________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે મારા જીવનમાં" કારા નું સ્થાન
( ( [ | / /. ૩
જન્મસ્થાન અને પાલવક માતાપિતા ભિન્ન હોવા છતાં પ્રકાશ પત્ર અને હું ઉમરની દષ્ટિએ નાના-મોટા ભાંડરૂ જેવા છીએછતાં એની સાથે મારો પ્રાથમિક પરિચય તો મોટી ઉમરે જ થયો. વિશેષાંકમાં લખવા ઘણા વિષયો ર્યા છતાં મેં અત્યારે પ્રસ્તુત વિષે જ સહેતુક પસંદ કર્યો છે. વર્ષો થયાં શ્રી જૈન ધર્મ પ્રકાશ મેં વાંચ્યું નથી. આજે એને જૂને કે ન એકે ય અંક મારી સામે નથી. જ્યારે વાંચેલું ત્યારે પણ સતત એમ તે નહિ જ. અચાનક આવી ગયું અને બીજું કામ તે વખતે ન હોય તો એ જે જવાનું, પરંતુ સૌથી પહેલાં એ પત્ર સાંભળવા જયારે પ્રસંગ આવ્યો તે વખતની મારી સ્થિતિ અજબ હતી. ચક્ષુના પૂર્વ પ્રકાશયુગમાં તો મેં છાપાં જેવી વરતુ જાણેલી જ નહિં. એ યુગ છોડી ધૂલ અંધકાર યુગમાં દુઃખપૂર્વક દાખલ થયા પછી એક વર્ષ પ્રકાશનું નામ કાને પડ્યું. પ્રકાશ એટલે મૂર્તિપૂજક અને તેમાંય તપાગચ્છનું મુખ્ય પત્ર. એને પ્રવેશ સ્થાનકવાસી ગામમાં તો સંભવિત જ ન હતા, પણ જાણે મારા ભાગ્યબળે જ (અન્યના ભાગ્યની તે ખબર નથી) એ નાનકડાશા વિદ્યાસંસ્કારવિહીન ગામડામાં એક મૂર્તિપૂજક ભાઈ વસતા હતા. એને લીધે અને ખાસ કરી વિહારના માર્ગનું સ્થાન હોવાને લીધે અવારનવાર સંવેગી સાધુ આવતા. કોઈ એક સંવગી સાધુઓ એ ભાઇને ગળે પ્રકાશ પત્ર વળગાડયું અને કેટલાંક પ્રસારક સભાના ભાષાંતર તેમ જ કથા પુસ્તકો પરાણે ખરીદાવ્યાં. એ ગ્રાહક થનાર મારા મિત્ર અને પ્રકાશમાંથી અવારનવાર લેખો સંભળાવતા. હું અતિરસ અને એકાગ્રતાપૂર્વક એ સાંભળો.
માતાપિતા, કુટુંબ અને સમાજના વારસાગત ધર્મસંસ્કાર સ્થાનકવાસી હતા. રાત-દિવસના સતત સ્થાનકવાસી સાધુ-સાધ્વીના શ્રદ્ધાપૂર્ણ પરિચયે એ સંસ્કારોમાં જિજ્ઞાસાના બીજનું આરોપણ કર્યું હતું, પણ સાથે સાથે અજાણપણે પણ એ સંસ્કાર માત્ર એકતરફી પીવાઈ ગ્રન્થીરૂપ બની ગયા હતા. મને યાદ છે ત્યાં સુધી હું કહી શકું કે કોઈ પણ સ્થા૦ સાધુ-સાધવી આવે ત્યારે હું તેમને વિષે એમ જ ધારો કે આ ખરેખર મહાવીરના સાક્ષાત શિખ્યો જેવા છે. વાસ્તવિક ત્રુટિઓ તેમનામાં જઉં છતાં એક યોગીની પેઠે મૂઢ ભાવે, તેમનામાં ગુણદર્શન જ કરતે અને માનતા કે તેમના આ આચારવિચાર, ભાષા, વ્યવહાર એ બધું સાક્ષાત મહાવીરમાંથી જ આવેલું હોઈ નિઃશંક શહેય છે. એક બાજુ આ
For Private And Personal Use Only