________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી જેને ધમ પ્રકાશ કેટલી નબળાઈ છે અને 'મારી કરો અન્યાય કરવા જરૂર . જયારે આ આ. પરિકમ્મા કરવાની ટેવ પડશે, જ્યારે પોતાની જાતનો આસપાસ ફેરા ખાતા આવડશે, જ્યારે હૃદય-પરીક્ષા કરવા પ્રદક્ષિણા કરવામાં આનંદ આવશે ત્યારે આખી વાત નવીન આકારે સમજાશે, અંતરના જન્મ પ્રસરશે અને પછી જણાશે કે આપણી પાસે અન્યની તુલના કરવાનાં ત્રાજવાં છે જ નહિ; અને હોય તો તેનો વિનાપ્રસંગે કે અકારણે ઉપયોગ કરવાની જરૂર છે જ નહિ. બધી વાત કરતાં અને ખૂબ વિચાર કરતાં પોતાને જ લાગશે કે આપણામાં કોઈ જાતની વિશેષતા નથી કે વિશિષ્ટતા નથી કે જેને લઈને આપણે અન્યની વાત કરવાની યોગ્યતા પણ ધરાવી શકીએ. એનાં અનેક કારણો છે.
નજરે દીઠેલ વાત પણ ખોટી પડે છે, દેખવાફેર થાય છે, બાજુફેર થાય છે અથવા પ્રકાશ છાયાના ફેરથી હકીકત ફરી જાય છે. તે આપણા દરરોજના અનુભવનો વિષય છે. બીજી હકીકત એ છે કે આપણે બાહ્ય વસ્તુ કદાચ સારી રીતે જોઈ પણ શકીએ. પણ અંદરના આશય, હેતુ કે બીજા અનેક વિચારે, તરંગો અને પ્રેરક ત ક. જાણી શકતા નથી, જાણવા માટે જે વિશિષ્ટ જ્ઞાન જોઈએ તે આપણામાં નથી અને માત્ર અનુમાન ઉપર આધાર રાખીએ ત્યાં તો આપણી અકકલ, આવડત, અનુભવ આદિ અનેક મુદ્દાએ આપણો નિર્ણય મર્યાદિત અથવા બાધિત થઈ જવાને ઘણે. સંભવ રહે છે.
સર્વથી મહત્ત્વની વાત તો એ છે કે તારે અન્યની બાબતમાં મત આપવાને અધિકાર શો ? તે કાંઈ આખી દુનિયાને માટે મત આપવાનો ઇજારો લીધે છે તું તારી પિતાની સંભાળ લે, તારી જાતને ઉન્નત કરે અને રસ્તે ચઢાવ, રસ્ત મળ્યા પછી એને સન્માર્ગે આગળ ધપાવ તે એ દિશાએ તારે ઘણું કરવાનું છે. તને એ કરતાં સમય મળે તેમ નથી, ત્યારે નકામી બીજાની વાત કરી વગર જણે કયાં હાંકયે રાખે છે ?
તું વિચારજે કે દુનિયામાં અનેક પ્રકૃતિના માણસો છે. જેમાં કોઈ વિષ્ણુ હશે, નબળાઈ હશે, તુચ્છતા હશે, અનિટતા હશે તે કઈમાં બીજા પ્રકાર હશે, પણ તારામાં કઈ કઈ છે તે શોધ અને શોધીને તેને માટે એગ્ય નિર્ણ કર. બાકી ચોક્કસ માનજે કે દુનિયામાં કોઈના નળીઆં સૂતાં હશે તે કઇનાં સૂતાં હશે, પણ તારે તેની પંચાત શી ? તારાં નળીઓ કયાં ચુએ છે અને તું ક્યાં બેઠે છે તે વિચાર તો બસ છે. તું કદી એમ ન ધારો કે તારું છાપ તદ્દન સલામત જ છે. તારા ઘરમાં તો ચારે બાજુએ ગપતર પડી રહેલાં છે અને પાણીની બાલદીઓ ભરી ભરીને કાઢ તા પણ ઘર સાફ થઈ શકે તેમ નથી. તે તું પારકા નળીઓ તપાસવા ક્યાં જાય છે? તારે તે ખૂબ વિચારવાનું છે. તે આંખો ઉઘાડીને સામે જોવાને બદલે આંતરચનુ ઉઘાડીને અંદર નજર કર, અર્ક તને તેમાં એટલા ગોટાળા, ખાડા અને ૬ચાળા માલુમ પડશે કે તું સાધન
For Private And Personal Use Only