________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
handan 11
香菜
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ally sh
અધ્યાત્મ વિચાર
DadaMandal
જે માણસ મનને નાશ કરી મુક્ત થતા નથી તે માણસ કાઇ પણ ન્યાસથી મુક્ત ધતા નથી. જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી ક્રિયા રહિત થવું અશક્ય છે. ક્રિયાના પરિણામની આસક્તિ ની તૂટી ગઇ છે તેના જ ઉત્તમ ત્યાગ છે, બાહ્યત્યાગ તે અંતરત્યાગના પરિણામરૂપે હાવા જોઇએ, કેમકે જયાં સુધી હું અમુક ત્યાગું છું એવું ભાન છે ત્યાંસુધી ત્યાગ નહિ પણ ત્યાગનું અભિમાન છે. જેમ વિષ એ ઝેર છે એવુ જે જ્ઞાન દ્રઢ થઇ ગયું છે તેનું સ્વપ્નામાં પશુ ભક્ષણ કરીએ ખરા ? તેમ સત્ય જ્ઞાન એવું દ્રઢ થવુ જોઇએ કે જેથી તે સ્વભાવમાં જ ઘડાઇ જઇ બાહ્ય વસ્તુમાં સુખ નથી એ સ્વપ્નામાં પણ યાદ રહે અને તેથી એ તરફ વૈરાગ્ય વર્તે. એનું જ નામ ત્યાગ છે. મહાપુરુષોની દષ્ટિએ તા આ જ ઉત્તમ ત્યાગ ગણાય પરંતુ બાહ્યષ્ટિ જીવાને તેા આ માર્ગની સૂઝ પડવી પણ અતિ કઠણ છે.
જીવનમુક્ત સ્વરૂપે મરીને જીવવુ તે જ ખરું' જીવવુ` છે. મરણ વખતે ખધા દુ:ખના અંત આવતો દેખાય છે, પરંતુ ખરી રીતે તે વખતે દુ:ખના અંત આવતા નથી, છતાં જે માણસ જીવતાં મરણ પામે છે તેના દુ:ખના અંત વાસ્તવિક રીતે આવે છે અને પછીથી તેને કેઇ પ્રકારનું દુ:ખ ઉત્પન્ન થતું નથી. દરેક માણસે પેાતાની જિંદગીમાં મરવુ જ જોઇએ અને જે સમય તે જીવતા દેખાતાં છતાં મરણની સ્થિતિને પ્રાપ્ત થાય છે તે સમયથી જ તેના દુ:ખને અંત આવે છે, જીવતાં મરવું એટલે જીવતાં મનના નાશ કરવા, કારણ કે સુખદુ:ખરૂપ મન છે, તે મનને નાશ થાય એટલે પ્રાણીને સુખ દુ:ખ થતું નથી, પરંતુ તે પોતાના બાકીના આયુષ્યમાં સુષુપ્તિના જેવી શાન્તિ ભોગવે છે અને આ પ્રકા રની પ્રાપ્ત કરેલી જ્ઞાનદષ્ટિને વિદ્વાન લેકે સૂર્ય (ચાથી ) અવસ્થા કહે છે અને તે જીવતાં જ પ્રાપ્ત થાય છે. આવી દશા જેને પ્રાપ્ત થઇ હાય તેને જીવત મુક્ત કહે છે. આ જ રાજયોગ છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એમ અધ્યાત્મ ચાર ભેદે છે. આ ચારે નિક્ષે પાએ અધ્યાત્મ તત્ત્વનું જ્ઞાન કરવુ જોઇએ. નામ, સ્થાપના અને દ્રવ્ય એ કારણ છે અને ભાવ નિક્ષેપેા કાય છે. નામાદિ ત્રણ નિશ્ચેષાએ અધ્યાત્મ કહેવાય છે સાલૂ અધ્યાત્મના હેતુપણે પરિણમે છે. આદિના ત્રણ નિક્ષેપા વ્યવહારમાં ગ
For Private And Personal Use Only