SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ. પ્રશ્ન ૯ ઉપાશ્રયમાં આવેલા જ્ઞાનખાતાના પૈસામાંથી વિદ્યાર્થીઓને પુસ્તકે તથા રૂપીઆ ઈનામ તરીકે આપી શકાય કે નહીં ? શું તે પસા સાધુના નિમિત્તમાંજ વપરાય? ઉત્તર-ઉપાશ્રયમાં જ્ઞાનખાતાના આવેલા પૈસા જ્ઞાનના નિમિત્તમાં વપરાય. તેના ધાર્મિક પુસ્તક ખરીદ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં અપાય, પણ તે પુસ્તકે રાખવા ન અપાય, કેમકે તે વખતે દુરઉપયોગ થાય. ઈનામ તે રકમ ન અપાય પણ માસ્તર કે શાસ્ત્રી–પડતને તે પૈસામાંથી પગાર આપી અભ્યાસ કરાવાય.. તે પૈસા સાધુ સાધ્વીના નિમિત્તમાંજ વપરાય એમ નહીં, પણ તે પિસાથી પસ્તકો ખરીદ થાય, લખાવાય, પુસ્તકના ઉપગરણ કરાવાય. સાધુ સાધ્વીને ભણાવવા માટે શાસ્ત્રી રાખી તેને તેમાંથી પગાર અપાય. ઈત્યાદિ કાર્ય માં વાપરી શકાય. પ્રશ્ન ૧૦-ઉપાશ્રયના અંગના જ્ઞાન ખાતાના પૈસા જેનો ગાના વિદ્યાથીશોના ઉપયોગ માટે વાપરી શકાય કે નહીં ? ઉત્તરવાપરી ન શકાય. આ પ્રશ્ન ૧૧-વ્યાખ્યાન પ્રસંગે મધ્યમાં રાહુલ ગાવામાં આવે છે અને ગહુંધી કરવામાં આવે છે તે શબ્દનો અર્થ શું છે? ઉત્તર-દેવ ગુરૂ પાસે સ્વસ્તિકાદિ કરવામાં ચોખા સાથે અથવા એકલા ગતું પણ અગાઉ વપરાતા હશે તેથી તે ગહેવટે કરાતા સ્વસ્તિકને ગળી કરવાનું કહેવાય છે. અને તે વખતે ગુરૂભકિતસૂચક કરાતા ગાનને ગળી બોલ્યાનું કહેવાય છે. હાલમાં પણ ગણું વાપરવાની પ્રવૃત્તિ વૈષ્ણવાદિકમાં છે, આપણે બીલકુલ બંધ કરેલ છે. પ્રશ્ન ૧૨-દેવપૂજા વિગેરે પ્રસંગે બોલાતા ઘીનો ભાવ કેટલીક જગ્યાએ રૂ૫) મણના હોય છે અને તેથી ઉતરતા કેટલીક જગ્યાએ રૂ૪) રૂડા રૂરલા ને છેવટે રૂ૫ સુધી છે. તે પ્રમાણે ભાવ રાખવાનું કાંઈ ખાસ કારણ છે? ઉત્તર-અમારી માન્યતા પ્રમાણે તે જે વખતે મુરતવંતા ઘીનો ભાવજ મણ ૧ને રૂ૪-૫ હતો તે વખતના એ ભાવ ઠરાવેલા છે. ત્યારપછી મુરતવંતા ઘીના ભાવ વધી ગયા છતાં બેલનારાને ઉત્સાહ વધે વિગેરે કારણસર દેરાસરમાં ને ઉપશ્રયમાં પ્રથમના ભાવજ ચાલુ રાખ્યા છે, તેમાં વધારો કરેલો નથી. પ્રશ્ન ૧૩-દેરાસરમાં ઘંટ વગાડાય છે તેનું શું પ્રયોજન છે ? તે શું સૂચવે છે? ઉત્તર-એ માંગલિક દવનિ છે અને તે જૈનશાસનના જયની ઉદ્દઘોષણા સૂચવે છે. પ્રશ્ન ૧૪ દેરાસરમાં પૂજા કરવા આવનારા બંધુઓ પૈકી કેટલાક પોતે ચાંપ્લે કર્યા અગાઉ દર્પણ પ્રભુને બતાવી આવે છે તેનું શું કારણું ? For Private And Personal Use Only
SR No.533454
Book TitleJain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy