________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
: શ્રી જૈન ધર્મ પ્રકાશ અનુચિત થાય છે તો બંને પક્ષોને એક કરી દેવા જોઈએ; તેથી બાદશાહે બંને આચાયોને બોલાવી પૂછયું “તુમ્હારા આપસમેં મામલા કયા છે? સો કહો” સાગર પક્ષના નેમિસાગરે કહ્યું: “ગુરુના મુખ્ય શિષ્યને આ લેક માનતા નથી.” ભાનુચંદ્રજી વચમાં બોલી ઉઠયા “જે હીરસૂરિની પરંપરા ન માને, જે ગ્રંથને (ધર્મસાગરના કુમતિનંદકુંદાલને) હીરવિજ્યજીએ અપ્રમાણ કયો એ ગ્રંથને માને તે ( વિજયદેવસૂરિ) ગુરુનો મુખ્ય શિષ્ય કેમ કહેવાય?” નેમિસાગરે કહ્યું “ તે ગ્રંથ સાચે છે.” બાદશાહે વિજયદેવસૂરિને પૂછ્યું “કયા બાત હૈ ?” તે સૂરિએ કહ્યું: “જબરદસ્તીથી ગ્રંથને ખેટે ઠરાવે છે”
બાદશાહે કહ્યું “યદ્યપિ ઉન્હને જબરદસ્ત સે ભી ઝૂઠા કિયા હૈ તો ભી તમારા ગુરુને ઐસા પ્રસિદ્ધ કિયા હૈ. અબ અગર ઉસ પારકે વચનકો સામાનને
તે ગ્રંથકો જૂઠા માને ઔર યદિ ગ્રંથકે સાચા માનતે જાઓગે, તો ગુરુબચનમેં નહીં રહ સકેગે.” એટલામાં નેમિસાગરે કહ્યું “જે ગ્રંથમાંથી કંઈ ખોટી વાત બતાવી આપવામાં આવે તો તેને સુધારવાને માટે અમે તૈયાર છીએ !” એટલે બાદશાહે કહ્યું “કયા ગુસેં ભી તુમ્હારા જ્ઞાન બઢ ગયા, જે ગ્રંથો સરચા કહેતે હે ? અગર ગુરુબચનકે નહીં માગે તો તમારી કીર્તિ બઢેગી નહીં. જાઓ, અપના અપના કામ કિયા કરો, કબી લડના-ઝઘડના નહી.” ભાનુદ્દે વિજયતિલકસૂરિ સાચા છે એવા પરિચય કરાવ્યો. સાગરો અપમાનિત થયા. રાજસભા બરખાસ્ત થઈ. વિજયતિલકસૂરિના પક્ષવાળાઓને વિજય થયે. વિજયતિલકસૂરિ અમદાવાદ ગયા. સાથે રાજા પણ આવ્યો, ભાનુચંદ્ર પણ સાથે આવ્યા. વિજયતિલકસૂરિ રાસ પ્રથમ અધિકાર રચા સં. ૧૬૯)
એક બાજુ વિજયદેવસૂરિને પક્ષ તે સૂરિના વિજયની વાત કરે છે. બીજી બાજુ તે પક્ષની હાર થઈ-સાગર પક્ષનું અપમાન થયું એમ વિજયપક્ષવાળા વિજયતિલકસૂરિના રાસવાળી વાત કરે છે તો એ ઉપરથી અનુમાન એ થાય છે કે વિજયદેવસૂરિના પક્ષની હાર થઈ કે તે તરફ બાદશાહની અરૂચિ થઈ એ વાત સંભવતી નથી, કારણ કે તેમાં જે હોય તે બાદશાહ વિજયદેવસૂરિને “મહાતપા” નું બિરૂદ આપે જ કેમ? વળી તદુપરાંત તે પછીના જ વર્ષમાં બાદશાહે વિજયદેવસૂરિ પર પત્ર લખ્યો છે કે જેમાં માંડવગઢની તેમની સાથેની મુલાકાતને હવાલો આપે છે (કે જેને ઉલ્લેખ હવે પછી કરવામાં આવ્યો છે તો તે મિત્રભાવે લખેલો પત્ર લખાય જ નહી. બીજી બાજુ ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર સાથે બાદશાહને સંબંધ પણ સારો હતો
૧ જહાંગીર માંડવગઢથી ખંભાત ગયો હતો ને ત્યાં ધીમે ધીમે જતાં બે માસ લીધા હતા ને ત્યાં દશ દિવસ રહી અમદાવાદ આવ્યો કે જ્યાં સાડાત્રણ માસ પતે રહ્યો. (વેણીપ્રસાદની History of Jahangir)
For Private And Personal Use Only