________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમ્ર નિ વેદનું
સુવર્ણ મહોત્સવના સંભારણારૂપે, શ્રી જૈન ધર્મ પ્રકાશના વાચકો અને ગ્રાહકોની સેવામાં આ વિશેષાંક રજુ કરતાં અમને અતિ આનંદ ઉપજે એ સ્વાભાવિક છે.
વિશેષાંકની વિશિષ્ટતા જાળવવા, સામાન્ય એક કરતાં આ અંકને કંઇક વધુ આકર્ષક અને સંગીન બનાવવા અમે યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નની સફળતા કે નિષ્ફળતા સંબંધી આંક કાઢવાનું અમારા વાચકે તેમજ ગ્રાહકોની મુનસફી ઉપર છોડીએ છીએ.
વિશેષાંકને વિચાર કંઈક મોડે સુઝથો. અંકને અલંકારવા જે સાધને જોઈએ તે પણ એટલાં સુલભ ન હતાં. વિશેષાંક્ના લેખકે એ જે અમારી વિનતિ ઉત્સુકભાવે સ્વીકારીને તરતમાં જ લેખે ન મોકલી આપ્યા હોત તો અમે આટલી ત્વરાથી કદાચ આ અંક તૈયાર કરી શક્યા ન હોત. વિદ્વાન લેખકોની સહાયથી જ આ વિશેષાંક હેલે પ્રકટ થાય છે. ખરું જોતાં આ અંક એમને જ આભારી છે. અમે અહીં નમ્રભાવે એ ઋણ સ્વીકારીએ છીએ.
લોકભોગ્ય અને વિકભોગ્ય સાહિત્યના એવા બે ભાગ તો રહેવાના છે. આ વિશેષાંક વિષે પણ એ પ્રશ્ન ઉઠવાને. શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિક આજથી પચાસ વર્ષ ઉપર જગ્યું ત્યારે તે સામાન્ય જનસમુદાયનું માસિક હતું અને આજે પણ એ સમુદાયને માટે જ જીવે છે. એટલે એની લેખ-સામગ્રી વિદભોગ્ય ન બની શકી હેય એ બનવાજોગ છે.
For Private And Personal Use Only