________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•. જન થમ પ્રકાશ
હવે પચાસ વર્ષો અભ્યાસને અંગે વિચારીએ. વીસમી સદીની શરૂઆત સુધી બસે વર્ષ બહુ ઠંડાં ગયાં. એક બે અપવાદ સિવાય જૈન સાહિત્યક્ષેત્રમાં એક પણ
તિર્ધર નીકળે નહિ અને પ્રાયઃ બાલાવબોધ વાંચીને અને રાસરાસડા બનાવીને ચલાવ્યે રાખ્યું.
વિક્રમની વીસમી સદીમાં એમાં મેટ ફેરફાર થતો ચાલ્યો. દરેક સાધુને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની જરૂરીઆત લાગી, દરેકને વક્તા થવાની તાલાવેલી લાગી, દરેકને ન્યાયમાં આગળ વધવાની જરૂર લાગી અને દરેકને શુદ્ધ સ્પષ્ટ પ્રબોધનની આવશ્યક્તા સમજાણી. પરિણામે ન્યાયનાં પુસ્તકે ઉકેલાયાં, કાવ્યોને નવજીવન આવ્યું, રસસાહિત્ય અભ્યસ્ત થવા માંડયું અને અનેક વિદ્વાન સંસ્કૃત ભાષા પર અસાધારણ કાબૂ ધરાવનાર આ છેલ્લા યુગમાં નીકળ્યા.
અને હવે પછીના પચાસ વર્ષમાં આગમ સાહિત્ય અને કાવ્યસાહિત્ય ખૂબ ખીલશે, પ્રતિભાશાળી શ્રાદ્ધરત્નો અનેક પ્રશ્નો પર શાસ્ત્રીય ચર્ચા કરશે અને બસ વર્ષમાં થયેલ હાનિને વિસરાવે તેવો નવો પ્રકાશ પાડશે.
પચાસ વર્ષમાં થયેલી પ્રગતિનો એક દાખલે આપી એના પર વિચાર કરવા પ્રયત્ન કરીએ. પચાસ-સાઠ વર્ષ પૂર્વે શ્રી ભાવનગર શહેરમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવે તે માત્ર એક માણસ હે. વૃદ્ધો વાત કરતા હતા કે મહામુશ્કેલીએ તેને સમજાવી પ્રતિક્રમણ કરાવવા બોલાવતા. અત્યારે સ્ત્રી પુરૂષોમાં ખૂદ ભાવનગરમાં તદન શુદ્ધ પાંચ પ્રતિક્રમણ કરાવી શકે તેવાની સંખ્યા ઓછામાં ઓછી એક હજરની ગણી શકાય તેમ છે. આ પ્રગતિ છેલ્લાં પચાસ વર્ષની છે.
તમે કહેશે કે અગાઉ જેવી સર્વને શ્રદ્ધા નથી. આ વાત તદ્દન અસત્ય છે. એ પચાસ વર્ષ પૂર્વેની શ્રદ્ધા અને વર્તમાન યુગની શ્રદ્ધામાં ઘણો મોટો તફાવત છે. વિચારણ, વાચન અને ચર્ચાને અંગે થયેલા નિર્ણ પર રચાયેલી શ્રદ્ધા અને વંશવારસાથી ઉતરી આવેલી શ્રદ્ધામાં ઘણો તફાવત હોય છે. આ આખો જૂદો મુદ્દો હાઈ સ્પષ્ટ ચર્ચા માગે છે તેથી તે વાતને અહીં રાખી આપણે થયેલી, થતી અને થવાની પ્રગતિનો જ વિચાર કરીએ. તમે પચાસ વર્ષ પર બેલાતાં સૂત્રાઓ સાંભળ્યાં હોય અને યાદ હોય તો કાનમાં આંગળી નાખવી પડે. “એ તે ઘીનાં સૂતરાં –એટલે ઘી બોલીને આદેશ પ્રાપ્ત કરેલ સુતરાં, એટલે એમ જ ચાલે. આવી તે યુગની મીઠી ભાવના હતી. એક વખતે સાત મણ ઘીથી એક શેઠ સાંવત્સરિક પ્રતિક્રમણમાં બૃહશાંતિ બોલેલા. એણે લગભગ સે ભૂલ કરી હશે. લગભગ કોઈ જોડાક્ષર એ બોલી જ શકતા ન હતા. અત્યારે એવી રીતે કોઈ શાંતિ બોલી શકે ? અને બેલવા જાય તે જનતા ચલાવી શકે ?
ધાર્મિક અભ્યાસમાં પણ છેલ્લાં પચાસ વર્ષમાં ખૂબ પ્રગતિ થઈ છે. મુદ્રિત પુસ્તકેની સગવડને લઈને અને ભણનારના ઉત્સાહને લઈને અત્યારે દરેક વિભા
For Private And Personal Use Only