________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર
ઉત્તર-કોચમાં પિતે પહેલું મોડું ન જેવું એટલો વિવેક સૂચવ માટે પ્રભુ સામે બતાવી આવે છે. બીજું કારણ નથી. અને તેમ કરવાની ખાસ જરૂર નથી.
પ્રશ્ન ૧પ-પૂજા કરનારા પિકી કેટલાક પિતાના કપાળમાં ગેળ તિલક કરે છે, કેટલાક બદામ જેવું ઉભું કરે છે, તેમાં બરાબર કયું?
ઉત્તર–ભગવંતની આજ્ઞા માથે ચડાવવાનું–સ્વીકારવાનું એ ચિન્હ છે; તેથી ગે બળ કરે કે લાંબું કરે બંનેમાં વાંધા જેવું જણાતું નથી.
એ પ્રસંગે પિતાને શરીરે ચાર તિલક-કપાળે, ગળે, હૃદયે ને નાભીએ એમ કરવાના છે. તેથી વધારે ન કરવાં. આ પ્રશ્ન ૧ – પાર્શ્વનાથની પ્રતિમા ઉપર કોઈ પ્રતિમાને પાંચ ફેણનું ચિન્હ હોય છે, કઈ પ્રતિમાને સાત ફણાનું ચિન્હ હોય છે અને કોઈ પ્રતિમાને ત્રણ ફણાનું ચિન્હ હોય છે, તેનું કાંઈ વિશેષ કારણ છે ?
ઉત્તર-પશ્વિનાથ પ્રભુને છઘરથાવસ્થામાં ધરણેન્દ્ર સર્પના રૂપે માથે ફણાની છાયા કરીને રહ્યા હતા, તેની નિશાની તરીકે ફણા કરવામાં આવે છે, તેમાં ત્રણ, પાંચ, સાત કે નવ કરવા તે કારીગરના અથવા પ્રતિમાજી કરાવનારનાં મન ઉપર આધાર છે. તે સંખ્યાનું કાંઈ ખાસ કારણ નથી. ૧૦૮ અને ૧૦૦૮ ફણા કરેલા પણ હોય છે.
પ્રશ્ન ૧૭––દરેક પ્રભુના લંછને અથવા ચિન્હો જે કહેવામાં આવે છે તે શું સૂચવે છે ? અને એ લંછને પસંદ કરવાનું કોઈ કારણ છે?
ઉત્તર-એ ચિન્હો ખાસ કાંઈ સૂચવતા નથી, તેમ એની પસંદગી કરવામાં આવેલ હોતી નથી. એ તો સ્વાભાવિક તીર્થકરોને સાથળમાં ચિન્હ હોય છે. તે જુદા જુદા તીર્થકરોની મૂર્તિ ઓળખવા માટે નીચેના આસનવાળા ભાગના મધ્યમાં કોતરવામાં આવે છે.
પ્રશ્ન ૧૮-દેરાસરમાં સ્નાત્ર ભણાવવા તેમજ મહોત્સવ કરવા માટે ત્રણ બજેઠ મૂકીને ઉપર સિંહાસન પધરાવવામાં આવે છે તેનું શું કારણ?
ઉત્તર–ભગવંતના સમવસરણમાં એક બીજા ઉપર ત્રણ ગઢ હતા અને ત્રીજા ગાયના મધ્યમાં સિંહાસન ઉપર પ્રભુ બીરાજતા હતા. તેની નિશાની તરીકે ત્રણ બાજોઠ મૂકવામાં આવે છે અને તેની ઉપર સિંહાસન પધરાવવામાં આવે છે,
પ્રકા ૧૯-પ્રભુની સામે આરતી ને મંગળદી ઉતારવામાં આવે છે તેને અધિકાર મૂળ સૂત્રમાં કે પંચાંગી વિગેરેમાં છે કે વૈષ્ણવાદિકનું જોઈને દેખાદેખીએ કરવામાં આવે છે?
દત્તર–ઓરતી ને મંગળદીવાનો અધિકાર ગ્રંથોમાં તો અનેક જગ્યા છે. સૂત્ર પૈકી ભગવતી ચૂર્ણમાં છે. ઘણેખરે ભાગે તે દીપક પૂજાનેજ એક પ્રકારતર છે.
For Private And Personal Use Only