુ પણ પોતાની ભગતીને વળાવવા માટે સજ્જ થઇ ગયેલ છે, વાજીંત્ર વાગી રહ્યા છે, પુરજન પણ સૌ છેલ્લા દર્શાનાર્થે આવી રહ્યા છે. રાજમાતા, ઈંદુમતી, સુનદા અને રાજદરબારની રાણીઓ તથા દમય'તી સૌ પોતપેાતાની બેઠક લેવાતી તૈયારી કરે છે, એવામાં મત્રીશ્વર આવીને રાજમાતાને તથા રાજા સુબાહુને ખબર આપે છે.
( ૧૬ )
For Private And Personal Use Only