________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ બોલ્યા: “મેતીશા શેઠ ! માનો ન માને, પણ આ ખાડો પૂરો અને એની ઉપર પાકું જિનમંદિર ખડું કરવું મને તો અસંભવિત લાગે છે.”
શું કરું, શેઠ ! મારૂં મુંબઈ તો દૂર છે, નહીંતર મારી વખારમાં જે સાકરના પીપ પડ્યાં છે તે પીપવડે આ ખાડો ભરી દેત !” મુંબઈના વ્યાપારીઓમાં મહારાજાનું સ્થાન જોગવતા શેઠ મોતીશાહે વિનેદ કર્યો. એ વિનોદમાં પણ એમનો નિશ્ચય તરવરતો હતે.
સં. ૧૮૮૮ માં ખાતમુહૂર્ત કરીને શેઠે મુંબઈથી એક હજાર ભૈયા મજુરને સ્ટીમરમાં મોકલ્યા. જોતજોતામાં પુષ્કળ પત્થરના ગંજ ખડકાયા અને ખાડે પુરાયો. આ પૂરણમાં જ, એમ કહેવાય છે કે એટલો હેટ ખર્ચ થે કે શ્રી વીરવિજયજી કહે છે તેમ સોના-રૂપાથી શેઠશ્રીએ ખાડે ભરી કાઢ્યો એમ કહીએ તો ચાલે.
એ નવી ભૂમિ ઉપર ફરતે ગઢ બાંધી, ફરતી હાની દેરીઓ કરવાની છૂટ રાખી. પિતાના મુનમે વિગેરેને, મુખ્ય દેરાસરની આસપાસ દેરાસરો ચણાવવાની અનુકૂળતા પણ એમણે કરી આપી. બે મહેાટી ટુંકોની વચ્ચે બન્ને ટુંકેની હરિફાઈમાં ઉભી રહે એવી એક ત્રીજી ટુક મોતીશા શેઠે પોતાની સાહસિકતા, ધૈર્ય અને સંપત્તિના બળે ઉપજાવી કાઢી. માનવ–પ્રયત્ન અને શ્રદ્ધાબળને મૂર્તિમંત બનાવનાર એ ત્રીજી ટુંક, નિરીક્ષકને આજે પણ મુગ્ધ કરે છે.
*
ખીણ પૂરીને નવા મંદિર બંધાયા પછી જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરવાના મનોરથ પાર પડે તે પહેલાં જ મોતીશાહ શેઠ સ્વર્ગે સીધાવ્યા. આર્થિક સ્થિતિએ પણ ન પલટે લીધો, છતાં પિતાએ અધુરૂં મૂકેલું કાર્ય પૂરું કરવા મોતીશા શેઠના પુત્ર ખીમચંદભાઈ પાલીતાણા તરફ વિદાય થયા. દેશ-દેશાવરમાં પ્રતિષ્ઠા સંબંધી કંકોતરીઓ બીડાઈ ગઈ. મેટી માનવમેદની લાખોની સંખ્યામાં શ્રી શત્રુંજયની છાયામાં એકઠી થઈ.
જમશેદજી જીજીભાઈ, મોતીશા શેઠના કુટુંબમાં આવેલા નવા પલટાથી માહિતગાર હતા. તેઓ પોતે એક વાર મોતીશા શેઠના કોચમેન હતા, પણ એ પછી એમના ભાગે જોર કર્યું. શેઠ જમશેદજીની કુશળતાએ એમને અતિ સમૃદ્ધ કર્યા.
જમશેદજી શેઠે ખીમચંદભાઈને કહેવરાવ્યું કે “તમે પાલીતાણા
For Private And Personal Use Only