________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
:: શ્રી જૈન ધર્મ પ્રારા સાહિત્યના ક્ષેત્રમાં પુસ્તક પ્રકાશનની નજરે જોઈએ તે મૂળ સાહિત્યની હકીકત ઉપર આવી ગઈ, પણ તે ઉપરાંત ભાષાંતર અને મૌલિક સાહિત્ય તથા મૂળ રાસ, કાવ્ય, કથા આદિ સાહિત્યને અંગે પચાસ વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે. આજે શ્રી ત્રિ િશલાકા પુરુષ ચરિત્ર જેવાં અમૂલ્ય ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ
સ્થાને ભોગવે છે, શ્રી ભગવતી સૂત્ર જેવા અમૂલ્ય ગ્રંથો પર ગુર્જરી ભાષામાં વિસ્તૃત સમાલોચના થઇ છે, અદ્દભુત કથાઓના ભાષાંતરે, અવતરણો અને નવલિકાઓ થઈ છે, તત્ત્વાર્થ જેવા મહા ઉપકારી ગ્રંથ પર મૌલિક વિસ્તૃત ને લખાઈ છે, પાઠવ્ય પુસ્તક પાછળ વિવિધ પ્રયત્નો ચાલુ છે અને સ્તવન, સઝાય, પદ, રાસ, પ્રભાતીઆ, ગહુનીઓ, પૂરતઓ નાશને કાંઠે બેઠેલી તે બચી છે અને નવીન રચનાઓથી સમૃદ્ધ થઈ છે. નવયુગમાં એમાં ખૂબ વધારો થશે એવી આશા રહે છે.
સર્વથી વધારે મહત્વની બાબત જૈનત્વ” ની ભાવના જાગૃત થવાની છે. પચાસ વર્ષ પૂર્વે એ ભાવના હતી જ નહિ એમ કહીએ તો ચાલે. તે વખતે કાં તો આપણે “ શ્રાવક” શબ્દથી ઓળખાતાં અથવા વીશા શ્રીમાળી, ઓશવાલ અથવા અમદાવાદ, ગુજરાતી આદિ શબ્દોથી જ જાણતાજણાતા. અત્યારે તે અમુક મ્યુનિસિપલ ચુંટણીમાં જૈન કેટલા રહ્યા છે તે જાણવા લલચાશે, એસેલ્ફીમાં જૈન કેદ છે કે નહિ એ પૂછશું અને કૌંસીલ ઓફ સ્ટેટમાં કોઈ જૈન ચૂંટાશે તે ગર્વ લેશું. આ સર્વ ભાવના નવયુગની છે, કાળનો પ્રભાવ છે, કોન્ફરન્સનું સ્વરૂપદર્શન છે. પચાસ વર્ષ પૂર્વે આપણે યુ. પી. બેંગાલ કે સી. પી. ના જેનોને ઓળખતા નહિ, એની સંખ્યા જાણતા નહિ અને અત્યારે તો સમાન હિંદસંઘ એક અવાજે હલમલી રહ્યો છે અને છતાં એની કેમીય ભાવનાને પોષણ ન મળે અને રાષ્ટ્રીય ભાવનાને વિરોધ ન આવે તેવી વ્યવસ્થા કરવાને આપણે શક્તિવાન થઈ શક્યા છીએ. એ સર્વ મહાદેવી કોન્ફરન્સને પ્રતાપ છે અથવા આપણે કોન્ફરન્સને કાળબળનું વ્યક્ત સ્વરૂપ માનીએ તો નવયુગનો પ્રભાવ છે. આ ભાવનાને પરિણામે આપણે પ્રગતિ રહી શકશું, જીવતા રહી શકશે, નબળાઈ દેખાય તે અંગે સુસંબદ્ધ કરી શકશું અને અહિંસાનો વિજયડકે વગાડી શકશું. એ કાર્ય આગામી પચાસ વર્ષ કરશે, એ કાર્ય નવયુગ કરશે એ કાર્ય આપણું વિશાળ સાહિત્ય કરશે, એ કાર્ય આપણી ઉન્નત ભાવનાઓ કરશે. આ હકીકત બારીકીથી અવલોકન કરવામાં આવે તો જ સમાય તેમ છે. સાધારણ રીતે મનુષ્યસ્વભાવ ભૂતકાળની પ્રશંસા કરવાને અને વર્તમાનની નિંદા કરવાનું હોય છે અને માણસ મરી ગયા પછી મેટા ગણાય છે તેની પૂજા કરવાનો છે. આપણે એ સ્વભાવને વશ થઇને આત્મઘાતી વિચારો કદિ ન કરીએ.
હવે આપણે થોડાં અન્ય ક્ષેત્રોમાં પણ નજર કરી લઇએ. તીર્થક્ષેત્રોએ જવાને મહિમા વધ્યું છે અને વધશે. પ્રતિક્રમણ દરરોજ કરનારની સંખ્યા ઘટી છે
For Private And Personal Use Only