________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કુશ
શ્રી નેમ-રાજુલના વિવાહ અને વિરહની વાત કોણ નથી જાણતું ? પણ એ સનાતન પ્રેમ-કથામાં જૈન કવિઓએ આદર્શ, મર્યાદા, સુરૂચી વિગેરેનું કેવું જતન કર્યું છે, અને બીજા પ્રેમપ્રસંગો કરતાં, આ સનાતન પ્રેમ-કથામાં શી વિશેષતા છે તે શ્રી નાગકુમાર મકાતી, આ લેખમાં સરસ પૃથક્કરણ સાથે સમજાવે છે.
-
ઘણા જૂના કાળથી “કૃષ્ણ અને રાધા” ની જોડલીએ ગુજરાતી સાહિત્યમાં જેનેતર કવિઓને કવિતાનું વસ્તુ પૂરું પાડ્યું છે. તે એટલે સુધી કે તદ્દન અર્વાચીન કાળનાં કાવ્યોને છોડી દઈએ તે બાકી રહેલા ગુર્જર કાવ્યસાહિત્યને મોટો ભાગ કૃષ્ણ અને રાધિકાના જીવનમાંથી વીણી કાઢેલા પ્રેમપ્રસંગેથી ભરપૂર છે. આ જોડીએ કવિઓને જબરદસ્ત પ્રેરણા આપી છે અને પરિણામે પ્રેમ અને ભક્તિભર્યા શૃંગારનાં કાવ્ય ચેકબંધ રચાયાં છે.
લગભગ આ જાતની જ પ્રેરણા જૈન કવિઓને તેમ-રાજુલ” ની જોડીએ પાઈ છે. જેમ-રાજુલના પ્રેમ, વિરહ અને ઉપાલંમાંથી વસ્તુ લઈ ઘણાં સુંદર કાવ્યો લખાયાં છે. જેન ગૃહસ્થાએ અને ત્યાગી કવિઓએ આ યુગલમાંથી એકસરખી પ્રેરણા લીધી છે અને તેમાંથી નિપજેલો ફાલ હૃદયંગમ, રસિક, શૃંગારયુક્ત, ભક્તિપ્રધાન અને ગુજરાતી સાહિત્યમાં અગ્રસ્થાને ઉભે હોય તે છે. કેટલાંક કાવ્યો હિંદી અને વ્રજભાષામાં પણ છે.
અલબત, કૃષ્ણ-રાધિકા” અને “નેમ-રાજુલ” ની પ્રેરણામાં એક મહત્વને તફાવત છે. કૃષ્ણ-રાધિકાનું વસ્તુ લઈ નીપજેલાં કાવ્ય
For Private And Personal Use Only