________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુપાળવિરચિત નરનારાયણનંદ મહાકાવ્ય.
एकस्त्वं भुवनोपकारक इति श्रुत्वा सतां जल्पिस,
लज्जानम्रशिरा घरातलमिदं यद् वीक्षसे वेमि तत् । वाग्देवी वदनारविन्दतिलक श्रीवस्तुपाल ध्रुवं,
पातालाद् वलिमुदिधीपुरसकृन्मार्ग भवान् मार्गति ॥ આપ એકલા મહીતળના જ નહિ, કિન્તુ આખા ભુવનના ઉપકારક છે એવું સજજનોના મુખેથી સાંભળી આપ લજિજત થઇ નીચે જમીન પર પિતાની આંખો ઠેરવી છે તેનું કારણ હું સમજી ગયો છું. પાતાળમાં પરાણે જે બલિને હાંકી કાઢ્યો છે-દાબી દીધો છે, તે બલિનો ઉદ્ધાર કરવા માટે આપ માર્ગ શોધી રહ્યા છે ! આપ એ વિચારી રહ્યા છે કે જમીનને કેવી રીતે ફાડી પાતાળમાં ચા જાઉં અને ત્યાંથી બિચારા બલિને કાઢી લાવું !”
આ સાંભળી વસ્તુપાળે સોનાની જીભ બનાવી તે કવિને આપી.
એક વાર દેવપત્તન નામના નગરથી કોઈ પૂજારી ભટ્ટ આવ્યા. તેને વસ્તુ પાળે પૂછ્યું-“કહે, શિવજીની પૂજા બરાબર થાય છે ને?” આથી તે લોકોએ કહ્યું કે –
नादत्ते भसितं सितं सचिव ते कर्पूरपूरं स्मरन् ,
कौपीने न च तुप्यति प्रभुरसौ शंसन्दुकूलानि ते । दिग्धो दुग्धभरेजलेपु विमुखः श्री वस्तुपाल त्वया,
करारुपूरितः पशुपतिनों गुग्गुलं जिघ्रति ।। મંત્રિ મહારાજ ! અમારી પાસેથી પશુપતિના હાલ પૂછશો નહિ. અમારી કરેલી પૂજા તે ગ્રહણ જ કરતા નથી. આપના કપૂર-પૂરને યાદ કરીને તે સફેદ ભસ્મને લગાડવા આપતા નથી. તે તે આપના બહુમૂલ્ય દુલની પ્રશંસા જ કર્યા કરે છે, તેથી લગેટીથી તેમને તૃપ્તિ થતી નથી. જળથી પણ તેને સંતોષ નથી થતું, કેમકે તે તો આપના દુધનું જ સ્મરણ કર્યા કરે છે. અને આપે તેને કપૂર અને અગરૂથી એટલા ભરપૂર કરી દીધા છે કે હવે તે ગુગળ સુંઘતા જ નથી.”
આ લોકોને મંત્રીએ દશ હજાર રૂપિયાનું દાન આપ્યું.
એકવાર અમરચંદ્ર મુનિના દર્શનાર્થે વસ્તુપાળ ગયા. મુનિજી કાવ્યચર્ચા કરી રહ્યા હતા. દરવાજા પર પહોંચતાં જ મંત્રીએ મુનિ મહારાજને આ લેકાદ્ધ કહેતાં સાંભળ્યા કે- .
असारे खलु संसारे सारं सारंगलोचना। “ આ અસાર સંસારમાં ખરેખર સાર તો મૃગનયની આ જ છે.”
For Private And Personal Use Only