________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે જે ધર્મ પ્રકાશ
ભાવાર્થપ્રિય પશ્ય અને તથ્ય (મિષ્ટ-મધુર લાગે અને હિતરૂપ થાય એવું) યથાર્થ વચન વધવું-દવા સદા સર્વદા નિજ લા રાખનાર આ લોકમાં અને પરલોકમાં બહુ સુખી થાય છે. આ ભવમાં વિશ્વાસપાત્ર બની ભારે પ્રતિષ્ઠા પામે છે અને પરભવમાં સ્વર્ગાદિનાં સુખ પામે છે તેથી સત્ય વચન જ વદવા દ્રઢ પ્રતિજ્ઞા કરવી ઘટે છે. સત્ય વ્રતના દ્રઢ અભ્યાસથી વચનસિદ્ધિ થવા પામે છે. તેના પ્રભાવથી ઝેર અમૃતરૂપે પરિણામ પામે છે, અગ્નિ જળરૂપ થઈ જાયું છે, કાળી નાગણ પુષ્પની માળારૂપ થાય છે, લાકમાં ભારે વિશ્વાસ બેસે છે, દેવતાઓ બહુ પ્રસન્ન થઈ શકે છે અને અંતે ભવસમુદ્રને પાર પમાય છે. એમ સમજી અસત્ય વાણીને ત્યાગ કરી અન્ય જનેને પ્રિય અને હિતરૂપ થાય એવી જ સત્ય વાણી વદવી ઘટે છે. ૧
- અસત્ય વાણી વદતાં દુનિયામાં અપજશ વધે છે. કૂડી--બેટી સાક્ષી ભરતાં વસુરાજાની પેરેલેકમાં ભારે અપવાદ અને દુર્ગતિ થાય છે. આ અતિ અગત્યની વાત નિજ લક્ષમાં સદાય ધારી રાખી કુડા બલ, કૂડી સાક્ષી, કૂડાં આળ અને પરમ તાંત–પરનિંદા કરવાની કુડી ટેવ સદંતર દૂર કરી સત્ય પ્રતિજ્ઞા દ્રઢપણે ધારી તેને એવી સારી રીતે નિર્વાહ કરે કે જેથી આ લોકમાં તેમજ પરલોકમાં સદાય આ ઉન્નતિ જ થવા પામે. ૨. સત્યવ્રતધારી જનેએ શાસ્ત્ર અવિરૂદ્ધ બોલવા સદાય લક્ષ રાખવું જોઈએ. ઉત્સુત્ર ભાષણ સમાન કોઈ ભારે પાપ નથી અને સશાસ્ત્ર ભાષણ તુલ્ય કઈ ભારે પુન્ય યા ધર્મ નથી. એ અપેક્ષાએ સત્ય વ્રત પાળવામાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. શ્રી કાલિકાચાર્ય મહારાજે પ્રાણત કષ્ટ વખતે પણ જે શાસ્ત્રવિરૂદ્ધ વચન કર્યું નહિ તો તેમને સાર્વત્ર યશવાદ થયે અને તે સદગતિ પામ્યા તેમ ગમે તેવા વિષમ સંજોગો વચ્ચે પણ જેઓ મક્કમપણે ઉક્ત વ્રતનું સેવન–આરાધન કરે છે તે ઉભય લેકમાં સુખસંપદા પામે છે અને અન્ય અનેક ભવ્ય જિનેને પણ માર્ગદર્શક બને છે. સત્યના પ્રભાવ ઉપર અજવાળું પાડે એવા અનેક ઉત્તમ દ્રષ્ટાંતે મળી આવે છે તે નિજ લક્ષમાં રાખી આત્મઉન્નતિ અર્થે સુજ્ઞ જેનેએ સત્ય શ્રતનું પાલન કરવું જ જોઈએ. ૨૮ ચેરી કરવાની ટેવથી થતી ખુવારી સમજી નીતિ
આદરવા હિતોપદેશ. પરધન અપહરે, સ્વાર્થને ચોર હારે, કુછી અજસ વધારે ધધાતાદે ધારે, પરધન તિણ હેતે, સર્ષ વું હર વારી, જગ જન હિતકારી, હે તેવું ધારી.
For Private And Personal Use Only