SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬ઠ્ઠો ] આત્મપરિકમ્મા :: આત્મવિચારણા २०७ મહુ મજાની વાત તા એ છે કે એ સર્વ પ્રસંગામાં આપણે કયાં ઊભા છીએ અને આપણામાં શા ગુણા-અવગુણા છે તેના વિચાર સરખા પણ ન કરીએ. ઘણી વાર તા એવું બને છે કે અન્યના રૃડાપણા માટે આપણે ટીકા કરતા હોઇએ ત્યારે આખા દિવસમાં આપણે કેટલી વાર હૃદુ, કેટલી વાર ભળતુ અને કેટલી વાર ગોટાવાળુ ખેલતા હાઈએ છીએ તેના કદી કયાસ પણ કરેલા હાતા નથી. આપણને પદ્ધતિસરની એક પક્તિ પણ લખતા ન આવડતી હાય, છતાં જગતના સ્વીકારાયલા મહાન લેખકની આપણે ભુલ કાઢવા મ`ડી જઇએ છીએ અને કોઇ જાતના વિચાર કર્યા સિવાય અતિ સુંદર કાર્ય કરનારને સમજ્યા વગર તેના અમુક આશય હશે એમ ધારી-માની લઇએ છીએ અને તાટલેથી ન અટકતાં અન્યની પાસે તેવી વાતા ખૂબ રસ લઇને કરવા લાગી જઇએ છીએ. ટૂંકામાં કહીએ તે! આ પ્રાણીને પારકી વાતા કરવાના એક ચરસ લાગી ગયેલા હેાય છે કે ગમે તેવા પ્રસ ંગે દિવસમાં અનેક વાર અને વર્ષમાં સેકડા-હજારો વખત એ પારકાની ખાખતમાં મત આપ્યા જ કરે છે, સચી ખોટી વાતા કર્યા જ કરે છે અને નકામાં ગપ્પાં મારી મનઘડંત કલ્પનાએને માર્ગ આપ્યા જ કરે છે, કેટલીક વાર સ્વેચ્છાએ, કેટલીક વાર વગરવિચાર્યે અને ઘણીખરી વાર હેતુ કે પરિણામના ખ્યાલ વગર અન્યની નિ`ળતા, નબળાઇ, તુચ્છતાએ અને આપાને એ નવાનવા રૂપે ચીતર્યા જ કરે છે અને તેમ કરવામાં પોતાનુ ડડાપણ માને છે અને એ બાબતના તેના સ્વાધીન હક્ક કેાઇ જતા કરે કે તે પર તકરાર ઉઠાવે તે ઊલટા ગુસ્સે થાય છે અને પાતાના ઘમંડમાં મને રાજ્યમાં મ્હાલ્યા કરે છે. એને કદી ખ્યાલ થતા નથી કે ભાઇ ! તુ કેણુ ? કઈ ભાજીના મૂળા ! પારકા પર અભિપ્રાય આપવાનુ સર્વજ્ઞત્વ તને કઇ તપશ્ચર્યાને પરિણામે પ્રાપ્ત થયું ? તારા કયા ત્યાગવૈરાગ્યના પરિણામે તને વિશિષ્ટ જ્ઞાન થયું કે તુ સાંભળેલી ન સાંભળેલી, બનેલી નિહ બનેલી અને ભળતીસળતી વાતની કચુંબર કરી ડહાપણ મનાવે છે? પરંતુ બહાર જોવાને બદલે અંદર જો, સામે જોવાને બદલે નીચે જો, આગળ જેવાને બદલે અ ંતરમાં જો, અને પછી તપાસ કે તું કયાં ઊભા છે? તુ જ્યારે ના આત્મનિરીક્ષણ કરીશ અને તારી પોતાની આસપાસ ચક્રભ્રમણ કરીશ, તારાં પોતાનાં વચન, વિચાર અને વર્તનને તપાસી જઇશ ત્યારે તને લાગશે કે તારા ખેલવા કરતાં તારે વિચારવાનુ ઘણુ છે, અન્યની ટીકા કરવા કરતાં તારા આત્માને સભાળવાને છે, બાહ્યાચારી (Objeetive) થવાને બદલે અંતરચારી (Subjective) થવાનું છે. જ્યારે અન્યન! નાના નાના દુર્ગુણુ પર વાત કરવાની, ટીકા કરવાની કે નિંદા ફરવાની મરજી થઇ આવે કે જીભડીને ચળ આવે ત્યારે એના ઉપર એક ( કમાન ) ૬માવવાની જરૂર છે અને પોતે કયાં ઊભે છે, પોતામાં એ જ બાબતને અગે For Private And Personal Use Only
SR No.533624
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy