________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
:: શ્રી જૈન ધમ પ્રકાશ
અથવા હાથમાં રાખવાની મુખપટ્ટી અને બેસતા પહેલાં સ્થાન વાળવાને રસ્તેહરણ અને એક ઈંડ એટલી જ વસ્તુએ રાખી શકે છે. તેને ખુલ્લી જમીન ઉપર અગર ખીજી કઠણ પથારી ઉપર સુવું પડે છે. રસેાઇ રાંધી શકાતી નથી પણ ભિક્ષા માગી લાવીને ખાવુ પડે છે. પગે ચાલીને મુસાફરી કરવી પડે છે અને એક સ્થળમાં ઘણા વખત રહી શકાતુ નથી. તેમને માટે શ્રાવકાએ બાંધેલા ઉપાશ્રયમાં જ રહેવુ પડે છે. આ ઉપરાંત સાધુ-સાધ્વીએ પોતાના જીવનમાં પાળવાના બીજા ઘણા સજ્જ નિયમ જૈન શાસ્ત્રમાં ઠરાવેલા છે. અને એ બધાના હેતુ અશુદ્ધતાનુ અને સાંસારિક ભાવાનુ નિવારણ કરવાના અને દીક્ષિત જીવનને ચેાગ્ય અભ્યાસની અને તપની અનુકૂળતા કરવાના છે.
પુ. યતિત્રત પાળવુ એ ઘણું કઠણ કામ છે. સયમનેા ભાર વહન કરવા, બ્રહ્મચર્ય પાળવું, ટાઢ તડકા સહન કરવા, જ્ઞાનના અભ્યાસ કરવા અને તપ ાદરવું એ વગેરે વિષમ કાર્યો યતિને કરવાં પડે છે, માટે તેવા પદને લાયક હાય તે જ તે પદ ગ્રહણ કરે એવા ઉદ્દેશથી દીક્ષા લેવાને કાણ લાયક છે ? એ જૈન શાસ્ત્રમાં વિગતવાર રીતે ઠરાવેલું છે. જેમકે દીક્ષા લેવાની ઇચ્છા રાખનાર નિર્મળ બુદ્ધિવાળા, સ'સારની અસારતા સમજવાવાળા, વિનયન્ત, દીક્ષા લેતાં પહેલાં ગામના લેાકેામાં પ્રતિષ્ઠા પામેલે!, કાષ્ઠાવન્ત અને સ્થિરતાવાળા હાવેા જોઇએ અને આત્મસમર્પણ કરવા ( દીક્ષા લેવા ) પોતાની સ્વેચ્છાથી ગુરૂ સમીપ આવેલે હાવા જોઇએ. દીક્ષા આપતાં પહેલાં ગુરુએ દીક્ષા લેવાની ઇચ્છા રાખનારમાં ઉપર જણાવ્યા પ્રમાણેની લાયકાત હેાવા વિષે ખાત્રી કરી લેવી જોઇએ. દીક્ષા લેવાને પેાતાની સમીપ આવેલાને ગુરૂએ પ્રથમ પ્રશ્ન પૂછવે જોઇએ કે તુ કાણુ છે ? અને શા માટે દીક્ષા ગ્રહણ કરે છે? અને એ સિવાય ખીજા પણ પ્રશ્નો પૂછવાના છે અને જો તે ઉપરથી તેની ખાત્રી થાય કે દીક્ષા લેવાની ઉમેદ રાખનાર દીક્ષાનું મહત્વ સમજીને દીક્ષા લેવા આવ્યેા છે તે। પછી તેને દીક્ષા આપવાની છે. પરીક્ષા કરવાના સમય સામાન્ય રીતે છ માસના કહ્યો છે પણ પાત્રની ચેાગ્યતા હાય તા તેથી થોડા સમયમાં ’ણુ દીક્ષા આપી શકાય છે અને ઉમેદવારને વધારે જ્ઞાન આપવાની તથા તેની વધારે કસેાટી કરવાની જરૂર છે એમ લાગે તેા તેથી વધારે વખત પણ લઇ શકાય છે.
૬. ઉમ્મરના સંબંધમાં જૈન શાસ્ત્રોમાં આઠ વર્ષના ઉલ્લેખ કરેલા છે તેનું કારણ એ છે કે ખીજી બધી લાયકાતા હોય છતાં માત્ર ઉમ્મરના
For Private And Personal Use Only