________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समापन प्रडारा
એમાં ઉલ્લેખ કરાયેલ છે. જે આપણે સ્વતંત્રપણે આવું મંડળ સ્થાપવા ઈચ્છીએ તો અલબત્ત એના કરતાં વધારે પાર્ચ આવે એ સ્વાભાવિક છે.
આપણે જૈનમાં ધનાઢ્યનો તોટો નથી, વળી પૈસા ખરચવાની ઈચ્છાનો પણ અભાવ નથી, પરંતુ કેટલીકવાર એગ્ય અને આવશ્યક ક્ષેત્રમાં એ ન ખરચાવાથી આપણને એ દ્રવ્ય-વ્યયને પૂરેપૂરો લાભ મળતો નથી.
આપણે જે જમાનામાં જીવીએ છીએ તે જમાનાને અનુરૂપ પદ્ધતિ સ્વીકારવામાં મૂળ વસ્તુ મારી ન જાય તેને ખ્યાલ જરૂર રાખવો જોઈએ, પરંતુ આજે વીસમી સદીમાં ચાદમી સદીની જીવન–પ્રણાલિકાઓ કામ આવે તેમ નથી. એથી કરીને સમયને ઓળખીને આપણે એક “આત સંશાધન મંદિર” ઉભું કરી એ દ્વારા મુખ્યતયા આગમિક સાહિત્યનું પ્રકાશન, તેને વિકસિત કરનારા માર્ગોના અવલંબનપૂર્વક થવું જોઈએ.
આવા મંદિરને કોઈ નહિ ને કઈ રીતે સહાયક થઈ પડે તેવાં થોડાં ઘણાં પુસ્તક જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયાં છે અને ભવિષ્યમાં થતાં જશે એવી આશા છે. વિશેષમાં આ સભાએ
શ્રી જૈન ધર્મ પ્રકાશ” નામનું માસિક પચાસ વર્ષ પર્યત ચલાવીને સાહિત્યક્ષેત્રનું જે ખેડાણ કર્યું છે તેની પણ નેંધ લેતાં હર્ષ થાય છે.
અંતમાં હું એટલું ઈચ્છતે વિરમું છું કે હાલમાં આ સભાદ્વારા જે સુવર્ણ—મહોત્સવ ઉજવાવાનો છે તે સફળ બને. ભવિષ્યમાં આ સભાના હીરક મહોત્સવ અને શતાબ્દિ પણ ઝળકી ઉઠે એ એને સુગ પ્રાપ્ત થાઓ અને સુવર્ણ વિશેષાંકના સંપાદકની ઉમેદ બર આવે.
સાહિત્યવિલાસી પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા.
એમ. એ.
૧ આ યોજનાને ખરડો એક અગ્રગણ્ય ધનાઢય ઉપર મોકલાયો હતો, પરંતુ કેટલાંક કારણોને લીધે હજી એનું ધાર્યું પરિણામ આવ્યું જણાતું નથી. તેમની પાસેથી બે લાખ રૂપિયા જેટલી બાદશાહી રકમની આશા રાખવામાં આવી છે. હા, ૨. - ૨ કઈ પણ પ્રણાલિકા, પ્રથા, રૂઢિ કે પરંપરાનું મૂળ શું છે. કેવા સંગોમાં એને પ્રાદુર્ભાવ થયો છે, એ પરિસ્થિતિ આજે છે કે નહિ ઈત્યાદિ વિગતો તપાસી તેને સપ્રમાણ બહાર પાડવાનું કાર્ય “આર્દત સંશોધન મંદિર” દ્વારા સારી રીતે થઈ શકે. હ. ૨.
For Private And Personal Use Only