________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મો ]
મનભૂમિકાનાં દેલને.
૧૬૫
મને ભૂમિકા સુધી તેના આદેશને પહોંચી મન સુધરી જાય અને મન સુધરવું એ જ મુખ્ય ઉદ્દેશ હોવાને લીધે મુખ્ય કાર્ય સધાઈ જાય. આપણે જ્યારે કોઇ આપણને ઈષ્ટ એવી વસ્તુ બીજાના મન ઉપર ઠસાવવા માંગતા હોઈએ ત્યારે જેમ આપણે વનિ, આપણી શબ્દરચના અને આપણે આવેશ એગ્ય રીતિએ વાપરી સામા માણસને આપણા વિચારો માનતો કરી લઈએ છીએ તેવી જ ચિવટાઈ સૂત્રોચ્ચાર સાથે રાખવામાં આવે તે જ આપણે ધમ અને તેનું ફળ પામીએ. અન્યથા વ્યર્થ શારિરિક શ્રમ જ થવાને, એ વસ્તુ આપણા મરણમાં રાખવાની જરૂર છે.
જેમ શ્રાવકસૂત્ર અર્થાત વંદિતાસૂત્ર બોલતી વખતની મનોભૂમિકાનું સ્વરૂપ આપણે જોઈ ગયા તેમજ જયારે જ્યારે પ્રભુના સ્તવન ગાવાને પ્રસંગ હોય ત્યારે પણ આપણે તદાકાર ચીવટ રાખવાની જરૂર છે. અનેક સંત, યોગી મહામાં પુરુષોએ પિતાની પ્રતિભા સ્તવનોના રૂપમાં પ્રગટ કરી છે. પ્રભુ સાથે સમાનતા દાખવી અનેક ઠપકાએ પ્રભુ ઉપર મૂકી પ્રભુ સાથે નેહભાવે શબ્દોચ્ચાર કરતા કવિઓએ પિતાની મનોભૂમિકા ખૂબ સુંદર રીતે રંગેલી છે. તેમજ પ્રભુનું સર્વોપરીપણું વર્ણવી પિતાની પામરતાનું સુંદર હૃદયસ્પર્શી વર્ણન કરેલું છે ત્યારે તે સાધકનું મન વિનયની ભાવનામાં તરબોળ થઈ જાય છે. પ્રભુભક્તિનું દુર્લભપણું બતાવી પિતાને મળેલ પ્રભુભક્તિનો યોગ મળવાથી પોતાની ધન્યતા વર્ણવી છે ત્યારે આત્માના અનંત ગુણેને સમુરચય વર્ણવી જાણે પિતે પ્રભુમય થઈ જવાને ભાવ વર્ણવ્યું છે તેવા સ્તવન ગાતા જેની મનોભૂમિકા ઉપર સાનુકૂલ આંદેલને જાગતા નહીં હોય તેને એ અમૂલ્ય અમૃતનો રસાસ્વાદ હજુ ચાખે જ નથી એમ કહેવામાં જરાએ હરકત નથી. એવા સારગર્ભિત ભાવવાહી ઉચકેટીના આત્મસાક્ષાત્કાર પામેલા સંતપુરુષોના સ્તવનમાં ગાએલા ભાવો બેલતા જેના હૃદયમાં ગગવરે હર્ષ ફરતો નહીં હોય, જેને આત્માનુભવનું યતકિંચિત્ પણ ભાન નહીં થતું હોય, પ્રભુની મહત્તાની છાપ જેની મનો
ભૂમિકા ઉપર પડતી નહીં હોય તેનું તે દુર્ભાગ્યે જ આપણે સમજવાનું છે. જે યોગી પુએ એવા સ્તવને રચી પોતે આત્માનંદમાં તલ્લીન થયા એવા સંતને આપણા કટિશઃ પ્રણામ હે! એમના જેવો ઉચ્ચ કોટીને આનંદ તે આપણા ભાગ્યમાં કયાંથી હોય ? પણ એવા સંતપુરુષોના ઉચ્છિષ્ટ્રમાંથી પણ આપણી હદયમંથી, ભેદાઈ આપણી મને ભૂમિકા ઉપર કાંઇક આત્માભિમુખ અદલને પ્રગટે એટલી અભ્યર્થન રાખવાને આપણને યોગ મળે એટલું ઇચ્છી વિરમીએ છીએ.
આત્મિક શાન્તિ તથા જીવનનું સાચું સાલ્યા
પ્રાપ્ત કરવા માટે અવશ્ય વાંચે. જ્ઞાનસાર સ્વમૂલ્ય રૂા.બે.
લખે -શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
For Private And Personal Use Only